એક તાળું ખોલી દેશે તમારા ભાગ્યના બંધ દરવાજાને જાણો કેવી રીતે…

એવો અનુભવ તમે અનેકવાર કર્યો હશે કે અનેક પ્રયત્નો પછી પણ તમારા બનતા કામ ન બને. સફળતાના દરવાજા તમારા માટે અનેક પ્રયત્નો કર્યા પછી પણ ન ખુલે. આવું જ્યારે પણ થાય ત્યારે સૌથી પહેલા દોષ વ્યક્તિ પોતાના ભાગ્યને જ આપે છે કે ભાગ્ય સાથ આપતું નથી.

જીવનમાં વારંવાર મળતી અસફળતા પાછળ માત્ર ભાગ્ય જ નહીં ગ્રહદોષ પણ જવાબદાર હોય શકે છે. જ્યારે ગ્રહોની ચાલ બદલે ત્યારે જાતકના જીવનના સંજોગ પણ બદલી જતાં હોય છે. તો હવે પ્રશ્ન એવો આવે કે જ્યારે ભાગ્ય સાથ ન આપતું હોય ત્યારે જીવનની સ્થિતીને સુધારવી કેવી રીતે ? તો ચાલો આજે જાણી લો એવો ચમત્કારી ઉપાય કે જે કોઈપણ વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે.

અહીં એક સરળ ઉપાય દર્શાવવામાં આવ્યો છે. આ ઉપાય કેવી રીતે કામ કરે છે તે શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. તેથી જો તમે આ ઉપાય કરો તો ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી અને તેને અમલમાં મુકજો. સાચી શ્રદ્ધાથી કરેલું કામ અચૂક ફળ આપશે. તો ચાલો હવે નોંધી લો તમારે કયો ઉપાય કરવાનો છે.

શુક્રવારના દિવસે બજારમાંથી એક નવું તાળું ખરીદી લાવો. આ તાળું તમારે પણ ન ખોલવાનું અને દુકાનદારને પણ ન ખોલવા દેવું. બસ દુકાનદાર પાસેથી તાળુ અને ચાવી લઈ ઘરે આવવું. આ તાળું અને ચાવી એક બોક્સમાં મુકી દેવા અને શુક્રવારની રાતે આ બોક્સ તમે જે રૂમમાં સૂતા હોય ત્યાં રાખી મુકવું.

શનિવારે સવારે વહેલા ઊઠી સ્નાન કરી અને તાળાવાળું બોક્સ ખોલ્યા વિના જ કોઈપણ મંદિરમાં મુકી આવવું. આ તાળુ મંદિરમાં મુકી અને ઘરે આવો ત્યારે પાછળ ફરીને ન જોવું. તમે મંદિરમાં મુકેલું તાળું જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના હાથમાં લઈ ખોલશે ત્યારે તમારા ભાગ્યના દરવાજા પણ ખુલી જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ઉપયોગી ટીપ્સ વાંચવા અને જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી