એગલેસ વેનીલા કેક (eggless vanilla cake) , ન્યુ યરના ફર્સ્ટ વીકમાં કુછ મીઠા હો જાયે …..

એગલેસ વેનીલા કેક (eggless vanilla cake)

ન્યુ યરનો ફર્સ્ટ ડે હોય અને કેકનો સ્વાદ જ ન માણીએ તે તો કેમ ચાલે? તો ચાલો આજે આપણે એગલેસ વેનીલા કેક ઘરે બનાવીએ અને તમારા પ્રિય વ્યક્તિને તમારા જ હાથની બનેલી કેક ખવડાવશો તો ચોક્કસથી તમારો ન્યુ યરનો દિવસ વધારે રોમેન્ટિક બની જશે. તો તૈયાર થઈ જાઓ તમારી રાહ જોઈ રહી છે એગલેસ કેક.

સામગ્રી :

  • ૧- ૧/૪ કપ – મેંદો
  • ૧/૨ કપ – કંડેન્સ મિલ્ક
  • ૧/૨ કપ – દળેલી ખાંડ
  • ૧/૨ કપ – તેલ (સુગંધ વગરનું )
  • ૧/૨ કપ – દૂધ
  • ૧/૨ નાની ચમચી – વેનીલા એસેન્સ
  • ૧ નાની ચમચી – બેકિંગ પાવડર
  • ૧/૪ નાની ચમચી – બેકિંગ સોડા
  • ૨ કપ – તૈયાર વ્હીપ ક્રિમ
  • સુગર સીરપ
  • ડેકોરેટિવ સ્ટાર
  • ચેરી

કેક નાના મોટા દરેક ને ખૂબ જ ભાવતી હોય છે અને એને જેવી આપણે બેકરી માંથી લાવીએ છીએ તેવી સોફ્ટ અને સ્પોનજી ઘરે સરળ રીતે બનાવી શકાય છે. તો આજે આપણે ઈંડા વગર ની વેનીલા કેક ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું.

રીત :

  • એક વાસણ માં કંડેન્સ મિલ્ક અને દળેલી ખાંડ મિક્ષ કરી હેન્ડ મિક્ષેર થી મિક્ષ કરી લો

  • હવે તેમાં તેલ ઉમેરી મિક્ષ કરી લો.

  • બધું સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે આ રીતે ચાળની મૂકી તેમાં મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ને તેમાં જ ચાળી લો

  • તેને મિક્ષ કરો

  • રૂમ ટેમ્પરેચર નું થોડું થોડું દુધ ઉમેરતા જીઈને અને સરસ રીતે મિક્ષ કરી લો

  • છેલ્લે આમાં વેનીલા એસ્સેન્સ ઉમેરી ને મિક્ષ કરી લો

  • કેક ટીન ને આ રીતે બટર અને બટર પેપર લગાવી ને તૈયાર કરી લેવું

  • તૈયાર કરેલા કેક ટીન માં કેક નું મિશ્રણ ઉમેરી દો અને એને ૨-૩ વાર સહેજ કિચન પ્લેટફોર્મ પર ટેપ કરી લો જેથી એર બબલ્સ ના રહે

  • કેક ની તૈયારી કરીએ ત્યારે જ ઓવન ને પ્રી-હિટ કરવા ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનીટ મૂકી દેવું, તો હવે પ્રી-હિટ થયેલા ઓવન માં આ કેક ૧૮૦ ડીગ્રી પર ૩૦ મિનીટ માટે બેક કરવા મૂકી દઈશું

  • ૨૫ મિનીટ પછી એને ચેક કરી લઈશું.

  • ફરી બીજી એને ૫ મિનીટ બેક કરી લીધી છે, દરેક ઓવન નો બેક ટાઇમ અલગ અલગ હોય છે એટલે ૨૫ મિનીટ પછી ચેક કરવું જરૂરી છે અત્યારે એને બેક થતા ટોટલ ૩૦ મિનીટ થઇ છે
  • હવે એને એકદમ ઠંડી થવા દેવાની છે (શક્ય હોય તો કેક ને ઉપયોગ માં લેવાની હોય તેને આગલાં દિવસે બનાવી લેવી)

  • કેક માંથી બટર પેપર કાઢી વચ્ચે થી કટ કરી બે ભાગ કરી લઈએ

  • કટ કરેલા ભાગ પર સુગર સીરપ લગાવો કેક એકદમ મોઈશ્ચરવાળી થઈ જાય એટલું સુગર સીરપ લગાવવું

  • હવે તેના પર વ્હીપ ક્રિમ લગાવો

  • બીજો ભાગ મૂકી તેના ઉપર પણ સુગર સીરપ લગાવો

  • આખી કેક ને ક્રિમ થી કવર કરી લો અને ફ્રિજ માં ૧ કલાક મૂકી દો
  • કેક ને ફિનિશિંગ આપવા જો તમારી પાસે કેક ટુલ્સ નથી તો એક જાડું પ્લાસ્ટિક કાપી તેના થી તમે આ રીતે તેને સરસ ફિનિશિંગ આપી શકો છો

  • થોડા વ્હીપ ક્રિમ માં થોડો લાલ કલર અને થોડું સ્ટ્રોબેરી એસેન્સ ઉમેરી તેનાથી કેકની બોર્ડર અને વચ્ચે એક ફૂલ બનાવો
  • થોડા ડેકોરેટિવ સ્ટાર અને ચેરી મૂકો

  • હવે ઈંડા વગરની વેનીલા કેક સર્વિંગ માટે તૈયાર છે

નોધ – ઓવન ને પ્રિ – હીટ કરવું ખૂબ જ જરૂરી છે,મેંદો ,બેકિંગ પાવડર અને સોડા બધું સરસ રીતે મિક્ષ થવું ખૂબ જ જરૂરી છે નહી તો કેકનું રીઝલ્ટ પ્રોપર નહી મળે ,બેકિંગ પાવડર અને સોડા બને તેટલું ફ્રેશ પેકિંગ હોય તેવું ઉપયોગ માં લેવું અને દરેક વસ્તુ રૂમ ટેમ્પ્રેચરની જ લેવી.

સૌજન્ય : શ્રીજી ફૂડ
 
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી