હવે ઘરે જ બનાવો ડ્રાય કચોરી… ખુબ સરળ રીતે…

“ડ્રાય કચોરી” (Dry Kachori)

સામગ્રી :

કણક માટે :

2 વાટકી મેંદો
1/2 વાટકી રવો
3-4 ટે સ્પૂન તેલ
મીઠુ

સ્ટફીંગ માટે :

2 વાટકી મગદાળ નમકિન
2 ટી સ્પૂન લાલ મરચું
2 ટી સ્પૂન ધાણાજીરુ
1-1/2 ટી સ્પૂન આમચૂર
1 ટી સ્પૂન ગરમ મસાલો
1-2 ટી સ્પૂન વરીયાળી
1-2 ટી સ્પૂન બૂરૂ ખાંડ
મીઠુ
તેલ

રીત :

-મેંદો અને રવો મિક્ષ કરો,તેમાં મીઠુ અને તેલનુ મોયણ નાખીને ઠંડા પાણીથી પૂરી જેવો લોટ બાંધો.તેને ઢાંકીને 10 મિનીટ રાખો
-એક મિક્ષચર જારમાં મગદાળ નમકિનને પીસી પાવડર કરો .તેમાં મરચું, ધાણાજીરૂ,ગરમ મસાલો,આમચૂર,બૂરૂ ખાંડ, વરીયાળી અને જરૂર પ્રમાણે મીઠુ નાખો(મગદાળ નમકિનમાં મીઠુ હશેજ,માટે થોડું જ મીઠુ ઉમેરવું) થોડું તેલ રેડી ડ્રાય સ્ટફીંગ રેડી કરવુ .
-હવે લોટ માંથી લુવા પાડીદો.તેની મિડીયમ પૂરી વણી ,વચ્ચે ડ્રાય મગની દાળનુ સ્ટફીંગ ભરી,કચોરી વાળીલો .અને ધીરેથી વેલણથી વણીલો( સ્ટફીંગ બહાર ના આવે તે રીતે)
-ગરમ તેલમાં આ કચોરીને ફાસ્ટ ગેસ પર સાચવીને નાખો અને તે ગોળ ફૂલી જશે.
પછી મિડીયમ તાપે તેને બંને બાજુ ગોલ્ડન તળીલો અને પેપર ટોવેલ પર કાઢીલો .
-આ ડ્રાય કચોરી ઠંડી થાય પછી એર ટાઇટ ડબ્બામાં ભરીલો જે લાંબા સમય સુધી સારી રહેછે .
-આ કચોરીમાં ખાડો પાડી,તીખી -મીઠી ચટણી તથા સેવ છાંટી ચાટની રીતે પણ સર્વ કરાય.

રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

હવે કચોરી ખાવા બહાર નહિ જવું પડે, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!