આજનો દિવસ :- ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઇ – ભારતીય અવકાશક્ષેત્રના પિતા

એક વખતની વાત છે એક ઘરમાં એક મહિનાથી બાળકને ટપાલો નિયમિત આવતી હતી અને એ ટપાલોના જવાબો પણ હોશેં હોશેં આપતુ હતુ. આ બાબતથી જયારે બાળકના પિતા નુ ધ્યાન ગયુ એટલે એમણે બાળકને પુછપરછ કરી. તો બાળકે જણાવ્યુ કે “એ ટપાલો તો હુ પોતે જ પોતાને લખુ છુ ! ”

? આ બાળક એટલે જ

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

(૧૨ ઓગષ્ટ ૧૯૧૯ – ૩૦ ડિસેમ્બર ૧૯૭૧)

ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. તે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે.વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા.

તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટિ સેન્ટર, અમદાવાદમાં છે.૧૯૪૧ થી ૧૯૪૬ દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં તેઓએ કૉસ્મીક રેઝ નો અભ્યાસ કર્યો. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-પી.આર.એલ.) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે.

ડૉ. હોમિભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યુ કે તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદ્‌નસીબની વાત હતી. વૈજ્ઞાનીક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબીક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.

ડૉ. વિક્રમભાઇ સારાભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ‘યુવાનો શોધો તેમણે જવાબદારી આપો અને લક્ષ્ય પર પહોચવા તેને મદદ કરો’ આ તેમનો જીવનમંત્ર હતો. તેઓ શિક્ષણ, કલા, ઉદ્યોગ તથા મેનેજમેન્ટક્ષેત્રે પણ ખૂબ પ્રવૃત હતા. તેઓએ કહ્યું હતું ‘મારા જીવનમાં મેં ત્રણ પ્રકારની ભૂમિકા ભજવી છે- વિજ્ઞાની, ઉદ્યોગપતિ અને સરકારી અધિકારી, હું ઇચ્છું છું કે, મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષક તરીકેની હોય.’ 8 ડીસેમ્બર 1971ના રોજ ત્રિવેન્દ્રમ થી 12 કિલોમીટર દૂર કોવાલામની હોટલમાં નિદ્રા દરમ્યાન જ તેમનું અવસાન થયું.

ડો. વિક્રમભાઇ સારાભાઈનું ઓચિંતુ કોઇપણ રોગ ન હોવા છતાં, નિદ્રામાં જ અવસાન થયું. તેમ છતાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહીં અને તેઓના આ પ્રકારના અવસાને અનેક શંકાને જન્મ આપ્યો હતો. ભારત સરકારે ઈ.સ. 1972માં મરણોત્તર ‘પદ્મ વિભૂષણ’નો ખિતાબ આપી બહુમાન કાર્ય હતું. ડૉ. સારાભાઇના અથાગ પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.

? ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે.

? લેખન, સંકલન અને Post : — Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી