લસણ – તમે વિચાર્યું પણ નહિ હોય એવી બીમારીઓમાં મદદરૂપ થશે તમને…

લસણ ગુજરાતી રસોડામાં વપરાતું એક સામાન્ય કંદમુળ છે. લસણના ઉપયોગથી શાક, દાળ જેવી રેસિપી તો સ્વાદિષ્ટ બને જ છે પણ તેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ પણ છે.

બીજા શબ્દોમાં કહીએ તો લસણ એક પુરાતન જડી-બુટી જ છે જેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ તત્ત્વો આપણને સામાન્ય નાની-મોટી બીમારીઓથી બચાવે છે. અહીં આપણે લસણના કેટલાક મુખ્ય ફાયદાઓ જોઈશું.

કોલેસ્ટ્રોલ શરીરમાં કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર અને સુગરનું લેવલ સામાન્ય રાખવા માટે સવારે નરણે કોઠે એટલે કે કંઈ પણ ખાધા પીધા વિના ખાલી પેટે લસણની એક કળી પાણી સાથે ચાવીને અથવા ગળી જવાથી ફાયદો મળે છે.

હૃદય

હૃદય સંબંધી બીમારીઓમાં લસણની બે કળી પીસી તેને એક ગ્લાસ દૂધમાં ઉકાળી લો અને ત્યારબાદ દૂધ ઠંડુ પડે એટલે પી જવું. થોડા દિવસો સુધી સવાર સાંજ આ પ્રયોગ કરવાથી હૃદય સંબંધી બીમારીમાં ફાયદો જોવા મળશે.

ઇમ્યુનિટી સિસ્ટમ લસણની કળીને પીસી દૂધમાં ઉકાળી તે દૂધ બાળકોને પીવડાવવાથી બાળકોની આંતરિક ઇમ્યુનિટી સિસ્ટમ એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

દમ ની સમસ્યા

.જે લોકોને દમ એટલે શ્વાસોશ્વાસની સમસ્યા હોય તેઓ માટે લસણ બહુ ઉપયોગી છે. આ માટે 30 મિલી. દૂધમાં લસણની પાંચ કળીઓ નાખી, ઉકાળી પીવું. એ સિવાય એક ચમચી મધમાં લસણની કળીના 8 થી 10 ટીપા રસ મેળવી ખાવાથી પણ ફાયદો થાય છે.

અસ્થમા
આદુંથી બનાવેલી ગરમ ચા સાથે લસણની બે કળી પીસીને મેળવી દેવી. આવી ચા પીવાથી અસ્થમાના દર્દીને ઘણો લાભ થાય છે.

બાળકોમાં શ્વાસની તકલીફ

બાળકોમાં શ્વાસની તકલીફ હોય તો લસણની બે – ચાર કળીને આગ પર શેકીને બાળકોને ખવડાવવાથી સમસ્યા પર કાબુ મેળવી શકાય છે.

શરદી – ઉધરસશરદી –

ઉધરસમાં વારંવાર નાક બંધ થઈ જતું હોય તો રૂ ના એક નાના પંદ પર લસણનો રસ નાખી એ પુમળું સૂંઘવાથી આરામ મળે છે. એ સિવાય સૂકી ઉધરસમાં એક ચમચી જેટલા લસણના રસમાં ચપટીક સંચર પાવડર નાખી સેવન કરવાથી ફાયદો મળે છે.

ન્યુમોનિયા

ન્યુમોનિયા થવા પર 5 -7 લસણની કળીને જ્યાં સુધી કાળી ન થઈ જાય ત્યાં સુધી શેકી લો. ઠંડી થાય એટલે એનો પાવડર પીસી લેપ બનાવો અને આ લેપ દર્દીને છાતી પર લગાવો. આનાથી દર્દીને ફાયદો થશે.

ઝેરી જનાવરનો ડંખઝેરી જાનવરનાં ડંખ બાદ થતી બળતરા મટાડવા લસણનો લેપ બનાવી ડંખ વાળી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.

હિસ્ટીરિયા હિસ્ટીરિયાના એટેક સમયે દર્દી બેહોશ થઈ ઢળી પડે છે. આવા સમયે દર્દીના નાકમાં લસણના રસના એક – બે ટીપા નાખવાથી દર્દીને હોંશમાં લાવવામાં ફાયદો થાય છે.

દરરોજ આવી અનેક સ્વાસ્થ્ય સંબંધિત ઉપયોગી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી