ડ્રાયફ્રૂટ શ્રીખંડ – હવે ઘરે બનાવો હેલ્દી અને ટેસ્ટી શ્રીખંડ એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી ….

ડ્રાયફ્રૂટ શ્રીખંડ

હેલો મિત્રો ઉનાડો આવી ગયો છેને તો રોજ કઈ ને કઈ ઠંડુ જ ખાવાનું મન થાઇ છે. અને બોપરે થાકી ને ઘરે આવ્યા હોય તો જમવાનું તો મન જ નથી થતું. તો આજે હું લઈ ને આવી છું. એક એવિ રેસીપી જેનું નામ સાંભડતા જ મોઢામાં પાણી આવી જાય અને જમવાનું પણ મન થાઈ. ડ્રાયફ્રુટ શ્રીખંડ. શ્રીખંડ આમ તો માર્કેટ માં બોવ જ બધા જાત ના મડે છે. પરંતુ ઘરે બનાવેલા શ્રીખંડ હેલ્દી અને ટેસ્ટી પણ બને છે. જેમાં મે ડ્રાય ફ્રૂટ ફ્લેવર નું શ્રીખંડ બનાવ્યું છે . જે આપડા માટે ખૂબ જ પોસ્ટિક છે. આ શ્રીખંડ અપડે રોજ તો ખાઈ જ સકિએ છીયે તેમજ ફરાળ માં પણ ખાઈ સકીયે છીયે. શ્રીખંડ રોટલી પૂરી જોડે ખૂબ જ સરસ લાગે છે. તેમજ રોટલી જોડે પણ ખૂબ જ સરસ લાગે છે.

ઉનાડા માં જ્યારે મહમનો ઘરે આવે ત્યારે આ જટપટ બનતું શ્રીખંડ પૂરી બનાવી મેહમાનો ને ખૂશ કરી દાઈએ.. તો ચાલો બનાવીએ શ્રીખંડ.

સામગ્રી:

1 બાઉલ દહીં,

½ બાઉલ દડેલી ખાંડ,

½ બાઉલ કાજુ,બદામ,

2 નંગ એલચી.

ગરનીસિંગ માટે:

કાજુ,

અંજીર.

રીત:

શ્રીખંડ એ ખૂબ જ ઓછી સામગ્રીઓ માથી બનતી જટપટ રેસીપી છે.

સૌપ્રથમ શ્રીખંડ બનાવવા માટે અપડે લાઈસુ દહીં. શ્રીખંડ બનાવવા માટે અપડે બહાર નું અમુલ દહીં પણ વાપરી સકીએ અને ઘરે પણ દૂધ માથી મેરવીને દહીં બનાવી તેનો ઉપયોગ પણ કરી સકીએ છીયે.

હવે અપડે એક મોટું બાઉલ લાઈસુ અને તેની ઉપર એક જારી કે કોટન નું કપડું રાખી દેવું. જેથી દહી સાવ કોરું થઈ જાય અને તેનું બધુ પાણી બહાર નિકડી જાય. તેના માટે જો જારી થી ના કરવું હોય તો કોટન ના કપડામાં બાંધી અને દહી ને 10-15 મિનિટ સુધી રાખી દેવું જેથી તે સાવ કોરું થઈ જસે.

હવે દહી માંથી લાગે કે બધુ જ પાણી બહાર આવી ગયું છે. તો તેને એક બાઉલ માં કાઢી લેવું.

હવે અપડે તેમાં ઉમેરીસું દડેલી ખાંડ. ખાંડ દહીં જેટલું પણ લીધું હોય એના અડધા પ્રમાણ માં ખાંડ લેવાની છે.મે એક બાઉલ દહી લીધું છે. જેથી અડધું ખાંડ લીધેલી છે.

હવે અપડે ચમચા વડે એ ખાંડ અને દહી પ્રોપર મિક્સ કરી લાઈસુ.

તે પ્રોપર મિક્સ થઈ જ્ઞ બાદ તેને ચેક કરી લાઈસુ કે તે પ્રોપર મિક્સ થઈ ગઈ છે . જેથી તે ખૂબ જ સરસ બની જસે.

હવે અપડે લાઈસુ કાજુ અને એલચી. કાજુ ના નાના નાના કટકા કરી લાઈસુ. અને એલચી નો ખાંડી ને ભૂકો કરી લેવો.

ત્યાર બાદ તેને શ્રીખંડ ના બાઉલ માં કાજુ અને એલચી નો ભૂકો ઉમેરી દઈસુ. કાજુ ની જોડે તમને ભાવતા બીજા પણ બધા જ ડ્રાય ફ્રૂટ ઉમેરી સકો છો.

હવે તેને ફ્રિઝર માં સેટ થવા માટે મૂકી દઈસુ. શ્રીખંડ ની મજા ઠંડુ ઠંડુ ખાવા માં જ જ આવે છે.

હવે તેને ફ્રિઝર માથી કાઢી સેર્વિંગ બાઉલ માં કાઢી લો. અને અંજીર થી ગાર્નિશ કરી સેર્વ્ કરો. તો તૈયાર છે ઉનાડા માં ઠંડક આપતુ શ્રીખંડ. જે પૂરી જોડે ખૂબ જ સરસ લાગે છે.

નોંધ:શ્રીખંડ ને ઠંડુ કરવા ફ્રીઝર ના કોઈ પણ ખાના માં મૂકી સકો છો. અને ડ્રાય ફ્રૂટ માં તમે કાજુ, બદામ, કિસમિસ વગેરે.. જેવા બધા જ ડ્રાઇ ફ્રૂઇટ્સ ઉમેરી સકો છો. આ શ્રીખંડ તમે ઉનાડા માં રોજ ખાઈ સકો છો. કારણકે આમાં કોઈ પણ પ્રકાર ના એસેન્સ નો ઉપયોગ કરવામાં આવતો નથી.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી