ચાલો, આજે માણીને આ ચટાકેદાર વાનગી “બટાકા તથા ડુંગળી નું સાલન”

બટાકાનું સાલન

સામગ્રી :

૫ ટે.સ્પૂ. તેલ
૧ ટી.સ્પૂ. રાઇ
૧ ટી.સ્પૂ. વરીયાળી
૧ ઇંચ તજ
મીઠા લીમડાનાં પાન
૩ નંગ બટાકા
૨ ટી.સ્પૂ. લાલ મરચું પાવડર
૧ ટે.સ્પૂ. ધાણા પાવડર
૧ ટી.સ્પૂ. જીરૂં પાવડર
૧ ટી.સ્પૂ. હળદર
૧ ટી.સ્પૂ. ગરમ મસાલો
થોડી આમલી
મીઠું સ્વાદ મુજબ
ખાંડ/ગોળ સ્વાદ મુજબ

શેકવા અને વાટવા માટે :
૧.૫ ટે.સ્પૂ. મગફળી
૪-૫ નંગ સૂકા લાલ મરચાં
૧.૫ ટે.સ્પૂ. તલ
૨ ટે.સ્પૂ. કોપરાનું બુરુ

રીત :
૧) સૌથી પહેલા મગફળીને લાલ શેકી લો ત્યારબાદ તેમાં સુકા લાલ મરચાં, તલ અને કોપરાનું બુરુ ઉમેરીને ધીમા તાપે લગભગ ૧-૨ મિનિટ શેકી લો. સહેજ ઠંડુ પડે એટલે જારમાં લઈને મિક્સરમાં એકદમ ઝીણું વાટી લો.
૨) બટાકાની છાલ ઉતારીને તેના ૧ ઇંચ મોટા ટુકડા કરી લો. હવે એક કઢાઈમાં તેલ મૂકીને તેમાં આખા મસાલા અને મીઠા લીમડાનાં પાન ઉમેરીને થોડી વાર સાંતળી લો. બટાકાના ટુકડા ઉમેરીને થોડી વાર ચઢવા દો.
૩) તેમાં બધા જ મસાલા અને વાટેલો સુકો મસાલો ભેળવી દો. આમલી, ખાંડ કે ગોળ અને પાણી ઉમેરીને હલાવી લો અને ઢાંકીને ધીમા તાપે ૧૫-૨૦ મિનિટ સુધી તેલ છુટું પડે ત્યાં સુધી ઉકળવા દો.
૪) તૈયાર છે બટાકાનું સાલન… રોટલી કે ભાખરી સાથે ગરમાગરમ પીરસો…

ડુંગળીનું સાલન

સામગ્રી :

૫ ટે.સ્પૂ. તેલ
૧ ટી.સ્પૂ. રાઇ
૧ ટી.સ્પૂ. વરીયાળી
૧ ઇંચ તજ
મીઠા લીમડાનાં પાન
૧૦ નંગ નાની ડુંગળી (શૅલોટ)
૨ ટી.સ્પૂ. લાલ મરચું પાવડર
૧ ટે.સ્પૂ. ધાણા પાવડર
૧ ટી.સ્પૂ. જીરૂં પાવડર
૧ ટી.સ્પૂ. હળદર
૧ ટી.સ્પૂ. ગરમ મસાલો
થોડી આમલી
મીઠું સ્વાદ મુજબ
ખાંડ/ગોળ સ્વાદ મુજબ

શેકવા અને વાટવા માટે :

૧.૫ ટે.સ્પૂ. મગફળી
૪-૫ નંગ સૂકા લાલ મરચાં
૧.૫ ટે.સ્પૂ. તલ
૨ ટે.સ્પૂ. કોપરાનું બુરુ

રીત :

૧) સૌથી પહેલા મગફળીને લાલ શેકી લો ત્યારબાદ તેમાં સુકા લાલ મરચાં, તલ અને કોપરાનું બુરુ ઉમેરીને ધીમા તાપે લગભગ ૧-૨ મિનિટ શેકી લો. સહેજ ઠંડુ પડે એટલે જારમાં લઈને મિક્સરમાં એકદમ ઝીણું વાટી લો.
૨) હવે એક કઢાઈમાં તેલ મૂકીને તેમાં આખા મસાલા અને મીઠા લીમડાનાં પાન ઉમેરીને થોડી વાર સાંતળી લો. તેમાં છાલ ઉતારેલી નાની ડુંગળી ઉમેરીને થોડી વાર ચઢવા દો.
૩) તેમાં બધા જ મસાલા અને વાટેલો સુકો મસાલો ભેળવી દો. આમલી, ખાંડ કે ગોળ અને પાણી ઉમેરીને હલાવી લો અને ઢાંકીને ધીમા તાપે ૧૫-૨૦ મિનિટ સુધી તેલ છુટું પડે ત્યાં સુધી ઉકળવા દો.
૪) તૈયાર છે ડુંગળીનું સાલન… રોટલી કે ભાખરી સાથે ગરમાગરમ પીરસો…

રસોઈની રાણી : દીપિકા ચૌહાણ (નડીયાદ)

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી ? કોમેન્ટ માં મને અચૂક જણાવજો !!

ટીપ્પણી