દુનિયા સૌથી નાની અને રસપ્રદ મેનેજમેન્ટ સ્ટોરી !! ખાસ વાંચજો !!!

૧.

એક ઓફીસ માં ઘણા કર્મચારી હતા. એક દિવસ એ લોકો ઓફિસે પહોચ્યા
ત્યાં દરવાજે સુચના વાચવા મળી: “આ કંપની અને તમારા જીવનમાં પ્રગતિ થાય એમાં જેમને હમેશા વિધ્ન ઉભું કર્યું છે એવી વ્યક્તિ નું અવસાન થયું છે. ઓફીસ ના મુખ્ય હોલમાં એના અંતિમ દર્શન ની વ્યવસ્થા કરી છે.”

બધા કર્મચારી ને થયું કે એ કોણ હશે જેમને અમારી પ્રગતિ આડે અડચણ ઉભી કરી હશે?

એક પછી એક કર્મચારી મુખ્ય હોલ માં રાખેલી શબપેટી પાસે એકઠા થવા લાગ્યા. અંતિમ દર્શન માટે જેવી શબપેટી ની અંદર નજર કરી તો બધા અવાક થયી ગયા. જાણે હદય ને કશુક સ્પર્શી ગયું હોય એમ શબપેટી આસપાસ આઘાત ના માર્યા બધા સુનમુન ઉભા રહી ગયા.

પેલી શબપેટી ની અંદર એક અરીસો જડેલો હતો જે કોઈ અંદર નજર નાખે કે તરતજ એમાં પોતાનું પ્રતિબિંબ નિહાળે. આ અરીસા ની બાજુમાં એક તકતી પર લખ્યું હતું.

# જગત માં એક જ વ્યક્તિ છે, જે તમારો વિકાસ રૂંધી નાખે છે અને એ વ્યક્તિ તમે ખુદ છો.

# તમે જ એ વ્યક્તિ છો, જે તમારા જીવન માં અદ્ભુત ક્રાંતિ લાવી શકો છો.
# એ તમે જ છો , જે તમારા પોતાના સુખ- દુખ, સફળતા- નિષ્ફળતા અને પ્રગતિ-અધોગતિ માટે જવાબદાર છે.

તમને કોઈ મદદ કરી શકે એવી કોઈ વ્યક્તિ હોય તો તે તમે જ છો.
આ વિચારપ્રેરક દ્રષ્ટાંત ને હૈયે મઢાવી રાખવા જેવું છે.

આપણી દશા -અવદશા માટે મોટે ભાગે આપણે બીજાને જ દોષ આપતા હોઈએ છીએ.

જોકે દિલ માં થોડી ખણખોદ કરીએ તો આપની હાલત માટે આપણે ખુદ
જવાબદાર હોવાની પ્રતીતિ થયા વગર ન રહે.

૨.

એક ફકીર એક ગામ માં જઈ ચઢ્યો. લોકોએ તેની ઘણી પ્રશંશા સાંભળી હતી. કહેવાતું હતું કે તે બધાના દુઃખો, બધા ની સમસ્યાઓને દુર કરી દેતો હતો. તેને મળવા માટે લોકોની ભીડ જમા થઇ ગઈ. બધાજ પોતાની સમસ્યા, પોતાનું દુઃખ તેને સહુથી પહેલા જણાવવા માંગતા હતા. બહુ શોરબકોર થવા માંડ્યો એટલે ફકીરે આદેશ કર્યો, ” ચુપ થઇ જાઓ, શાંતિ જાળવો”.

બધા ચુપ થઇ ગયા. ફકીરે કહ્યું, ‘ હું બધાના દુઃખ દુર કરી દઈશ, પણ દરેક જણ પોતપોતાનું દુઃખ એક કાગળ પર લખીને લાવો.’ થોડા જ સમયમાં ફકીરની પાસે કાગળ નો થોકડો જમા થઇ ગયો. ફકીરે બધા કાગળોને એક ટોપલી માં ચોખંડા વાળીને મુક્યા. પછી લોકોને ગોળાકારમાં બેસી જવા કહ્યું અને ત્યાર બાદ લોકોની વચ્ચે બધા કાગળોની એ ટોપલી મૂકી દીધી. પછી તેને કહ્યું, ‘ હવે દરેક જણ વારાફરતી અહી આવો અને ટોપલીમાંથી એક કાગળ ઉઠાવો, પરંતુ ધ્યાન રહે, કોઈએ પોતાનો કાગળ નથી ઉઠાવવાનો , હું તમારું દુ:ખ તો દુર કરી દઈશ , પણ પછી તમે જે કાગળ ઉઠાવ્યો હશે તે સમસ્યા, તે દુ:ખ તમારું બની જશે.

૩.

એક ક્વાર્ટર ના અંતે કંપની ના સેલ્સ ટાર્ગેટ માં પાચ ટકા ની ઘટ પડી.
કંપની ના માલિકે કહ્યું: તમારી ટીમ કાચી પડી.
માર્કેટિંગ મેનેજરે કહ્યું. પ્રોડક્શન વિભાગે અમને પ્રોડકટો વેળાસર આપી નહિ.

પ્રોડ્કશન ના વડાએ જવાબ આપ્યો. પરચેઝવાળા વખતસર રો-મટીરીઅલ પેકિંગ મટીરીઅલ અમને આપતા નથી.
પરચેઝ મેનેજરે કહ્યું. ફાઈનાન્સ વિભાગ વખતસર સપ્લ્યારોને પેમેન્ટ આપતા નથી. સપ્લાયરો આપના વાયદાથી અને કોણીએ ગોળ લગાડવાની આદતથી થાક્યા છે, અને સપ્લાયમાં ધાંધિયા કરે છે.
ફાઈનાન્સ મેનેજર કહે, મારી પાસે પૈસાનું ઝાડ નથી, માર્કેટિંગ વિભાગ ઉઘરાણી કરવામાં કાચો પડે છે, બજારમાંથી પૈસા ન આવે તો મારે શું કરવું.
બોધ: વાસ્તવમાં માર્કેટિંગ વિભાગ એક અલગ વિભાગ નથી, કંપનીનો દરેક વિભાગ માર્કેટિંગ સાથે સકળાયેલો છે.

ગ્રાહકોને શોધવાની, સાચવવાનો ઠેકો ફક્ત માર્કેટિંગનો નથી. આખી કંપનીમાં ગ્રાહકલક્ષી માહોલ હોવો અનિવાર્ય છે.

૪.

ઘેટાના એક ભરવાડ પાસે એક વરુ આવી ચડ્યું. આ વરુ ઘેટા પર હુમલો નહોતું કરતુ. ધીમે ધીમે તે હેવાયું થઇ ગયું. રોજ ભરવાડ સાથે ઘેટા ચરાવવા જાય, સમય જતા ભરવાડને વરુ પર વિશ્વાસ બેસી ગયો. એક દિવસ ઘેટાને વરુ ના ભરોસે છોડીને ભરવાડ બહાર ગયો. પાછો આવીને જુએ છે તો બે ઘેટા મરેલા ને વરુ ગાયબ.

આનાથી બિલકુલ સામા છેડાની કથા. એક ભરવાડે કુતરો પાળ્યો. કુતરાના ભરોસે પોતાના નાના બાળકને છોડીને પતિ-પત્ની બહાર ગયા. પાછો ફરતા જોયું કે ઝુપડી બહાર કુતરો બેઠો છે. તેનું મોઢું કોઈ મારણ કર્યું હોય તેના લોહીથી લાલ છે અને નાનું બાળક દેખાતું નથી. ભરવાડે ધરિયા વડે કુતરાને મારી નાખ્યો.પતિ-પત્ની ઘરમાં ગયા તો જોયું કે એક નાગ મરેલો-ફાડી ખાધેલો પડ્યો છે અને બાળક તેની પાસે રમે છે.

બોધ:

વરુ અને કુતરા વચ્ચેનો ભેદ સમજવો.સામાન્ય રીતે ધંધો કર્મચારીઓ ના વિશ્વાસથી ચાલતો હોય છે. કોઈ માલિક મીનીટે મિનીટનું સુપરવિઝન કરી શકતો નથી. વરુને ઘાસ સાચવવાની જવાબદારી આપી શકાય, જયારે શ્વાનને બાળકોની જવાબદારી સોપી શકાય. ક્યાં કર્મચારી પર ક્યાં પ્રકારનો વિશ્વાસ કરવો તેની પાકી સમાજ એટલે મન સંસાધન પ્રબંધન.

૫.

એક વક્તા સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે બોલી રહ્યા હતા એ દરમિયાન એક પાણી ભરેલા ગ્લાસ ઉચકીને શ્રોતાઓને પૂછ્યું, “આ ગ્લાસ કેટલો વજનદાર હશે?”
૫૦ ગ્રામથી લઈને ૨૫૦ ગ્રામ જેટલું વજન હશે એમ વિવિધ જવાબ શ્રોતાઓએ આપ્યા.

વક્તાએ કહ્યું, “ગ્લાસનું ખરેખેર કેટલું વજન છે એ બહુ અગત્યનું નથી, હકીકતમાં તમે એને કેટલી વાર ઉચકી રાખો એના પર બધો આધાર છે. જો હું એને એક મિનીટ સુધી ઉચકી રાખું તો કઈ વાંધો ન આવે. જો એક કલાક સૂચી ઉચકી રાખું તો મારો હાથ દુખવા લાગે, અને જો એને આખો દિવસ પકડી રાખું તો તમારે અહી એમ્બુલન્સ બોલાવવી પડે.

એક મિનીટ, એક કલાક કે એક આખો દિવસ, ગ્લાસનું વજન તો એકસરખું જ હતું, પણ એને જેટલો વધુ સમય ઉચકી રાખો એટલો એ વધુ વજનદાર લાગે.”

સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ આવું જ છે. જો આપને બધો વખત મન પર બોજો લઈને ફર્યા કરીએ તો વહેલા મોડા એ બોજ વધુ ને વધુ વજનદાર બનતા એ ઉપાડી શકાય નહિ.

૬.

સમસ્યા આપના રોજીંદા જીવન નો અનિવાર્ય હિસ્સો છે. મૂળ મુદ્દો એ છે કે દરેક સમસ્યાને આપને કઈ રીતે નિહાળીએ છીએ. નિરાશ કરી મુકે એવી સમ્સ્યાનેય નવી દ્રષ્ટિ જોઈએ તો એમાં પણ કોઈ તક જોઈ શકાય.
એક બેરોજગાર યુવાને ઓફીસ-બોયની જગ્યા માટે અરજી કરી. એક અધિકારીએ એનો ઈન્ટરવ્યું લીધો. ઈન્ટરવ્યુંના અંતે એને યુવાન પાસે ઈ-મેઈલ આઈડી માગ્યું, યુવાન પાસે એ નહોતું.

અધિકારી કહે : ‘આહે જેનું ઈ મેઈલ આઈડી નથી એની કોઈ ઓળખ નથી. મને અફસોસ છે, પણ એક ઓળખહીન વ્યક્તિ માટે અમારી કંપનીમાં કોઈ જગ્યા નથી.’

યુવાન નિરાશ થયો, પણ હિમત ન હાર્યો. થોડો વિચાર કરી પોતાની ૫૦૦ રૂપિયા જેવી મામુલી મૂડીના શાકભાજી ખરીદી ઘરે ઘરે જઈ વેચ્યા. આ કામ આખા દિવસમાં એનેન ત્રણ વાર કર્યું. રાત્રે ઘેર પાછો ફર્યો ત્યારે એના હાથમાં ૩૦૦૦ રૂપિયા હતા.

બીજા દિવસે બમણા ઉત્સાહથી એ કામે લાગી ગયો. થોડા વર્ષમાં એની પાસે ડઝનેક ડીલીવરી વાન હતી. પાચ જ વર્ષમાં અમેરિકાના સૌથી મોટા રિટેલરોમાં એની ગણતરી થવા લાગી.

પરિવાર માટે વીમો લેવા માટે એક દિવસ એને એક વીમા એજન્ટને બોલાવ્યો. પરિવારની જરૂરિયાત સંબંધી વિવિધ વીમા પોલીસી અંગે વાતચીત થઇ. વાતચીતના અંતે વીમા એજન્ટે ઈ-મેઈલ આઈ. ડી. માંગ્યું.
પેલાએ કહ્યું : ‘મારે કોઈ ઈ-મેઈલ આઈડી છેજ નહિ.’

એજન્ટે અચંબો વ્યક્ત કરતા કહ્યું : ‘ તમારી પાસે ઈ-મેઈલ આઈ.ડી. નથી તો આવડો મોટો વ્યવસાય તમે કઈ રીતે ઉભો કર્યો? શું તમે કલ્પના છે કે આજના જમાનાની અનિવાર્ય જરૂરિયાત એવું ઈ-મેઈલ આઈ.ડી. હોત તો તમે શું હોત ?’

પેલાએ હસીને જવાબ આપ્યો : ‘ઓફીસ-બોય.’
ટુકમાં,સફળતાની આડે આવતી સમસ્યાને તકમાં રૂપાંતરિત કરવા જરૂર પડે છે દષ્ટિમાં બદલવા લાવવાની.

૭.

ગામ માં સરકસ આવ્યું. એક સ્થાનિક બેકાર યુવાન સીવી લઇને મેનેજર ને મળ્યો. મેનેજરે કહ્યું, ‘અમે તમને નોકરીએ તો રાખીએ પરંતુ તમારે ગોરીલાની ખાલ પહેરીને ગોરિલા તરીકે કામ કરવું પડશે. હા, અને આ ભેદ કોઈને કહેવાનો નહિ. યુવાન તો દરેક શોમાં ગોરિલા ની ખાલમાં ગેલ કરવા લાગ્યો. પ્રેક્ષકોને મજા પડતી. તેમાં એક દિવસ ભૂલમાં સિહ-વાઘ ના પાંજરા માં જઈ ચડ્યો. તેને જોઇને સિહે ઘૂરકાટ કર્યો. ગભરાયેલો ગોરિલા ખાલ યુવાન બુમ પાડી ઉઠ્યો., ‘ઓ માં , મરી ગયો.’ સિહ તેની પાસે જઈને બોલ્યો, ‘ચુપ,હું પણ તારા જેવો જ છું.’

બોધ:એમ.બી.એ. એટલે મને બધું આવડે. કોઈ માર્કેટિંગ ના નિષ્ણાંત હોય કે કોઈક ફાઈનાન્સના. આ બધા જુદા જુદા ટાઈટલ્સ છે, જેનો ભેદ અમુક સમય પછી ભુંસાઈ જાય છે. મૂળ વાત એમ છે કે ખાલ પહેરીને ખેલ પડતા આવડવું જોઈએ. નરસિહ મહેતાએ પણ કહ્યું છે ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય.’ જે માણસ સમય પ્રમાણે જુદી જુદી ભૂમિકા ભજવી શકે તે મેનેજમેન્ટમાં ચાલે. અને હા, આધુનિક સરકસમાં સિહ, વાઘ કે ગોરિલા જેવા અસલી પ્રાણીઓના ખેલની મનાઈ છે.

સૌજન્ય અને સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી