લાગણીઓ આરોગ્ય પર કેવી રીતે અસર કરે છે તેના પ્રમાણ – A Must Read Article

‘તમે દરિયામાં એક ટીપું નથી, પરંતુ દરેક ટીપાં માં એક મહાસાગર છો …’ રુમીએ કહ્યું.

તેના દ્વારા તેનો અર્થ શું હતો? આપણા શરીરમાં દરેક કોષ વિચારવા અને કાર્ય કરવા માટે બુદ્ધિશાળી છે. આપણી પાસે આપણા શરીરમાં 60 ટ્રિલિયન કોષો છે અને આજના મેડીકલ સાયન્સે એ સાબિત કરી દિધુ છે કે “આપણું આરોગ્ય આ કોષોના એકબીજા સાથે હાર્મોનિક સંતુલન અને કોશિકાના સંયોગ પર આધાર રાખે છે.”

ફિલ્મ Eat, Pray and Love માં જુલિયા રોબર્ટ્સ બાલીમાં એક શાણા માણસની મુલાકાત લે છે અને તે તેને સલાહ આપે છે કે તે ધ્યાન માટે ખૂબ મહેનત ન કરે. વાસ્તવમાં તે સૂચવે છે કે મેડિડેશન એ સ્મિત સિવાય કઈ નથી અને હાસ્યાસ્પદ વાક્ય તો તે છે કે ” તમારા લીવર સાથે હસવું.”

જો તમે માનતા હોવ કે આ માત્ર રૂપક છે, તો સ્પેક્ટ્રમની બીજી બાજુ જોઈએ… તે સાબિત કરવા કે તે કેટલું નિર્ણાયક છે .. ચાલો આપણે કહીએ કે તમને કોઈક પ્રત્યે, કંઈક વસ્તુ પ્રત્યે અથવા તમારા જીવનમાં કોઈ ઘટના પ્રત્યે નકારાત્મક લાગણી પકડી રાખી છે… દરેક વખતે તમે તે સમયનો વિચાર કરો છો તે વખતે તમારું આખુ શરીર લાગણીની એ ઉથલપાથલ અનુભવે છે.
તમારા મનએ જાણતું નથી કે આ ઘટના વાસ્તવિક સમયમાં થઈ રહી છે અથવા તે ફરીથી રીપ્લે કરી રહી છે .. તેથી તે એ જ તણાવ હોર્મોન્સ એટલે કે કોર્ટીસોલ ઉત્પન્ન કરે છે ..જે રીયલ માં તમે અનુભવ કરો છો…તમારા શરીરના દરેક સેલ તે જ પ્રસંગની લાગણી અનુભવવાનું શરૂ કરે છે, તે પ્રસંગ પ્રત્યે વ્યક્તિ ફરીથી “તિરસ્કાર” ની લાગણી અનુભવે છે.

શરીર અને કોષોની રચના તમે માનો છો એટલી સરળ નથી … આ એક એવી સ્થિતિ છે જ્યાં રોગો શરીરમાં ઘર કરી જાય છે.

જો તમે તે સ્થિતિમાં જીવી રહ્યા હોવ તો તમારા કોષો હવે એ જ સ્થિતિમાં જીવવા માટે ટેવાઈ રહ્યા છે. એટલે જ આપણા ઉપનિષદો કહે છે “યથા પિંડે તથાબ્રમ્હાંડે ” મતલબ કે “અણુ એ જ બ્રહ્માંડ છે.” તમારી લાગણી ઓ ની સીધી અસર કોષો પર અને શરીર પર થશે જ…મતલબ કે ચિંતા, ગુસ્સો, દ્વેષ, સ્ટ્રેસ, પ્રતિકુળતા, નેગેટીવીટી આ બધા નું વારંવાર ચિંતન કરવાથી પણ તમે રોગો ને જ આમંત્રણ આપી રહ્યા છો..

એક વ્યક્તિનું આરોગ્ય તેના પર આધાર રાખે છે કે શરીરના  60 ટ્રિલિયન કોષો એકબીજા સાથે કેવી સુસંવાદીતા ભજવે છે .. મતલબ કે નેગેટીવીટી સ્વસ્થ કોષોનો નાશ કરવાનું શરૂ કરે છે… આ સ્ટેટ ઓફ માઈન્ડ વ્યક્તિને રોગ તરફ દોરી જાય છે … જેમ રૂમીએ કહ્યું .. તમે દરિયામાં એક ટીપું નથી, તમે દરેક ટીપાંમાં એક સમુદ્ર છો …

મોરલ : તમારા વિચારો અને તમારી લાગણીઓનું ધ્યાન રાખો. હંમેશા તમારા મનમાં ખુશ અને સુખદાયી લાગણી બનાવો અને તમે હંમેશા ફિટ અને સ્વસ્થ રહેશો. લોકોને માફ કરો તેઓ તેને લાયક નથી એટલા માટે નહિ પરંતુ તમને તેની જરૂર છે એટલા માટે.

સુખી રહો, તંદુરસ્ત રહો.

સંકલન : રાજ પટેલ

ટીપ્પણી