“દૂધી પાલક ઢોસા” – આજે લાવ્યા છે અમે હેલ્ધી અને ટેસ્ટી ઢોસાની એક નવીન વેરાયટી..

“દૂધી પાલક ઢોસા”

સામગ્રી:

1 વાટકી ચણાનો લોટ,
1 વાટકી મકાઈનો લોટ ,
1/2 વાટકી બાજરીનો લોટ,
2 વાટકી દૂધીનું છીણ,
1 વાટકી પાલકની પેસ્ટ,
3 ચમચી લીલા મરચાની પેસ્ટ ,
1 ચમચી હળદર,
મીઠું,
3 ચમચી લસણની પેસ્ટ,
પાણી,
તેલ,

રીત:

સૌ પ્રથમ એક બાઉલમાં બધા લોટ, દૂધીનું છીણ, પાલકની પેસ્ટ, હળદર, મીઠું, લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ ઉમેરી પાણી ઉમેરી ઢોસાનું ખીરું બનાવું.
નોનસ્ટિક પેન ગરમ થાય એટલે તેલ વડે ગ્રીસ કરી ઢોસો પાથરવો.
બને બાજુ ગુલાબી ડિઝાઇન અને ક્રિસ્પી થવા દેવું.
ઢોસાને સોસ કે લીલી ચટણી કે નાળિયેરની ચટણી જોડે સર્વ કરવું.
તો તૈયાર છે દૂધી પાલક ઢોસા.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block