જો તમે પણ ડુંગળીના છોતરા ફેંકી દો છો? તો હવે ફેંકતા નહિ…

આપણે સૌ દરરોજ રસોડામાં જોઈએ છીએ કે ડુંગળીનો લગભગ રસોઈ બનાવવામાં ઉપયોગ થાય છે અને મોટા ભાગની ગૃહિણીઓ ડુંગળી છોલી સમારીને તેનો ઉપયોગ કરે જ છે. ડુંગળી સ્વાસ્થ્યની રીતે એક ઘણું જ ઉપયોગી કંદમૂળ છે અને તમે સૌ કોઈ ડુંગળીનાં ફાયદા વિશે તો જાણતા જ હશો.

પરંતુ શું ડુંગળીની છાલ પણ ફાયદાકારક છે ? તેનો જવાબ છે હા, તમને જાણીને નવાઈ લાગશે કે ડુંગળીની છાલ જેને આપણે નકામી સમજી ફેંકી દઈએ છીએ તેમાં પણ અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છુપાયેલા છે ખાસ કરીને ત્વચા સંબંધિત ફરિયાદોમાં. એ સિવાય શું છે તેના ફાયદાઓ ચાલો જરા વિસ્તારથી જાણીએ.

કોલેસ્ટ્રોલ થશે ઓછું
જેઓને શરીરમાં વધુ કોલેસ્ટ્રોલ હોવાની ફરિયાદ છે તેઓ ડુંગળીની છાલના એક ખાસ નુસખા દ્વારા કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. આ માટે ડુંગળીની છાલને રાત્રે પાણીમાં પલાળવા મૂકી દેવી અને દરરોજ સવારે એ પાણી ગાળીને પી જવું. જો આ પાણી સ્વાદમાં ન ભાવે તો તેમાં મધ કે ખાંડ પણ ઉમેરી શકાય. આ પ્રયોગ થોડા દિવસ સુધી કરતા રહેવાથી ફરક દેખાશે.

કેન્સરમાં પણ લાભદાયક
ડુંગળીની છાલને પાણી સાથે ઉકાળી ચા પણ બનાવી શકાય. ડુંગળીની છાલમાં એન્ટી-ઓક્સિડન્ટ તત્વો હોવાથી દરરોજ સુતા પહેલા આવી ચા પીવાની આદત કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવા બહુ ફાયદાકારક છે.

બ્લડપ્રેશર નિયમિતડુંગળીની છાલમાં ફ્લેનોવોલ નામક તત્વ વિપુલ માત્રામાં હોય છે જે બ્લડપ્રેશર ઓછું રાખવામાં બહુ ઉપયોગી રહે છે.

ચેપી રોગો સામે બચાવડુંગળીની છાલમાં એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ તત્વો પણ હોય છે જે પેટ સંબંધી કૃમિરોગ તથા બેક્ટેરિયલ ઇન્ફેક્શન દ્વારા ફેલાતા રોગ સામે બચાવ છે. આ માટે ઉપર દર્શાવેલ પ્રક્રિયા અનુસાર દરરોજ ડુંગળીની છાલને પાણીમાં પલાળી સવારે એ પાણીને પી જવું.

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી મેળવો ફક્ત અમારા પેજ પર, તમારા મિત્રોને પણ લાઇક કરવા માટે કહો.

ટીપ્પણી