ગરમ પાણી પીવાથી થતા ફાયદાઓ વાંચો અને શેર કરો

ગરમ પાણી પીવાથી આ રોગોમાં આશ્ચર્યજનક લાભ થશે

ગરમ પાણીનું રોજ સવારે ખાલી પેટે, ભોજન બાદ અને દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે સેવન કરવાથી આશ્ચર્યજનક ફાયદા થાય છે. તે એવા એવા રોગોમાં લાભ કરે છે જેના માટે આપણે દવા લઈ લઈને પરેશાન થઈ જઈએ છીએ.

શરીરનો દુઃખાવો :

મેદસ્વી દર્દીઓ, સંધિવા કે સાંધાના દુખાવા તેમજ સોજા આવવા જેવી શારીરિક પીડામાં ગરમ પાણીનું સેવન ઉત્તમોત્તમ છે.

માસિક ધર્મ સંબંધીત તકલીફો :

ગરમ પાણી પીવાથી સ્ત્રીઓની માસિક ધર્મ સંબંધીત અનિયમિતતા દૂર થાય છે.

જો માસિક દુઃખાવા સાથે આવતું હોય તો પણ ગરમ પાણીના સેવનથી ખુબ લાભ થાય છે. પિરિયર્ડ્સમાં ગરમ પાણીનું સેવન નિયમિત કરવું જોઈએ.

પેટના રોગો :

ગરમ પાણી પીવાથી કબજિયાત નથી થતો. પેટમાં કૃમિ નથી પડતાં અને કોઈ પણ જાતના કૃમિઓની ઉત્પત્તી નથી થતી. આમાશયનો સોજો એટલે કે કેલાઇટિસ પેચિસ વિગેરે દૂર થાય છે. વધારે પડતો ગેસ થવો, અજીર્ણ તેમજ પેટ ફૂલવું વિગેરે બંધ થઈ જાય છે. યકૃત, આમાશય અને આંતરડાને પણ શક્તિ મળે છે.

મેદસ્વીતા ઘટાડવા માટે :

ગરમ પાણીના સેવનથી પ્રસૂતિ બાદ વધેલું પેટ સામાન્ય શેઇપમાં એટલે કે સૂડોળ બની જાય છે. જમ્યાના એક કલાક બાદ એક ગ્લાસ ગરમ પાણીમાં એક લિંબુ નીચોવી ચાની જેમ ઘૂટડે ઘૂટડે પીવાથી મેદસ્વીતા દૂર થાય છે.

સુંદરતા માટે :

આંખના નીચે કાળા કુંડાળા દૂર થાય છે, ચહેરો સુંદર બને છે અને તેની કાંતિ પાછી આવે છે.

ગરમ પાણી શરીરને નિર્મળ રાખી વૃદ્ધત્વને પાછું ધક્કેલે છે.

વાળની સમસ્યા માટે :

ગરમ પાણી પીવાથી વાળને લોહી પહોંચાડનારી નસોનું યોગ્ય પોષણ થાય છે જેનાથી વાળની સુંદરતા વધે છે અને કસમયે ધોળા થતાં તેમજ ખરતા વાળ માટે આ એક લાભપ્રદ ઉપાય છે.

ગરમ પાણી પીવાથી શરીરમાં લોહીનું સર્ક્યુલેશન બરાબર રહે છે રક્તવાહિનીઓમાં ચરબી નથી જામતી અને તે કારણે શરીરની નર્વસ સિસ્ટમ સામાન્ય રહે છે.

યુરિક એસિડ તેમજ ઝેરીલા પદાર્થ :

ગરમ પાણી પીવાથી પેશાબ વધારે પ્રમાણમાં આવે છે અને તે વાટે શરીરનો યુરિક એસિડ તેમજે ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે.

ગરમ પાણી પીવાનો યોગ્ય સમય :

સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. જો તમે તેમાં મધ અને અરધું લીંબુ નીચોવી પીશો તો વધારે સારું પરિણામ મળશે. ભોજન કર્યાના એક કલાક બાદ ગરમ પાણી પીવું જોઈએ.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

શેર કરો આ આરોગ્યવર્ધક માહિતી મેળવવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ.

 

 

 

 

 

 

ટીપ્પણી