“કાઠીયાવાડી ડુંગળી ગાઠીયા નુ શાક” – શિયાળામાં ખાસ ખાવા જેવું..

“કાઠીયાવાડી ડુંગળી ગાઠીયા નુ શાક”

સામગ્રી:

૧કપ જીણી સમારેલી ડુંગળી ,
૧/૨કપ ચણા નો લોટ, ૨tbspઆમલી નો પ્લપ, ૩tbspતેલ, ચપટી અજમો,
ચપટી ખાવાનોસોડા,
૧/૪tspહીગં,
૧/૨tspહળદર,
૧tspગરમ મસાલો,
૧tspરાઈ જીરું,
૨આખા મંરચા,
૧tspલસણ પેસ્ટ
૧tspધાણાપાવડર,
૧tspઆદુ મંરચા ની પેસ્ટ,
૧tspલાલમંરચુ પાવડર,
૧/૨tspસાકર,
મીઠું સ્વાદનુસાર,

રીત:

પહેલાં ચણાનાલોટ માં૧ચમચી તેલ,ચપટી અજમો, ખાવાનોસોડા,હીગં,ચપટીહળદર, મીઠું નાખી પાણી થી રોટલી થી સહજ કડક કણક બાધી પછી તેના લૂવા કરી હાથથી મીડીયમ ગાઠીયા વળી લો એક તપેલી માં ૩કપ પાણી ઊકાળો તેમા ગાઠીયા નાખી ઢાંકી૧૦મીનીટ બાફવા દો પછી ગાઠીયા ને થાળીમાં કાઢીને ૧ઈચં ના ટૂકડા કાપી લો

હવે પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું આખા લાલમંરચા, ઉમેરો તતડે પછી હીગં, આદુ મંરચા ની પેસ્ટ,લસણ પેસ્ટ,ડુંગળી ઊમેરો ડુંગળી સંતળાય પછી સુકા મસાલો,પાણી ,આમલી ની પેસ્ટ ઉમેરો ૫મીનીટ પછી ગાઠીયા નાખો, મીઠું,સાકર એડડ કરી ૫મીનીટ પછી સૅવીગં બાઉલ માં કાઢી કોથમીર ભભરાવી રોટલા સાથે સૅવ કરો

રસોઈની રાણી : ભાવિષા.પ્રવીણભાઈ.ભીન્ડે( કચ્છ)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી