“દુધી ના કોફતા નું શાક” (જૈન રીત ) – હમમ મેહમાન આવે ત્યારે ખાસ બનાવજો.. ઈમ્પ્રેસ થઇ જશે બધા…

“દુધી ના કોફતા નું શાક” (જૈન રીત )

દુધી ના કોફતા , આ શાક ખાવા માં ઘણું સ્વાદિષ્ટ છે. દુધી ને નાપસંદ કરનારા પણ આંગળીઓ ચાટી ચાટી ને ખાશે . મેં અહી ડુંગળી લસણ વગર ની રીત બતાવી છે , આપ ચાહો તો ડુંગળી લસણ ની પેસ્ટ બનાવી સાંતળી શકો છો.
મેહમાન આવે ત્યારે કોફતા અને ગ્રેવી અગાઉ થી બનાવી ને મૂકી દો, જમવા બેસે ત્યારે બસ બધું મિક્ષ કરો અને પીરસો ..

સામગ્રી :

• ૧ વાડકો બારીક છીણેલી દુધી,
• ૧/૨ વાડકો બારીક સમારેલી પાલક/ કોથમીર,
• ૩ ચમચી ચણા નો લોટ,
• ૧/૨ વાડકો ચોખા નો લોટ,
• મીઠું,
• ચપટી ખાવાનો સોડા,
• ૧ચમચી લાલ મરચું,
• ૧/૪ ચમચી હળદર,
• ૧/૪ ચમચી ગરમ મસાલો,
• ૧/૬ ચમચી આમચૂર,
• તળવા માટે તેલ,

ગ્રેવી બનવા માટે :

• ૩ મોટા ટામેટા,
• ૧ ચમચી સુકા ધાણા,
• ૨-૩ લાલ સુકા મરચા,
• ૧ તજ પત્તું , ૧ તજ, ૧ લવિંગ , ૨-૩ એલૈચી,
• ૩-૪ ચમચી તેલ,
• ૨ ચમચી રવો,
• ૩-૪ કાજુ,
• ૨ ચમચી કસુરી મેથી,
• ૧/૨ ચમચી હળદર,
• ૧ ચમચી લાલ મરચું,
• ૧/૨ ગરમ મસાલો,
• ૧/૨ ધાણાજીરું,
• મીઠું,
• ૩ ચમચી બારીક સમારેલી કોથમીર,

રીત :

છીણેલી દુધી પર થોડું મીઠું ભભરાવી , મિક્ષ કરો . ૨-૩ min સુધી રાખી મુકો . હળવા હાથે દબાવી વધારા નું બધું પાણી કાઢી લો .


એક બાઉલ માં , આ છીણેલી દુધી અને કોફતા માટે ની બધી જ સામગ્રી ઉમેરો . નાના નાના કોફતા વાળી ગરમ તેલ માં તળી લો .. માધ્યમ આંચ પર જ તળવું . નહિ તો અંદર થી કાચા રહી જશે .. કડક થઇ ત્યાં સુધી તળવા ..

ગ્રેવી બનાવવા માટે:

ટામેટા ને મિક્ષ્રર માં crush કરી પ્યુરી બનાવી લો . રવો અને કાજુ ને ૧૦-૧૨ min માટે પાણી માં પલાળી દો . રવો વાપરવા થી કાજુ બહુ વાપરવા નહિ પડે. ખસખસ પણ વાપરી શકાય .
સુકા ધાણા અને લાલ મરચા ને શેકી લો. ઠંડા પડે એટલે જીણો powder બનાવી લો
એક કડાય માં તેલ લો . ગરમ થઇ એટલે એમાં તજ પત્તું,તજ, લવિંગ અને એલૈચી ઉમેરો. ત્યારબાદ એમાં ટામેટા ની પ્યુરી ઉમેરો . પ્યુરી ને શેકો જ્યાં સુધી તેલ છુટું ના પડે .
હવે આ પ્યુરી માં કાજુ-રવા ની પેસ્ટ , કસુરી મેથી અને બધો મસાલો ઉમેરો. એકાદ min માટે શેકો. અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરો , ૧-૨ min માટે ઉભરો ચડવા દો અને ગેસ બંધ કરી લો.

પીરસતી વખતે જ ગ્રેવી ને ગરમ કરી કોફતા ઉમેરવા . નહિ તો કોફતા બધી જ ગ્રેવી absorb કરી લેશે …
કોથમીર થી સજાવટ કરો અને ગરમ ગરમ પીરસો ..

રસોઈની રાણી : રૂચી શાહ

શેર કરો આ ટેસ્ટી કોફતાની રેસીપી દરેક મિત્ર સાથે અને રોજ રુચીબેનની અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી