વેકેશનમાં ઝુપડપટ્ટીના બાળકો અને માતાપિતાને ભણાવતા ગુજરાતી યુવાનો

કોલેજનાં બે મહિનાન‍ા વેકેશનમાં જ્યારે પણ વચ્ચે વચ્ચે કોઈ કામથી કોલેજ જવાનું થતું ત્યારે મારા કોલેજના મિત્રો સાથે કોલેજની પાછળના ઝુપડપટીમાં રહેતા અને મજૂરી કરતાં પરિવારના બાળકોને શાળાએ જવા માટે તેમજ તેમના માતા પિતાને સમજાવ્યા ત્યારની કેટલીક યાદો.

ઝૂપડપટીમાં રહેતા માં-બાપથી વાત કરવાનો પણ અમને મોકો મળ્યો તો તેમની પાસેથી કેટલાક કારણો જાણવા મળ્યા કે.

હમ લોગ તો રાજસ્થાન સે મજુરી કરને કે લિયે યહાં પે આયે હૈ.હમ લોગો કો રાજસ્થાની અૌર હિન્દી અાતી હૈ ગુજરાતી પુરી સમજમેં નહીં આતી હૈ.છોરાકો સ્કૂલમેં ભરતી કરવાએ તો વહાં સબકુછ ગુજરાતી મેં પઢાતે હૈ.

અૌર હમ લોગ તો સુબહ મજુરીપે ચલે જાતે હૈ ફિર ઈનકો સ્કૂલ ભેજે ઔર છોરે રાસ્તે મેં કહી મોટર ગાડી મેં ‍આ જાવે તો? ઈસલિયે અભીતક ઉસે સ્કુલમેં નહીં ભેજા. લેકિન આપ લોગ ઉનકો પઢાઓગે તો હમલોગ જરુર સબ બચ્ચો કો પઢને કે લિયે ભેજેંગે.??

કોલેજનાં દરેક મિત્રોના સહયોગથી આ કાર્ય ખૂબ સારી રીતે ચાલે છે અને હજી આગળ પણ આવી ઘણી બધી એક્ટિવિટી થતી રહેશે.

અમારી NSS ની સમગ્ર ટીમ કોઈ પણ કાર્ય કરવા માટે હંમેશા તત્પર જ હોય છે કોઈ દિવસ કોઈ Volunteer એ કોઈ પણ કામ માટે ના જ નથી પાડી.

અાજે ગર્વ સાથે ફેસબુકના મિત્રો સમક્ષ આ વાત મુકતાં ખૂબ આનંદ થાય છે.) ધણીવાર અપને કોઈ મંદિર પર અથવા કોઈ ગાર્ડન પર અપણે ફરવા માટે જતા હોઈએ ત્યારે આવા ધણાબધા બાળકો આપણી પાસે રૂપિયા મેળવવાની આશા સાથે આવતા હોય છે.આવા બાળકોને તેમના માતા પિતાને ભણવા માટે શાળાએ જવા માટે સમજાવિએ તેમને જરૂરી નોટબુક પેન્સિલ કે કોઈ જરુરી વાસ્તુ લઈ આપીએ તો એ મદદ કર્યાનો આનંદ કાઈક અલગ જ હોય છે.રાત્રે ધરે જઈને એકવાર સમગ્ર ધટના યાદ કરવાથી એક અલગ જ આનંદ હોય છે.આ આનંદ બીજી બધી મોજ મજા કરતાં કાંઈક અલગ જ હોય છે.

(Thank You Very Much All Friends)
Spread Happiness.???

લેખક – ભાવિક.એચ.ચૌહાણ
Studying in TY B.Sc with Chemistry @ Tolani college of Arts And Science Adipur Kachchh.

ટીપ્પણી