“એગલૅસ ગાર્લિક મેયૉનીઝ” – બનાવો અને ઉપયોગ કરો, સેન્ડવીચમાં… બાળકો ખુશ થઇ જશે…

“એગલૅસ ગાર્લિક મેયૉનીઝ”

સામગ્રી :

ફુલ ફૅટ મિલ્ક – ૧/૪ કપ,
ઑલીવ ઑઇલ – ૩/૪ કપ,
મસ્ટર્ડ સૉસ – ૧ ટી સ્પૂન,
મીઠું – ચપટી,
વાટેલું લસણ – ૧/૪ ટી સ્પૂૂન,
લીંબુનો રસ – ૧ ટેબલ સ્પૂન,

રીત :

૧. એક ઉંડા જાર માં મિલ્ક, ઑઇલ, મસ્ટર્ડ સૉસ, મીઠું, વાટેલું લસણ, લીંબુ નો રસ લઇ બ્લૅન્ડર થી બ્લૅન્ડ કરવું.
૨. બધું એકરસ અને થીક થઇ જાય ત્યાં સુધી બ્લૅનડ કરવું. એકાદ મીનીટમાં જ બની જશે. તૈયાર છે હોમમેઇડ ઍગલેસ ગાર્લિક મેયૉનીઝ.

નોંધ :

૧. મિલ્ક એકદમ ચીલ્ડ (ઠંડુ) જ લેવું.
૨. આ મેયૉનીઝ ની બેઝીક રેસીપી છે. આમાં તમે મનરસંદ ફ્લેવર ઉમેરી શકો છો. જેમકે ૧/૨ ટી સ્પૂન લીલું મરચું, મરી પાવડર, પાસ્લે, ઓરેગાનો, ફુદીનો, મરી પાવડર, ચીલી ફ્લૅક્સ, કે બીજી કોઇ પણ.
૩. મસ્ટર્ડ સૉસના હોય તો પણ ચાલી શકે. પરંતુ મસ્ટર્ડ સૉસ ઉમેરવા થી બજાર માં મડતાં રેડીમેઇડ જેવો સ્વાદ આવે છે.
૪. બૉટલ માં ભરી ફ્રિઝ માં રાખવું. લાંબા સમય સુધી ફ્રિઝ માં સારુ રહે છે.

રસોઈની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી