“ખમણેલી દુધી અને ઢોકળીનું શાક” – દૂધીનું આટલું ટેસ્ટી શાક તો બનાવવું જ પડે.. તો તમે ક્યારે બનાવો છો??

“ખમણેલી દુધી અને ઢોકળીનું શાક”

એકદમ તાજી દુધી આ ઋતુ માં સરસ મળે તો ચાલો આજે જ બનાવીએ આ મસ્ત મજાનું શાક. આ શાક મારી મમ્મી ની specialty છે. દરેક ની જેમ હું પણ મારી મમ્મી ના હાથ ની રસોઈ માટે દીવાની છું . આશા છે તમને પણ બધા ને આ શાક ભાવશે ..

સામગ્રી :

• ૫૦૦ gm દુધી (તાજી અને કુણી ),
• ૩ મોટી ચમચી તેલ,
• ૧ ચમચી જીરું,
• ૧.૫ ચમચી તલ,
• હિંગ,
• ૨ લવિંગ,
• ૧ તજ,
• ૧ તજ પત્તું,
• ૨-૩ લાલ સુકા મરચા,
• મીઠું,
• ૧ ચમચી લાલ મરચું,
• ૧ ચમચી ધાણાજીરું,
• ૧/૨ ચમચી હળદર,
• ૧ ચમચી લીંબુ રસ,
• ૧ ટમેટું – જીણું સમારેલું,
• ૧/૨ ચમચી છીણેલું આદુ,
• ૧ ચમચી બારીક સમારેલા મરચા,
• બારીક સમારેલી કોથમીર,

ઢોકળી માટે:

• ૧ વાડકો ચણા નો લોટ,
• મીઠું,
• ચપટી ખાંડ,

રીત :

સૌ પ્રથમ આપણે ઢોકળી બનાવીશું .. એના માટે લોટ,ખાંડ અને મીઠું મિક્ષ કરી, પાણી ઉમેરી ખીરું બનાવો. ખીરું પાતળું બનાવવું .


ગરમ તેલ લગાવેલી થાળી પર પાતળું પાથરી ૩-૫ min માટે બાફો .. ઠરે એટલે ચોરસ કટકા કરી લો …


દુધી ધોય ને પાતળી છાલ ઉતારી લો .. દુધી ને બહુ જીણી પણ નહિ અને બહુ જડી પણ નહિ એવી માધ્યમ છીણો .

પોહળી કડાય માં તેલ ગરમ કરો . તેલ માં તજ, લવિંગ, તજ પત્તું લાલ સુકા મરચા ઉમેરો.

હવે જીરું , તલ અને હિંગ ઉમરી સમારેલા ટામેટા, લીલા મરચા અને આદુ ઉમરો .. હવે એમાં મરચું , હળદર અને મીઠું ઉમેરો. મિક્ષ કરો .

હવે એમાં ખમણેલી દુધી ઉમેરો . કડાય ને ઢાંકી ઉપર પાણી રાખી દો,.

દુધી પૂરી રીતે બફાય નહિ ત્યાં સુધી ચડવા દો .. દુધી ખમણેલી છે એટલે તરત બફાય જશે .. પણ ધ્યાન રાખશો કે વઘારે પડતી બફાય નહિ, નહિ તો છૂંદો થઇ જશે .. દુધી ચડી જાય એટલે ઢોકળી ઉમેરો. મિક્ષ કરો.

જરૂર મુજબ મીઠું, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરો . છેલ્લે લીંબુ રસ, કોથમીર ઉમેરો અને ગરમગરમ પીરસો ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી