નિયમિત ખાઓ ફક્ત 4 કે 5 ખજૂર, અને દૂર કરી દો અનેક ભયંકર બીમારીઓ…

નાના દેખાતા ખજૂરમાં વિટામીન અને મિનરલની સાથે સાથે ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. આ ઉપરાંત ખજૂર ફાઈબરના ગુણોથી પણ ભરેલી છે. તમને જણાવી દઇએ કે, ખજૂરનો મુખ્ય પાક અરબસ્તાન, ઈરાન અને એની આસપાસના દેશોમાં વધારે થાય છે. આપણે ત્યાં ખજૂરીનાં વૃક્ષો ઊગે છે તો ખરાં, પણ એને ફળ નથી બેસતાં. જો કે ખજૂર પોતે જ એટલું મીઠું હોય છે કે, એમાં સાકર ઉમેરવાની જરૂર નથી હોતી.
તમને જાણીને નવાઇ લાગશે કે, અરબસ્તાનના લોકોનો મુખ્ય ખોરાક ખજૂર હોય છે. એ લોકોની હાઇટ અને બાંધો કદાવર હોય છે એનું કારણ ખજૂર છે. આજકાલ તો ખજૂરનો અન્ય મીઠાઈઓમાં નેચરલ સ્વીટનર તરીકે પણ ઉપયોગ થાય છે. આમ, આ એક હેલ્ધી ઓપ્શન છે જે દરેક લોકોએ જરૂર અપનાવવો જોઈએ. તો જાણી લો તમે પણ ખજૂર ખાવાથી શરીરને થતા આ અઢળક ફાયદાઓ વિશે…

– ખજૂરમાં ગ્લૂકોઝ વધારે પ્રમાણમાં હોય છે જેનાથી બોડીને એનર્જી મળે છે.જે મહિલાઓ ગર્ભવતી છે અને એનીમિયાનો સામનો પણ કરી રહે છે, તેમના બાળક માટે આર્યન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ અને સેલીનિયમથી ભરેલું ખજૂર ખાવું ખૂબ જ જરૂરી છે. ખજૂર ખાવાથી હિમોગ્લોબીન પણ વધે છે.

જો તમને આંતવિકાર છે તો તમે ખજૂર ખાવાનું શરૂ કરી દો કારણ કે તેમાં કેલ્શિયમ, વિટામિન બી5, ફાઈબર, વિટામિન બી3 પોટેશિયમ અને કોપર હોય છે, જે આ સમસ્યાને દૂર કરે છે.દાંતનો દુખાવો અને સડતાદાંતને ખજૂર દૂર કરી શકે છે. ખજૂરમાં ફ્લોરિન નામનું મિનરલ હોય છે જે દાંતની સમસ્યાને દૂર કરે છે.

દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે.
જુના ઘા ઉપર ખજૂરના ઠળિયાને બાળીને તેની ભસ્મ લગાવવાથી જૂના ઘા રૂઝાઈ જાય છે.
શરદીથી છૂટકારો મેળવવા માટે સવાર સાંજ 5-5 ખજૂર ખાઈને થોડું ગરમ પાણી પીઓ. આનાથી ફેફસામાં થયેલો કફ પીગળીને નીકળી જાય છે અને શરદી-ઉધરસમાંથી છૂટકારો મળે છે.નિયમિત સવારમાં ઉઠીને 3 ખજૂર ખાવાથી ત્વચામાં ચમક આવે છે.

– દરરોજ સવારમાં 5 ખજૂર ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે.
– ખજૂરને પાણીમાં ઉકાળીને તેમાં 2-3 ગ્રામ મેથી દાણાનું ચૂર્ણ ભેળવીને રોજ ખાવાથી મહિલાઓને કમરના

દુ:ખાવામાંથી રાહત મળે છે.– એક ખજૂરને 10 ગ્રામ ઓસામણ સાથે પીસીને બાળકોને પીવડાવવાથી સૂખા રોગમાં લાભ થાય છે અને બાળક તદુંરસ્ત થાય છે. આ એક ઉત્તમ ટોનિક પણ છે.

– સ્ત્રીઓના હિસ્ટોરિયાના રોગમાં ખજૂર ઉત્તમ દવા છે. નિયમિત 5-5 ખજૂર સવાર-સાંજ દૂધની સાથે સેવન કરવાથી હિસ્ટોરિયા રોગનું નિવારણ થાય છે. આ પ્રયોગ બે મહિના સુધી કરવો જોઈએ.

– 4-5 ખજૂરને ઉકાળીને તેમાં 3-4 ગ્રામ મેથીનું ચૂર્ણ ભેળવીને ખાવાથી કમર અને ઘુંટણના દર્દથી રાહત મળે છે.

– જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમને થોડા ખજૂરને રાત્રે પાણીમાં પલાળી દઈ અને સવારમાં ઉઠીને ખાવાથી આ ખજૂર ખાવાથી કબજીયાતની સમસ્યામાંથી મુક્તિ આપે છે.

– ખજૂરમાં વિટામીન એ અને એન્ટીઓક્સીડેન્ટ તત્વો જોવા મળે છે, જે રતાંધળાપણાની બીમારીમાં ખૂબ જરૂરી માનવામાં આવે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ અવનવી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મેળવો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી