ડ્રાયફ્રુટ શેક – ગરમીમાં ઠંડક આપશે ઉપરાંત ન્યુટ્રીશનથી ભરપૂર આ શેક આજે જ બનાવી તમારા વ્હાલા બાળકોને પીવડાવો ….

ડ્રાયફ્રુટ શેક

ડ્રાયફ્રુટ પારંપરિક રીતે પોષક દ્રવ્યોના પાવરહાઉસ તરીકે ઓળખાય છે. ડ્રાયફ્રુટ શેક નાના બાળકો તેમજ બધી ઉમર ના લોકો માટે ખુબ જ ફાયદા રૂપ છે. તેનાથી ઠંડક થો મળે જ છે. પરંતુ તેની સાથે સાથે કેટલાક પ્રોટીન્સ તેમજ વિટામીન ના પણ ફાયદા મળે છે. આ શેક ઠંડુ તેમજ ગરમ બને માં સરસ લાગે છે.  તે જાણીતી હકીકત છે કે શુષ્ક ફળો અને બદામ આવશ્યક પોષક તત્વો થી ભરેલા છે. નાના પેકેજ માં ઉપલબ્દ હોવા છાતા, તે પ્રોટીન, વિટામીન મિનરલ્સ અને ડાયેટરી ફાઈબર નો વિપુલ સ્ત્રોત છે. ચામડી ના લાભો થી ઔષધીય લાભો માટે, શુષ્ક ફળો અને નટ્સ તમને તમારા આહાર માં શામેલ કરવાથી ખુબ જ ફાયદાઓ થાય છે.  કાજુ થી રક્તવાહિનીઓ તંદુરસ્ત બને છે. પીસ્તા માં વિટામીન B આવેલુ હોય છે. ડ્રાયફ્રુટ તમારા કોલેસ્ટ્રોલ ના સ્તર ને જાળવવામાં મદદ કરે છે. કાજુ માં શૂન્ય કોલેસ્ટ્રોલ હોય છે. તેમજ પિસ્તામાં ચરબી હોય છે જે ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડવામાં મદદ કરે છે..

બદામ નવા રક્ત કોશિકાઓ, હિમોગ્લોબીનની રચના કરવામાં મદદ કરે છે. તેમજ શારીરિક અવયવવો ને યોગ્ય કાર્ય માં મદદ કરે છે.

સામગ્રી:

  • ૧ ગ્લાસ દૂધ,
  • કાજુ,
  • બાદામ,
  • કાળી દ્રાક્ષ,
  • લીલી દ્રાક્ષ,
  • અંજીર,
  • ખાંડ,
  • તકમરિયા.
  • (ડ્રાયફ્રુટ નું કોઈ પણ ચોકસ માપ લેવાની જરૂર નથી જે પણ ડ્રાયફ્રુટ જેટલી પણ માત્રા માં પસંદ હોય એટલા લઇ શકાય છે.)

રીત:

સૌપ્રથમ આપણે લઈશું ડ્રાયફ્રુટ્સ એના માટે મેં લીધા છે. કાજુ, બદામ, કાળી દ્રાક્ષ,લીલી દ્રાક્ષ, અને અંજીર. આમાં આપણા પસંદીના બધા જ ડ્રાયફ્રુટ ઉમેરી શકાય છે.હવે આપણે શેક બનાવવા માટે લઈશું દૂધ. ત્યાર બાદ જેટલા પણ ડ્રાયફ્રુટ્સ લીધા છે તેને પાણી માં પલાળી લઈશું જેથી તે સોફ્ટ થઇ જાય. બધા જ ડ્રાયફ્રુટ ને અલગ અલગ અથવાતો એક બાઉલ માં ભેગા પણ પલાળી શકાય છે. ત્યાર બાદ લીધા છે તકમરિયા જેને પાણી માં પલાળી લીધા છે. આ શેક ઠંડું તેમજ ગરમ પણ કરી શકાય છે, જો શેક ઠંડુ બનાવવું હોય તો તેમાં બરફ અને તકમરિયા ઉમેરી શકાય છે.હવે બધા જ ડ્રાયફ્રુટ ને નીતરી લઈશું. અને મિક્ષ્ચરમાં પીસવા માટે મૂકી દેવા. તેમાં જરૂર પડે તો દૂધ ઉમેરી શકાય છે. જેથી ડ્રાયફ્રુટ જલ્દી થી અન ખુબ જ સારી રીતે પીસાઈ જશે.

હવે ડ્રાયફ્રુટ પીસાઈ ગયા છે. તો તેને એક બાઉલ માં કાઢી લઈશું. તેને થોડા અધકચરા રાખવા જેથી જયારે શેક જોડે ડ્રાયફ્રુટ મોઢા માં આવશે તો ખુબ જ સરસ લાગશે.હવે આપણે લઈશું દૂધ. દૂધ અને તેમાં ખાંડ ઉમેરી ઉફાનો આવે ત્યાં સુધી ઉકાળી લેવું. જેથી દૂધ મીઠું થઇ જશે.હવે તેમાં ઉમેરીશું ડ્રાયફ્રુટ નું મિક્ષ્ચર. અને તેને મિક્ષ કરી ધીમી આંચ ઉપર થવા દેવું.દૂધ ને ધીમી આંચ ઉપર રાખી ખુબ જ ધીમે થી ચમચા વડે મિક્ષ કરતા રેહવું જેથી તે બેસી ના જાય.હવે આપડું ગરમ શેક તૈયાર થઇ ગયું છે તો તેને એક બાઉલ માં કાઢી ઠંડું થવા માટે મૂકી દઈશું.હવે તેને એક કુઈડી(સેર્વિંગ બાઉલ ) અથવા ગ્લાસ માં કાઢી ડ્રાયફ્રુટ થી ગર્નીશ કરી સેર્વ કરો.

નોંધ: શેક ઠંડું ઠંડું પીવું હોય તો આ તૈયાર શેક ને એક ગ્લાસ માં કાઢી તેમાં બરફ ના ટુકડા ઉમેરી તેમાં તકમરિયા થી ગર્નીશ કરી સેર્વ કરી શકો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી