દુકાનદાર 1, 2 અને 10ના સિક્કા લેવાની ના પાડે છે? તો ભૂલ્યા વગર કરો આ કામ

- Advertisement -

ભલે દેશભરમાં 10 રૂપિયાનો સિક્કો ચાલી રહ્યો હોય, અને તેનાથી લેણદેણ થઈ રહી હોય, પરંતુ કેટલાય જિલ્લાના દુકાનદાર 10નો સિક્કો લેવાનો ઈન્કાર કરશે. ગત દોઢ વર્ષથી અનેક જગ્યાઓ પર 10નો સિક્કો ચલણમાં નથી. હવે દુકાનદારોએ 1 અને 2 રૂપિયાનો સિક્કો લેવાનું પણ બંધ કર્યું છે. આવી સ્થિતિમાં લોકોને નાની નાની ચીજવસ્તુઓ, જે એક-બે રૂપિયામાં આવી જાય છે, તેને ખરીદવામાં તકલીફ પડી રહી છે. આવામાં તેમને 5 કે 10 રૂપિયામાં ચીજ ખરીદવી પડે છે. ખાસ બાબત એ છે કે, સિક્કા ન લેનારા દુકાનદારો પર કોઈ કાર્યવાહી
કરવામાં નથી આવી રહી. આવામાં અનેક જિલ્લામા સિક્કાનું ચલન બંધ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોઈ સિક્કાનું ચલનમાં લાવવું તેમજ બંધ કરવાનો અધિકાર માત્ર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને જ છે. કોઈ સિક્કાને બંધ કરવાનું ગજટ નોટિફિકેશન આરબીઆઈ જ કરે છે. તેના બાદ જ તો કોઈ સિક્કો ચલનમાં આવે છે અને બંધ થઈ શકે છે. પરંતુ જિલ્લામાં દુકાનદારો પોતાની તરફથી જ 1 અને 2 રૂપિયાનો સિક્કો ચલનમાંથી બહાર કરી દીધો છે. તેથી જ કોઈ 1-2 રૂપિયાની ચીજ ખરીદતું નથી.

દુકાનદારો શું કરે છે
એક દુકાનદાર પાસેથી જાણવા મળ્યું કે, તેની પાસે સિક્કાને સિક્કા જ આવી રહ્યાં છે. તે જ્યારે માલ મંગાવે છે, તો તેને નોટ આપવા પડે છે. જેનાથી માલ ખરીદે છે, માલ ખરીદનારા સિક્કા નથી લેતા. જ્યારે બેંકમાં સિક્કા જમા કરાવવા જઈએ છીએ, તો બેંક સિક્કા જમા નથી કરતી. આવામાં સિક્કાનું અમે શું કરીએ. અમારી પાસે તો સિક્કાનો ઢગલો પડી જશે. તેથી અમને હવે સિક્કા લેવામાં તકલીફ પડી રહી છે.

આ પણ એક કારણ છે
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નોટબંધી બાદ બજારમાં સિક્કા વધી ગયા છે. જ્યારે કે પહેલા ચિલ્લર એટલે કે ખુલ્લા પૈસાનું સંકટર રહેતું હતું. નોટબંધી બાદ આરબીઆઈએ સિક્કા વધુ જાહેર કર્યાં છે. આવામાં બજારમાં ચિલ્લર વધી ગયું છે. જોકે, બેંક ચિલ્લર જમા નથી કરતી તેથી દુકાનદારોએ તેને લેવાનું જ બંધ કરી દીધું છે.

લોકોની સમસ્યા વધી
એક કે બે રૂપિયાના સિક્કા દુકાનદાર દ્વારા ન લેવાને કારણે લોકોને મોટી નોટ આપવી પડી રહી છે અને વધુ વસ્તુઓ ખરીદવી પડી રહી છે. જેને કારણે તેમના ઘરનું બજેટ વધી રહ્યું છે અને વધારાની વસ્તુઓ આવી જાય છે. તો બીજી તરફ, દુકાનદારો સિક્કા લેતા, લોકોની પાસે પડેલા સિક્કા બેકાર સાબિત થઈ રહ્યા છે.

શું કરવું
જો કોઈ વેપારી કે દુકાનદાર સિક્કો લેવાની ના પાડે તો તેની ફરિયાદ સંબંધિત બેંક કે પોલીસ સ્ટેશનમાં કરી શકાય છે. ચલનવાળા સિક્કા ન લેવા પર સંબંધિત દુકાનદારની વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે. કેમ કે, કોઈ પણ મુદ્રા ત્યાર સુધી બંધ નથી થતી, જ્યાં સુધી રિઝર્વ બેંક તેને બંધ નથી કરતી.

સૌજન્ય: સંદેશ

ટીપ્પણી