દુધીનાં મુઠીયા : ચા કોફી સાથે નાસ્તામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે આનો ટેસ્ટ તમે આજે જરૂર ટ્રાય કરજો

દુધીનાં મુઠીયા 

આ એક પોપ્યુલર ગુજરાતી ડીશ છે એક હેલ્ધી ડીશ છે કારણ કે આ કોઈ તળેલી વસ્તુ નથી પણ આ સ્ટીમ આપી ને બનાવેલી ડીશ છે.ત્યાર બાદ તેલ લઈ તેમાં રાઈ નાખી વઘારવા માં આવે છે. અહી મે વઘાર્યા નથી પણ પણ ખાલી સ્ટીમ કરી તરત ગરમ ગરમસર્વ કર્યા છે.તેમજ તેના સાથે સર્વ કરવા મા આવતી ટમેટાની ચટણી કાંદા લસણ વગર બનાવવામાં આવતી રેસીપી છે આ ટેંગી ચટણી મુઠીયા,પરાઠા,ઈડલી જેવી વસ્તુ સાથે સર્વ કરવા માં આવે છે.
આમતો બઘા ના ત્યાં અલગ-અલગ જાતની ચટણી બનાવાતી હોય છે.આ ચટણી સાઈડ ડીશ તરીકે મુઠીયા,પરાઠા,ઈડલી સાથે સર્વ કરી શકાય .

• દુધી નાં મુઠીયા બનાવવા માટેની સામગ્રી:

200 – 300 gm દૂધી,
1 cup ઘઉં નો લોટ,
1 cup ચણાનો લોટ,
1 tbsp આદુ(છીણેલ),
2 થી 3 લીલા મરચાં (ઝીણાં ગોળ કાપેલ),
1tbsp કાશ્મીરી લાલ મરચું,
1tbsp જીરું,
1tsp હળદર,
1tsp ધાણાંજીરુ,
1tsp ખાવાનો સોડા,
3-4 tbsp ખાંડ,
1-2 tbsp તેલ,
1 -1.5 લીંબુ નો રસ,
મીઠુ સ્વાદ મુજબ.

• દુધીનાં મુઠીયા બનાવવા માટેની રીત:

1. સૌ પ્રથમ દુધી ને બરાબર ધોઈ ને છાલ કાઢી લઈ છીણી લો.(જો દુધી એકદમ ફ્રેશ લાવ્યા હોવ તો તેની છાલ કાઢવાની જરુર નથી)તેના સાથે જ આદુ પણ છીણી લો.

2. હવે તેમાં ઘઉં નો લોટ અને ચણાનો લોટ ની બાજુબાજુમાં ઢગલી કરો.તેમાં બારીક મરચાં સમારી લો.તેમજ ખાંડ પણ નાખી લો.

3. હવે તેમાં ધાણાજીરુ, લાલ મરચું, હળદર, લીંબુ નો રસ, ખાવાનો સોડા અને જીરૂ બધુ અેક સાથે નાખો.

4. આ બધુ નંખાઈ ગયા બાદ તેલ ઊમેરો . તેલ નાખ્યા બાદ તેને બરાબર મિક્ષ કરી લો. અને તેમાં થોડુ થોડુ પાણી નાખો. અને સોફ્ટ લોટ રેડી કરો.

5. હવે લોટ બંધાઈ જાય અેટલે જે ડીશ માં મુઢીયા મુકવા નાં છે અે ડીશ પર પહેલા તેલ લગાવી ગ્રીસ કરી લો. અને હવે થોડા થોડા લુવા કરી બતાવ્યા મુજબ રોલ કરી ગ્રીસ કરેલ ડીશ માં ગોઠવો.

6. હવે એક બાજુ નોન સ્ટીક પેન માં પાણી નાંખી તેમાં વાયર સ્ટેન્ડ ગોઠવો. થોડુ પાણી ગરમ થાય એટલે એ મુઠીયા ની ડીશ ને આ સ્ટેન્ડ પર ગોઠવો.ઉપર તેને જે ડીશ ઢાંકવાની છે તેને નીચે ના તરફથી એક કોટન ના કપડા થી કવર કરી લેવુ જેથી મુઠીયા પર વરાળ નું પાણી ના પડે.

7. તેને 10 થી 15 મીનીટ ચઢવા દો,10 મીનીટ બાદ ચપ્પુ નાખી ચેક કરવું જો તે સ્ટીક થતુ હોય તો ફરી ઢાંકી 5 મીનીટ ચઢવા દો અને જો બરોબર ચઢી ગયા છે તો ગેસ બંધ કરી થોડી વાર પછી તેને ગરમા ગરમ સર્વ કરો.

8. તો રેડી છે દુધી નાં મુઠીયા. ગરમા ગરમ મુઠીયા ને ટમેટા ની ચટણી સાથે સર્વ કરો.

રસોઈ ની રાણી : ખુશ્બુ દોશી (સુરત)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી