જમતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવુ યોગ્ય છે કે નહિ, જાણીલો તેનો જવાબ…

આપણું પાચન તંત્ર અનેક અંગો, એન્ઝાઈમ અને તેના દ્વારા સ્ત્રાવિત પદાર્થોથી મળીને બનાવેલું હોય છે. તેથી આપણે ધ્યાન રાખવાની જરૂર એ છે કે, આપણું પાચનતંત્ર હંમેશા સ્વસ્થ રહે. આપણું પાચનતંત્ર સોલિડ પદાર્થ હોય કે, લિક્વિડ પદાર્થ હોય, બંનેને એકસાથે પચાવવાનું કામ કરે છે. શરીર માટ પાણી પણ મુખ્ય તત્વ હોય છે, તેથી આખો દિવસ પાણી વધારે પ્રમાણમાં લેતા રહેવું. જેનાથી તમારું શરીર મજબૂત બનશે, અને શરીરનો મળ પણ સોફ્ટ રહેશે.

જોકે, ખાવાનુ ખાતા સમયે પાણી પીવાના મામલે લોકોની વિચારધારા બે પ્રકારની છે. કેટલાક લોકોનું માનવુ છે કે, જમતા સમયે પાણી પીવું સારું હોય છે, તો કેટલાક એમ માને છે કે તે સારું નથી હોતુ. તો ચાલો સમજીએ, આ પાછળનું સાચું ગણિત. આજે આપણે જાણી એકે, ખાવાનું ખાતા સયમે પાણી પીવું યોગ્ય છે કે નહિ.

પેટથી નીકળતા એસિડ

જો આપણે ખાવાનું ખાતા સમયે પેટમાંથી નીકળતા એસિડ વિશે વાત કરીએ તો, મોટાભાગના ડોક્ટર્સનું માનવુ છે કે, જમતા સમયે પાણી પીવાથી કોઈ સમસ્યા નથી થતી. પરંતુ આ બાબતને લઈને અનેકવાર ચર્ચા થઈ છે અને શંકાપણ. ક્યાંક એવું તો નથી ને કે, પાણી પીતા સમયે પેટમાંથી નીકળનારા એસિડ હળવા થઈ જાય છે. જોકે, વાસ્તવમાં એવુ નથી થતું. અનેક હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ અનુસાર, જમતા સમયે પાણી પીવાથી પેટના પીએચ પર કોઈ વિશેષ અસર નથી થતી.

પાચન પ્રક્રિયા

કેટલાક લોકોનું માનવું છે કે, જમતા સમયે પાણી પીવાથી પાચન પ્રક્રિયા સારી રહે છે. પરંતુ આ બાબત સાચી નથી. તમને જણાવી દઈએ કે, પાચન બહુ જ જટિલ પ્રકારની પ્રક્રિયા છે અને તેમાં તમામ પ્રકારના તત્ત્વોનું એકસાથે કામ કરવુ જરૂરી હોય છે, જેનાથી જમ્યા બાદ તમારું સ્વાસ્થ્ય અને તમારું મગજ બંને સ્વસ્થ રહે. તેથી એ જરૂરી છે કે, યોગ્ય સમય પર યોગ્ય વસ્તુઓ જ ખાવી. નહિ કે, જંક ફૂડ જ ખાતા રહેવું.

કબજિયાત અને વધુ માત્રામાં ખાવું

ખાવાનું ખાતા સમયે પાણી પીવાથી તમને કબજિયાતની સમસ્યા નથી થતી. કેમ કે, તે તમારા મળને સોફ્ટ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તે તમારા પાચનતંત્ર દ્વારા ખાવાનું પચાવવામાં પણ મદદ કરે છે. જેનાથી શરીરમાં રહેલા તમામ ટોક્સિક પદાર્થ આસાનીથી બહાર નીકળી જાય છે. કારણકે, ખાવાનું ખાતા સમયે પાણી પીવાથી તમારું પાચનતંત્ર સારી રીતે ચીકનું થઈ જાય છે.

આ ઉપરાંત ખાવાનું ખાતા સમયે જ્યારે તમે પાણી પીઓ છો, તો તમે વધુપડતા ખાવાથી બચી જાઓ છો. પેટમાં જરૂરિયાત મુજબનું જ ખાવાનુ જાય છે. પાણીમાં અનેક ન્યૂટ્રીયન્ટ્સ હોય છે, જે તમારા ખાવાની સાથે ભળી જાય છે. તેમ છતાં તમારે આ પ્રયોગ કરવો કે નહિ, તેની સમસ્યા હોય તો તમારા ડાયટેશિયન કે ન્યૂટ્રીશનિસ્ટની સલાહ બાદ જ પ્રયોગ શરૂ કરો.

લેખન સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ મહત્વની માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ..

ટીપ્પણી