કાન વિશે આ જાણ્યું છે ક્યારેય ? આ પોસ્ટને ઇગ્નોર કરવાની ભૂલ ના કરતા…

શરીરના ઘણા અંગો નાજુક હોય છે જો તેની સમયસર યોગ્ય સારસંભાળ ન રાખવામાં આવે તો ક્યારેક ગંભીર દુષપરિણામ પણ ભોગવવા પડી શકે છે. શરીરના નાજુક અંગો પૈકી એક અંગ છે કાન. કાન વિશે આપણે મોટાઓથી સૌથી વધુ સાંભળેલું વાક્ય હોય તો તે એ છે કે ” કાનની સંભાળ રાખજો, બહુ ઊંચો અવાજ ન સાંભળતા નહીંતર કાનનો પડદો ફાટી જશે ”

હવે કાનનો પડદો શું છે અને તે ફાટી જવો એટલે શું એના વિશે મોટાભાગના લોકો અજાણ હોય છે. અસલમાં આપણાં કાનના આંતરિક ભાગમાં મધ્યકર્ણ અને અંતકર્ણ વચ્ચે એક ત્રિસ્તરીય પડદા જેવી રચના હોય છે જેને ડોક્ટરી ભાષામાં ટિમપૈનિક મેમ્બ્રેન અથવા ઈયરડ્રમ કહેવામાં આવે છે. કોઈ પણ અવાજ કે ધ્વનિ જે આપણા કાનમાં પ્રવેશે છે તે આ ઈયરડ્રમ પાસેની નાની હાડકીઓના માધ્યમથી કાનના આંતરિક ભાગ અને ત્યાંથી મગજ સુધી પહોંચે છે ત્યારે આપણે એ ધ્વનિ સાંભળી શકીએ છીએ. જો કોઈ કારણસર ઈયરડ્રમ અથવા ટિમપૈનિક મેમ્બ્રેન ફાટી જાય તો મધ્યકર્ણમાં ઇન્ફેક્શન અને શ્રવણશક્તિ પણ નાબૂદ થઈ શકે.

ક્યા કારણોસર ફાટે છે કાનનો પડદો (ઈયરડ્રમ)

– કાન અને નાક વચ્ચેના આંતરિક ભાગમાં કફ એકઠો થવાથી કે કાનમાં ઇન્ફેક્શન થવાથી પણ કાનનો પડદો ફાટી શકે છે.

– અત્યંત તીવ્ર અવાજ અથવા જેટ પ્લેનનીઘરઘરાટી જેવા ભયાનક ઊંચા અને અચાનક અવાજથી કાનના પડદા પર ભારે દબાણ થાય છે જેને કારણે પણ કાનનો પડદો ફાટવાની શક્યતા રહે છે.

– કાન સાફ કરવા સમયે કાનમાં કોઈ અણીદાર ચીજ વાસ્તુના ઉપયોગથી અથવા કાનના પડદા પર દબાણ દેવાથી પણ તે ફાટી શકે છે.

કઈ રીતે જાણવું કાનનો પડદો ફાટી ગયો છે કે નહીં ?

ઉપરોક્ત દર્શાવેલી ઘટના જો તમારી સાથે પણ બને અને કાનનો પડદો ફાટી ગયો હોય તેમ આશંકા ઉપજે તો તાત્કાલિક સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનો સંપર્ક કરવો.– મોટેભાગે ડોક્ટર ઓટોસ્કોપીક પરીક્ષણ દ્વારા તેની તપાસ કરે છે. તે સિવાય પણ કેટલાક આધુનિક પરીક્ષણોથી સમસ્યાની ગંભીરતા જાણી શકાય છે.

– ઓડિયોમેટ્રી પરીક્ષણ દ્વારા કાનનો પડદો ફાટવો અને તેના કારણે શ્રવણશક્તિ કેટલી હદે પ્રભાવિત થઈ છે તે જાણી શકાય છે.

– જો કાનની નાજુક અને બારીક નાની નાનીહાડકીઓમાંઇન્ફેક્શન થયું હોય તો તે ક્યાં સ્ટેજ પર પહોંચ્યું છે તે પણ ઓડિયોમેટ્રી પરીક્ષણ દ્વારા જાણી શકાય છે.

– જો નર્વડેમેજ થઈ ગઈ હોય તો ઓપરેશન કર્યા બાદ પણ દર્દીની શ્રવણશક્તિ પાછી આવી શકતી નથી. આવા સમયે હિયરિંગ એઇડના માધ્યમથી જ દર્દી સાંભળી શકે છે.

– કાનની પાછળના ભાગે આવેલી નાની હાડકી જેને મૈસટોએડ કહેવાય છે ત્યાં ઇન્ફેક્શન થયું હોય તો એક્સ-રે અથવા સ્કેનની મદદથી સમસ્યાની ગંભીરતા જાણી શકાય છે.

આધુનિક ટ્રીટમેન્ટ દ્વારા ઈલાજ

– કાનના પડદામાં કાણું પડવાની ફરિયાદ હોય તો ઘણી વાર દવાથી પણ સારું થઈ જાય છે પરંતુ જો ઇન્ફેક્શન કાનની અંદર પણ પ્રવેશી ગયું હોય તો ઓપરેશન કરવું ફરજિયાત બની જાય છે.

– માઇરીંગોપ્લાસ્ટીટ્રીટમેન્ટ દ્વારા ઓપરેશન દ્વારા કાનના પડદાને ફરીથી બનાવવામાં આવે છે આ માટે કાનના ઉપરના ભાગ પરથી ચામડી લઇ છિદ્ર પર લગાવવાની પ્રક્રિયા થાય છે.

– ટિમપૈનોપ્લાસ્ટીટ્રીટમેન્ટ દ્વારા કાનના પડદા પર મોટું કાણું હોય અથવા ઇન્ફેક્શન હોય તો આ ટ્રીટમેન્ટ થકી ઈલાજ કરવામાં આવે છે.

– ઓસીકુલોપ્લાસ્ટીટ્રીટમેન્ટ દ્વારા દર્દીને જો ઇન્ફેક્શન અથવા કોઈ ઇજાના કારણે કાનની ત્રણ પ્રમુખ નાની હાડકીઓ પૈકી એક અથવા વધુ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તો ઈલાજ કરવામાં આવે છે.

– માસ્ટોયડેક્ટૉમિટ્રીટમેન્ટ ત્યારે અપનાવાય છે જ્યારે દર્દીને ક્રોનિકસ્પયુરેટિવઓટાઈટીસ દરમિયાન પર કાનની પાછળની હાડકીને સંપૂર્ણ જીવાણુમુક્ત કરવાની ફરજ પડે.

કાનની સમસ્યાનેહળવાશથી ન લેવી

કાનમાં રસી આવવી, ઓછું સંભળાવવું, કાનમાં દુઃખાવો થવો, કાન ભારે લાગવો, ચક્કર આવવા વગેરે કાનની નેની-મોટી સમસ્યાના પ્રાથમિક લક્ષણો છે.

– સામાન્ય કફ અથવા શરદી પણ ક્યારેક કાનની ગંભીર સમસ્યા માટે શરૂઆત હોઈ શકે. જો લાંબા સમયથી કફ અથવા શરદી રહેતી હોય તો તાત્કાલિક તેનો ઈલાજ કરાવી લેવો હિતાવહ છે.

– બાળક કાનમાં દુખાવાની ફરિયાદ કરે તો કાનમાં તેલ વિગેરે નાખવાની ભૂલ ન કરતા ડાયરેકટ ડોક્ટર દ્વારા જ તપાસ કરાવવી અને તેની સલાહ મુજબ જ અનુસરવું.

– કાનમાં કચરો સાફ કરવા માચીસની સળી, રૂ થઈ બનેલા બડ્સ કે કોઈ ધારદાર ચીજવસ્તુનો ઉપયોગ ન કરવો.

– કાનની કોઈ સમસ્યા હોય કે કાનનું ઓપરેશન કરાવ્યું હોય તેવા દર્દીએ સ્વિમિંગ કરવાનું ટાળવું.

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી