ભારતીયોને બૂંદ બૂંદ રસઝરતી મિઠાશ ભર્યા ઈદ મુબારક

એક મહિનાનાં કઠીનતમ પરિશ્રમ પછી, ભૂખ, તરસ, ગરમી , અભાવ, બધો જ પ્રત્યક્ષ અનુભવ કર્યા પછી મળેલું ઈનામ એટલે “ઈદ”.

દિલોમાં રહેલાં કપટ, ઝેરને મીશરીમાં ઘોળીને મીઠાં મધુરા બનાવવાનો અવસર એટલે “ઈદ”

નાના, મોટા, અમીર,ગરીબ, કાળા,ધોળાં, તંદુરસ્ત,બિમાર દરેકને ગળે લગાવવાનો દિવસ એટલે “ઈદ”

જુનું ભુલવાનો, નવા સંકલ્પનો, નિરાશા ખંખેરવાનો, આશાનો સંચાર કરવાનો નવી કિરણો સાથે ઉગેલી પરોઢ એટલે “ઈદ”

આવો મળીએ દરેક કડવાશને સેવૈયામાં ઘોળીને એક મધુર મિષ્ટાન્ન બનાવીએ. અશક્ય લાગતી દરેક દુરીને મિટાવી ઈશ્વર-અલ્લાહનો દુનિયામાં માણસોને બનાવવાનો નિર્ણય વર્થી બનાવીએ. નિરક્ષરોને સાક્ષર કરીએ, ગરીબોનાં પેટની ઠંડક બનીએ. “મારું -તારું ” બધું દફનાવી
“આપણું “નું સર્જન કરીએ…નફરતનો વીંટો વાળી દુર દરિયામાં ડૂબાડીને પ્રેમનું નિર્માણ કરીએ… !

પ્યાર, મોહબ્બત, ઇશ્કની ચાસણીમાં તરબતર કરીને સ્વીટેસ્ટ ભારતીયોને બૂંદ બૂંદ રસઝરતી મિઠાશ ભર્યા ઈદ મુબારક….

લેખક – ઈરફાન સાથિયા

दूर दुनिया का मेरे दम अँधेरा हो जाये
हर जगह मेरे चमकने से उजाला हो जाये

हो मेरे दम से यूँ ही मेरे वतन की ज़ीनत
जिस तरह फूल से होती है चमन की ज़ीनत

ज़िन्दगी हो मेरी परवाने की सूरत या रब
इल्म की शमअ से हो मुझको मोहब्बत या रब

हो मेरा काम ग़रीबों की हिमायत करना
दर्द-मंदों से ज़इफ़ों से मोहब्बत करना

मेरे अल्लाह बुराई से बचाना मुझको
नेक जो राह हो उस राह पे चलाना मुझको

लब पे आती है दुआ बनके तमन्ना मेरी
ज़िन्दगी शमअ की सूरत हो ख़ुदाया मेरी…

-अल्लामा इकबाल

ટીપ્પણી