યાદશક્તિ તીવ્ર કરવાથી લઈ મગજની બીમારીઓને દૂર કરી શકે છે બીટ…

સામાન્ય રીતે બીટનો ઉપયોગ સલાડ અથવા તો જ્યૂસ કરીને પીવામાં જ કરવામાં આવે છે. સલાડ ઉપરાંત ક્યારેક ક્યારેક સેન્ડવીચ કે અન્ય વાનગીમાં બીટનો ઉપયોગ થતો હોય છે. બીટ ખાવામાં સ્વાદિષ્ટ હોતું નથી તેથી લોકોને તેનું સેવન કરવામાં ખાસ રૂચિ હોતી નથી. એટલા માટે જ આજે અહિં બીટના લાભ વિશે જાણકારી આપવામાં આવી છે જેના વિશે જાણી અને તમે રોજ બીટનું સેવન કરવાની શરૂઆત કરી દેશો.

બીટ ખાવાથી થતાં લાભને વૈજ્ઞાનિકો પણ માને છે. વૈજ્ઞાનિકોના મતે તો બીટ ખાવાથી અલ્ઝામઈર જેવી બીમારીને રોકવામાં પણ મદદ મળે છે. બીટમાં એવા તત્વ હોય છે જે મગજની આ ગંભીર બીમારીમાં લાભ કરી શકે છે.
બીટથી થતાં લાભ

1. બીટના રસમાં બીટામિન નામનું તત્વ હોય છે. જે મગજમાં ઉત્પન્ન થતાં મિસફોલ્ડેડ નામના પ્રોટીનનું પ્રમાણ ઘટાડે છે. ઉપરોક્ત પ્રોટીનનું પ્રમાણ વધવાથી જ અલ્ઝાઈમર બીમારી થવાનું જોખમ વધી જાય છે. 2. બીટ ખાવાથી હાઈ બ્લપ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે.

3. બીટ ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે. તેમાં કેલ્શિયમ, આયોડરન, આયરન, સોડિયમ, ફોલિક એસિડ, વિટામિન અને પોટેશિયમ હોય છે. 4. બીટમાં રહેલા ખાસ તત્વો યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે. જેમની યાદશક્તિ તીવ્ર ન હોય તેમણે બીટનું સેવન કરવું જ જોઈએ. 5. બીટમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે રક્તના શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. 6. બીટ હૃદય સંબંધિત બીમારીઓમાં પણ લાભકારી સાબિત થઈ શકે છે. બીટમાં નાઈટ્રેટ અને બ્યૂટેન તત્વ હોય છે જે રક્તચાપને ઘટાડે છે અને તેને જામવા પણ નથી દેતાં. જેના કારણે હાર્ટએટેકનું જોખમ ઘટી જાય છે.

7. કબજિયાત જેવી અન્ય પેટની બીમારીઓમાં પણ બીટ લાભ કરે છે. બીટમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે જે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી