વજન ઘટાડવું છે? તો ખાવ… હા બરોબર કહું છુ, તમે વજન ઘટાડવા માટે ખાવામાં આટલું ધ્યાન આપો….

આજકાલ દરેક બીજી વ્યક્તિ વધતા વજનથી હેરાન છે. પોતાનું વજન ઓછું કરવા માટે લોકો ના જાણે કેટલાં જતન કરે છે. કેટલાંક લોકો જિમમાં કલાકો પરસેવો વહાવે છે તો કેટલાક યોગનો સહારો લે છે. કેટલાંક લોકો વજન ઘટાડવા માટે વ્યાયામ નથી કરી શકતા, પરંતુ ખાવામાં ચરી જરૂર પાળે છે.

પાતળા થવા માટે આખો દિવસ ભૂખ્યા રહે છે. તેનાથી જેટલો વજન ઓછો નથી થતો, તેનાથી વધારે તો કમજોરી આવી જાય છે. આ મોટો ભ્રમ છે કે ખાવાનું છોડીને અને ભૂખ્યા રહીને વજન ઓછો કરી શકાય છે. એવું કરવાથી વજન તો ઓછો નહી થાય, પરંતુ કમજોરી વધુ આવી જાય છે.

 

એટલા માટે વજન ઓછો કરવા માટે તમારે ખાવાનું છોડવાની નહી, પરંતુ યોગ્ય સમયે યોગ્ય પોષક તત્વ ખાવાની જરૂર છે. આવો જાણીએ એવા જ કેટલાક પોષક તત્વ જેનાથી તમે સરળતાથી વજન ઓછો કરી શકો છો.

૧. કેલ્શિયમ: કેલ્શિયમ મજબૂત દાંત અને હાડકાં, માંસપેશીઓમાં સંકોચન, અને કેટલાક હોર્મોન અને એન્જાઈમના સ્ત્રવના વિકાસ અને જાણવણી માટે જરૂરી છે. તેની સાથે જ વિટામીન ડી વજન ઓછો કરવામાં પણ સહાયક છે.

૨. વિટામીન ડી: વજન ઓછો કરવા માટે અભ્યાસ પરથી જાણવા મળ્યું છે બે જે લોકો વિટામીન ડીનું સેવન કરે છે તે લોકો વધારે સરળતાથી વજન ઘટાડી શકે છે. વિટામીન ડી શરીરમાં કેલ્શિયમના અવશોષણને વધારે છે જે વજન ઘટાડવામાં સહાયક થાય છે.

૩. પ્રોટીન: હાઈ પ્રોટીન ડાયેટ ખાવાથી ભૂખ ઓછી લાગે છે સાથે જ તેનાથી દુર્બળ શરીરને તાકાત મળે છે. શરીરમાં વધારે માંસપેશિઓ હોવાથી એ પણ જાણવા મળે છે કે તમે આખા દિવસમાં કેટલી કેલેરી ઘટાડશો. જે લોકોના શરીરમાં વધારે માંસપેશિઓ હોય છે. તેમનું શરીર સરળતાથી કેલેરી બર્ન કરે છે. અને પ્રોટીન માંસપેશિઓને સંરક્ષિત કરવામાં મદદ કરે છે. જેનાથી વજન ઓછો થવા લાગે છે. પ્રોટીન ચિકન અને માછલીમાં જેમ કે ક્વિનામાં મળી આવે છે. આ જ નહી તમે પ્રોટીન માટે ટોફુ પણ ખાઈ શકો છો.

૪. ઓમેગા-૩ ફેટી એસિડ: ઓમેગા-૩ ફેટિ એસિડ શરીર માટે એક એવી જરૂરી ચરબી (ફેટ) છે જે સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. ઓમેગા-૩ ફેટી એસિડ ના ફક્ત હોર્મોન્સ નિર્માણમાં મદદ કરે છે પરંતુ શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી ફેટ છે. આજ નહી તેનાથી વજન ઘટાડવામાં પણ ઘણું મદદગાર માનવામાં આવે છે. તે વધારે માછલી જેમકે ટૂનામાં મળી આવે છે.

૫. ફાઈબર: તમને જણાવી દઈએ કે ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થ ઘણી માત્રામાં વજન ઓછો કરવામાં સહાયતા કરે છે. જો તમે સાચે જ તમારું વજન ઓછું કરવા ઈચ્છતા હોય તો તમે યોગ્ય માત્રામાં ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરીને વજન ઘટાડી શકો છો. સાગ, શાકભાજી અને ફળોમાં મળી આવનાર ફાઈબર ના ફક્ત વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે પરંતુ તમારા વેટને મેન્ટેન રાખવામાં પણ મદદ કરે છે અને શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. સાથે જ બ્લડ સર્કયુલેશનને પણ બનાવી રાખે છે.

૬. આયરન શરીરમાં આયરનની ઉણપથી કોશિકાઓમાં ઓક્સીજન મળતું નથી. જેનાથી જ્યારે તમે વ્યાયામ કરો છો તો ઝડપી થાકી જાઓ છો. અને વજન ઘટાડવા માટે વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે. એટલા માટે આયરન તમારા શરીર માટે ખૂબ જરૂરી છે.

૭. સેલેનિયમ સેલેનિયમ થાયરાઈડ હોર્મોન ઉત્પાદનના માટે મહત્વપૂર્ણ છે અને તે એન્જાઈમ મદદ કરે છે થાયરાઈડ હોર્મોન (ટી ૪) થી (ટી ૩) નું પરીવર્તન કરવામાં, આજ નહી તેનાથી ચયાપચય પણ મજબૂત થાય છે.

૮. જિંક જિંક માનવ શરીર માટે ખૂબ જરૂરી મિનરલ છે આજ નહી તેનાથી થાયરાઈડ હોર્મોનનું ઉત્પાદન થવામાં પણ મદદ મળે છે અને ચયાપચયને ઓછી કરવામાં પણ મદદ કરે છે.

૯. આર્ગિનિન આર્ગિનિન ખાવાથી નાઈટ્રિક શરીરને મળે છે જેથી વજન ઓછો કરવામાં મદદ મળે છે. આજ નહીં તેનાથી લિપોલિસિસ વધે છે જેનાથી શરીરની ચરબી ઓછી થાય છે.

૧૦. લિપોલિસિસ લિપોલિસિસથી ચરબીને ટુકડાંમાં નીકાળી શકાય છે. તેને હાઈડ્રોલિસિસ નામના રાસાયણીક પ્રતિક્રિયા ટ્રાઈગ્લિલરાઈડ કહેવામાં આવે છે. શરીરમાં ચરબીનું મુખ્ય કારણ ટ્રાઈગ્લિસરાઈડને કહેવામાં આવે છે. એવામાં ટ્રાઈગ્લિસરાઈડ્સને અન્યૂજ્ડ કેલેરીમાં બદલવામાં આવે છે.

૧૧. કેફીન અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે કેફીન 3-11% સુધી મેટાબોલિઝમને વધારે છે જેનાથી ચરબી 29% સુધી ઓછી થાય છે.

૧૨. મેગ્નેશિયમ મેગ્નેશિયમથી માંસપશિઓને કંટ્રક્શન મળે છે જેનાથી તે વધારેને વધારે પ્રોટીન એબ્સોર્બ કરે છે. જેનાથી ફેટ બર્ન થવામાં મદદ મળે છે.

૧૩. પોટેશિયમ પોટેશિયમ ખાવાથી પેટની ચરબી બે રીતે ઓછી થાય છે, પહેલી વ્યાયામ વગર માંસપેશિયોમાં કસાવ આવે છે. બીજું તેનાથી શરીરનું પાણી અને સોડિયમ બહાર નીકળી જાય છે જેનાથી પગની ઘૂંટી ઓછી થાય છે.

૧૪. બી વિટામીન વિટામીન બી આપણા શરીર માટે બે મુખ્ય ઉર્જાનો સ્ત્રોત છે જે ચયાપચયને સારું રાખવામાં મદદ કરે છે. ચરબી અને કાર્બોહાઈડ્રેટ.

૧૫. વિટામીન સી અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે વિટામીન સી વ્યાયામના પરિણામોને વધારે છે, ઉર્જા વધારે છે તથા કેલેરીને બાળવામાં સહાયક થાય છે તથા આ પ્રકારે તે વજન ઓછો કરવામાં મદદરૂપ થાય છે.

સૌજન્ય : બોલ્ડ સ્કાય

શેર કરો આ ખુબ હેલ્ધી ઉપાય તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી