આજે એક નાની સમજ ની વાત : શ્રાદ્ધ ચાલે છે તો અચૂક વાંચજો !!!

સરલા રોટલી આપતા બોલી'”.આ અશોક ખાય જશે ,પપ્પા …તમે જરા ખમો…”

આ રોજ નો ક્રમ હતો કે અશોક ઘરે આવે પછી ત્રણેય સાથે જ ડાઇનિંગ ટેબલ પર જમવા બેસતા ને અલકમલક ની વાતો થતી..
અશોક સમજી ગયો કે સરલા, પપ્પા ને સરસ પોચી ને વધારે ઘી વાળી રોટલી આપશે…” થોડું કડક કે ઠંડુ હોય તો આપણે ખાય જવાનું ” એમ કહી ને પોતે ખાય કા તો અશોક ને આપતી પણ મમ્મી કે પપ્પા ને એ એકદમ કાળજી થી જમાડતી…..અશોકે સરલા ની મજાક કરતા કહ્યું ,,..””હા લાવો બીજું શું…એવું ખાવા તો મારે રોમી ને વહેલો પરણાવવો પડશે…”….

..અને જમતા જમતા અશોક ના મમ્મી જયાબેન ને પપ્પા ગોપાલભાઈ સાથે સરલા ય હસી પડી ….ને બોલી
…..,”.લ્યો ,હવે રાખો રાખો…એવું તે ન હોય કાઈ…”‘ ..અશોકે હસતા ચહેરે જોયું તો તેમના મમ્મી ને પપ્પા ની આંખ માંથી પ્રેમ ને તૃપ્તિ ના આશીર્વાદ….ની …અખૂટ સરવાણી વહી રહી હતી…અને પોતે…જાણે કે એ પવિત્ર ગંગા માં ડૂબકી લગાવી ને ધન્યતા નો અનુભવતો હતો….

….ત્યાં જ…પાડોશી ને ત્યાં શ્રાદ્ધ નિમિતે જમણવાર હોય ને નાનકડો રોમી ત્યાં જમી ને આવ્યો ને અશોક ભાઈ ને પૂછવા લાગ્યો…” ડેડી,…ડેડી,..કેવી મજા આવી જમવાની ને રમવાની.આપણે ક્યારે શ્રાદ્ધ…નું જમણવાર રાખશું… ???”

…રોમી ને તો એમ કે આવો જમણવાર હોય તો બધાય ભેગા મળે ને ધમાચકડી….રમવાની ય મજા …બાકી બધાય ને ખબર જ હતી કે જમવામાં એના નખરા કેવા હોય…

…અશોક તો પોતે પણ સરલા ને પ્રેમ ભરી નજર થી વહાલ વરસાવતો… હતો..ત્યાં રોમી એ ફરીથી પૂછ્યું…,””બોલો ને ડેડી,…!!!
….ત્યારે સરલા એ રોમી. ને સમજાવતા કહ્યું કે, “” રોમી, ડેડી ને એવું કંઈ પસંદ નથી…ok !!!

…પણ , રોમી કઈ મૂકે..?? એ ફરી થી બોલ્યો…કેમ ડેડી આપણે કે ‘દી.. શરરાધ… બોલો ને…

….ત્યારે જમી ને ,,.ઓ.ઉહ..યા. કરી ને ઓડકાર ખાતા ગોપાલભાઈ ની સાથે જયાબેન ને હીંચકે ટેકો લઇ બેસતા જોઈ ને…અશોકે કહ્યું…,,”રોમી, આપણે તો તારી મોમ પ્રેમ ને શ્રદ્ધા થી રોજ જે જમણવાર કરે છે તે કોઈ શ્રાદ્ધ થી જરૂર જ નથી….એવું હું માનું છું ..
…આપણે તો રોજ શ્રાદ્ધ…જ શ્રાદ્ધ..છે…”

….જયાબેન રોમી ને,”” ચાલો આપણી કાલની વાર્તા ક્યાં પહોંચી’તી…ચાલો ચાલો આપણા રૂમ માં…કહી ને ત્રણેય ..અંદર ના રુમ માં જતા રહ્યા ને…

….સરલા હવે જમવા બેઠી’ તી ને કઈ લેવા ખુરશી માંથી ઉભી થતા તેને અટકાવી , ને..અશોક પૂછવા લાગ્યો.., ” મહારાણી ની સેવા માં હાજર છીએ ..સરલા પ્રેમ તરબોળ થતા બોલી કે ..પેલી ડીશ આપ ને !!!!

…….અને ,, બંને ની નજર નું તારા મૈત્રક મળતા… .એકબીજાના..સહવાસ માં mutual harmony.. અનુભવી રહ્યા……

લેખક : દક્ષા રમેશ ઝાલાવાડિયા

ટીપ્પણી