“ડ્રાયફુટ ખજુર રોલ” જેને ખજુર નઈ પણ ભાવતી હોય એ પણ ખાવા લાગશે આ મીઠાઈ દ્વારા…

“ડ્રાયફુટ ખજુર રોલ”

સામગ્રી-

૫૦૦ ગ્રામ કાળુ પોચુ ખજુર,
૧૦૦ ગ્રામ કાજુ,
૧૦૦ ગ્રામ બદામ,
૧૦૦ ગ્રામ અખરોટ,
૫૦ ગ્રામ મગજતરી,
૫૦ ગ્રામ ગુંદર,
૨૦ ગ્રામ ખસખસ,
૧ ચમચી એલચીનો ભુકો,
૧૦૦ ગ્રામ સુકુ ટોપરુ છીણેલુ,
શુધ્ધ ધી ૪ થી ૫ ચમચી,

રીત-

સૌ પ્રથમ ખજુરમાંથી ઠળીયા કાઢી હાથથી નાના ટુકડા કરવા અથવા મિક્ષરમાં ક્રશ કરવા. કાજુ , બદામ , અખરોટના નાના ટુકડા કાપી સેજ ધી માં રોસ્ટ કરી લેવા. પિસ્તાની બારીક કતરણ કરવી.

મગજતરી તથા ખસખસ ને અલગથી રોસ્ટ કરી લેવી.
ગુંદર થોડા ધી માં સેકી લેવો અને ગુંદર ફુલી જાય બાદમાં ઠંડો પડે ત્યારે મિક્ષરમાં ક્રશ કરી લેવો.

પેનમાં ૩ ચમચી ધી ગરમ કરી બારીક કરેલુ ખજુર ૨ થી ૩ મિનીટ સેકી લેવુ.
બાદમાં રોસ્ટ કરેલુ પિસ્તા સિવાયનુ તમામ ડ્રાયફુ્ટ ખજુરમાં મિક્ષ કરી લેવુ અને ગેસ બંધ કરી ઉતારી લેવુ.

ઠંડુ થયા બાદ હાથથી બધુ બરાબર મિક્ષ કરી રોટલી/ભાખરીના લોટ જેવુ તૈયાર કરી લેવુ. તેમાંથી થોડા થોડા લુવા લઇ રોલ બનાવી લેવા અને પિસ્તાની કતરણમાં રગદોળી લેવા.

તમામ રોલ સિલ્વર પેપર ફોઇલ અથવા ઝાડી પ્લાસ્ટીકની કોથળીમાં લપેટી દઇ બે કલાક માટે ફ્રિજમાં મુકવા. ત્યારબાદ ફ્રિઝમાંથી કાઢી એક ઇંચના ટુકડા કરી લેવા. આ રોલ બરણી કે ડબ્બામાં ૧૫ થી ૨૦ દિવસ સુધી બહાર રાખી શકાય છે. લો પ્રોટીન અને શકિતથી ભરપુર એવા રોલ તૈયાર.

રસોઈની રાણી – મમતા પાઠક (ભરૂચ)

ખુબ હેલ્ધી મીઠાઈ છે ઘરમાં બધાને ભાવશે, શેર કરો અને દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી