શું તમારા ઘરે પણ કોઈ દૂધીનું શાક નથી ખાતું?? ટ્રાય કરો આ રેસીપી…

દૂધીનો ઓળો (Dudhi No Olo)

સામગ્રી:

1 દૂધી
2.5 વાટકી લીલી ડુંગળી સફેદ ભાગ સહિત (લીલી ન હોય તો સૂકી ડુંગળી પણ ચાલે)
2 વાટકી ટમેટા
1 ચમચો લીલા મરચા
1/2 વાટકી લીલા વટાણા (ઓપશનલ)
1 લાલ સૂકું મરચું
1 તમાલપત્ર
2 ચમચા તેલ
1 ચમચી રાય
1 ચમચી જીરું
ચપટી હિંગ
1.5 ચમચી લસણની પેસ્ટ
3 ચમચી લાલ મરચું
1 ચમચી હળદર
3 ચમચી ધાણાજીરું
1.5 ચમચી ગરમ મસાલો
મીઠું
કોથમીર

રીત:

સૌ પ્રથમ દૂધીની છાલ કાઢી લાંબી ચીરીઓ કે કટકા કરી વરાળે બાફી લેવી.
પછી બાફેલી દૂધીનો મેશર વડે છૂંદો કરી લેવો.
હવે એક કડાઈમાં તેલ લઇ રાય, જીરું, હિંગ, લીમડાના પાન, તમાલપત્ર, લાલ સૂકું મરચું ઉમેરી વઘાર કરવો.
પછી લસણની પેસ્ટ ઉમેરી સહેજ સાંતળી ટમેટા, વટાણા, હળદર, મીઠું ઉમેરી ગળે ત્યાંસુધી સાંતળવા.
પછી લીલી ડુંગળી ઉમેરી ચડી જાય ત્યાંસુધી સાંતળવી.
પછી લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી હલાવી દૂધીનો ચોંડો ઉમેરી મિક્સ કરી લેવું.
કોથમીર ભભરાવી ગેસ બન્ધ કરી દેવો.
રોટલા, ગોળ, લીલી ડુંગળી, લસનમરચાંની ચટણી, છાસ કે દહીં જોડે ગરમ ગરમ દૂધીનો ઓળો સર્વ કરવો.
તો તૈયાર છે દૂધીનો ઓળો.

હિરલ રાકેશ ગામી (જામનગર)

જે મિત્રોને રીંગણ નથી ભાવતા તેઓ પણ આ વાનગીનો આંનદ માણી શકે છે. શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block