સૃષ્ટિમાં જીવન અસ્તિત્વ માટે જળ સંચય- જળનો વિવેકપૂર્ણ ઉપયોગ અને સંવર્ધન શા માટે ?

આપણી માતૃભાષામાં જળ અને પાણી સમાનાર્થી શબ્દો છે. પાણીને જયારે શુદ્ધ કરીને વિવિધ હેતુ માટે ઉપયોગ કરી શકાય તેવુ રુપ આપવામા આવે ત્યારે જળ કહેવાય.

પૃથ્વી પર દરેક જીવના અસ્તિત્વ માટે સતત ચાલતી રહેતી પ્રક્રિયા ને વિવિધ ચક્ર તરીકે વિજ્ઞાનમાં સમજાવામાં આવેલ છે તે ચક્ર આ મુજબ છે.

૧. વાયુ-ચક્ર,
૨. જલ-ચક્ર,
૩. અગ્નિ (એનર્જી)-ચક્ર,
૪. અન્ન-ચક્ર,
૫.જીવ-ચક્ર.

આ દરેક ચક્ર એક-બીજાને આનુસાંગીક રીતે જોડાઇને સતત વિવિધ તબક્કામાં રુપાંતરની પ્રક્રિયા છે જે કુદરતની જીવ અસ્તિત્વ પહેલાથી પૃથ્વીના જન્મ સાથે કે તે પહેલાથી શરુ થયેલ હોઇ શકે.

આજે આપણે આમાંથી માત્ર જલચકને ધ્યાનમા લઇને તેનુ મહત્વ સમજવાનો પ્રયાસ કરીએ. એ વાત એકલીજ જરુરી નથી . પણ જલ-ચક્ર ને જાળવવા આપણો શું રોલ છે, શા માટે આપણે સજાગ થવું ? તેની માટે આ વિચારો વિનિમય છે.

જલચક્ર:=>
^

દરિયા નુ પાણીનુ સુર્યપ્રકાશ થી વરાળમા રુપાંતરણ.

^

વરાળનુ વાદળો મા રુપાંતર થઇ વરસાદ વડે જમીન પર આગમન.
^

જમીન પર, પહાડ પર બરફ રુપે, ઝરણા રુપે, તેમાંથી નદીઓ, અને વિવિધ જિવો દ્વારા તેનો ઉપયોગ થઇને અશુદ્ધિ અવસ્થામાં તેને ગટરવ્યવસ્થા દ્વારા તેનો નિકાલ. અંતે ફરી કોઈ ને કોઇ રુપે દરિયામાં પહોચે છે.

આસરળતાથી સમજણમા આવે એટલે સરળ રુપે રજુ કરેલ છે.

હવે આપણી પાસે ઉપલબ્ધ જળ ની માહિતિ.

૧. પૃથ્વી પર લગભગ ૭૬% વિસ્તારમાં પાણી દરિયા્રુપે છે. જેનો સિધો ઉપયોગ કરી શકાય તેવુ નથી. કારણકે તેમા ક્ષાર અને વિવિધ અશુદ્ધિ છે.

૨. આ પાણી ના અંદાજીત ૭૬% માંથી ૨% થી ૩% પાણી નદીઓ, તળાવ અને ભુગર્ભ જળ રુપે જમીનનિ નીચે રહેલુ છે.

૩. આ દરેક સ્ત્રોતમાંથી આપણે દરેક સજીવ તેનો નિરંતર ઉપયોગ કરીએ છીએ.

૪. આ પ્રક્રિયા કુદરતથી સંચાલિત થાય છે. પણ જો તેમા આપણા વડે કરવામાં આવતા વિક્ષેપો ને જાણીને અને સમજીને ઘટાડવા મા નહિં આવેતો તેના પરિણામો અતિશય ભયંકર વિનાશક રહેશે. જે ત્સુનામી, હિમવર્ષા , કમોસમી વરસાદ , એસિડનો વરસાદ, દુષ્કાળ, રણપ્રદેશમાં વધારો, ભુગર્ભજળમા વધતુ ક્ષાર અને અશુદ્ધિનુ પ્રમાણ. અને ભુગર્ભજળના તળ ઉંડા જવાથી લઇને સુકાઇ જવા સુધી ના રહે.

આજે આ જળશમસ્યા વિકટ થવાથી ભવિષ્યમાં શુ થઇ શકે તેની સંભાવના અને તેમાંથી કઇ રિતે બચાવ થઇ શકે. આપણે શું કરીને તેમા સહભાગી થઇ શકાય તે જણાવુ છું .

આપણે દરેક જીવને જિંદગીના અસ્તિત્વ માટે હવા , પાણી અને ખોરાક પ્રાથમિક જરુરિયાત છે. અને તે માટે દરેક જીવ પ્રક્રુતિ ને આધારિત છે. આ પ્રક્રુતિ નુ જતન એ દરેક જીવની ફરજ નહિં પણ પોતાના અસ્તિત્વ ને જાળવી રાખવાની પ્રાથમિક જરુરિયાત છે.

આપણે તે માટે જલચક્રને જાણ્યું . હવે તે જલચક્રને જાળવી રાખવા ના ઉપાયની જાણકારી મેળવી તે માટે આપણા જીવન જીવવાની પદ્ધતિ માં સુધારો કરીએ.

વ્યક્તિગત પારિવારિક જવાબદારી.

૧. વ્યક્તિગત અને પારિવારિક રીતે પાણીનો ઉપયોગ અને તેની બચત.

સામાન્યપણે દરેક માણસોને પિવાનુ પાણી ૩લી. થી ૫લી., ન્હાવા અને અન્‍ય દૈનિક કાર્યો માટે ૪૦લી. થી ૫૦લી. અા હિસાબ મુજબ પાંચ માણસોનાપરિવાર ને ૨૫૦લી. થી ૩૦૦લી. નો પાણીના જથ્થો પર્યાપ્ત છે.
આ સામે એવરેજ વપરાશ ૨૦% પરિવાર માં ૧૦૦૦લી. થી વધારે ૨૦% પરિવાર માં ૮૦૦લી. ૨૦% પરિવાર ૪૦૦લી. હોય છે. આ સામે અમુક પરિવાર માત્ર ૧૫૦લી. પાણી ઘણી તકલીફો વેઠીને મેળવે છે. અને ઘણા પરિવાર ને પિવાના પાણી માટે પણ ફાફા મારવા પડે છે.

આપણે જે પાણી મેળવીએ છીએ તેના માટે પણ ઘણો ખર્ચ અને વ્યવસ્થા કરવી પડે છે અને તેને જાળવી રાખવામાં પણ આયોજન અને નાણા સાથે શક્તિ વપરાય છે.

તો એને સાચવી ને ઉપયોગ કરવા આ રસ્તાઓ અપનાવી શકાય.

૧. દરેક કામ માટે જેટલું જરુરી છે તેટલુ જ પાણી ને લેવાની આદત રાખવાની.

૨. આપણા ઘર અને વ્યવસાયનિ જગ્યા (પોતાની) પરના નળ કે પાઇપલાઇન કોઇ પણ લિકેજ ન રહેવા દેવુ.

૩. પાણી નો બગાડ ન થાય તે માટે જાગૃત રહેવુ.

૪.અત્યારે ઉપલબ્ધ આધુનિક વ્યવસ્થા અને સાધનોનો ઉપયોગ કરીને જળનો બગાડને રોકવો.

૫. હમેશા સ્વચ્છતાને નિયમિત જીવન મા રાખીને પણ પાણી નો બગાડ અટકાવી શકાય.
૬. વરસાદના પાણીને બોરવેલ, કુવા રિચાર્જ કે સંગ્રહ કરવાની વ્યવસ્થા કરવી.

=>
સંચાલક સોસાયટી, સરકાર અને નગરપાલિકા ને પાણના વિતરણ અને તેની વ્યવસ્થા ને યોગ્ય આયોજનની સાચવી.

૧.આ પાણીનીવ્યવસ્થા ને સમયાતંરે તપાસતા રહેવી.
૨. પાણી ના સ્ત્રોત ડેમ, કુવા અને નદી ને જાળવી રાખવી.તે સ્વચ્છ રહે તે માટે સભાનતા હમેશા રાખી

૩. જરુરી નવા આયોજનોને યોગ્ય રિતે યોજનાબધ અમલમાં મુકવા.

૪.વરસાદના પાણીને સંગ્રહ સ્ત્રોત સુધી પહોચે તેની યોગ્ય સવલત હોય તો જાળવવી.
અને ના હોય તો તેની ગોઠવણી કરવી.
૫. વિતરણ વ્યવસ્થા મા બગાડ ન થાય તેની કાળજી અને મોનીટરીંગ કરવુ.
૬. સતત સારી વૈજ્ઞાનિક પદ્ધતિ ને આવકારીને યોગ્ય યોજનાઓ ને સમસર પુરી કરવી.
૭. વિવિધ નદીઓ, તળાવ, ડેમ જેવા જળના સ્ત્રોત ને યોગ્ય રિતે જાળવવા માટે આયોજન અને સમાજમાં સ્વયંશિસ્ત ની કેળવણી કરી જાગૃત રાખવો.

જળનો ઉપયોગ આપણી પ્રાથમિક જરુરિયાતથી શરુ કરીને ખેતી,અૌધ્યોગીક કારખાના, આરોગ્યમાટે થાય છે.
આ દરેક ક્ષેત્રે તેનો ઉપયોગને નિયમનકારી રીતે કરવાની વિવિધ પદ્ધતિઅો આપણને સંશોધનો રુપે મળે છે. જેના વડે આપણે જળવપરાશને યોગ્ય રાખી શકાય.
મહત્વનો મુદ્દો એ છે કે આ વપરાશ કર્યા બાદ જે પાણી અશુદ્ધ રુપે નિકળે છે તેનો યોગ્ય રિસાઇકલયોજનાઓ અને તેના થકી પર્યાવરણ નુ નુકશાન ઘટાડવુ. જેટલા જાગૃત રહીને આપણે આ વોટર-રિસાયકલ ની પધ્ધતિઓ અપનાવી તે પ્રમાણમા આપણને જળસ્તોત્ર ની આવરદા લંબાવામાં સફળતા મળશે. અાપણે પર્યાવરણ ને દુશીત થવાનુ પ્રમાણ ઘટાડી શકાય.

વિવિધ સંચાલન કરતી શહેર, ગ્રામ, રાજય, દેશની માત્ર આ તમામ જવાબદારીઓ છે તેમ માનવું અને કહેવુ યોગ્ય નથી.

આ સંચાલક સંસ્થા આપણે ચુકવેલા કરના નાણાના ઉપયોગ થી જ નાના ચેકડેમોથી શરુકરી નર્મદા યોજના ના સરદાર ડેમ જેવી મહાકાય યોજના. ભુગર્ભગટરોનુ આયોજન નાના ગામથી મોટા શહેરોમા કરે છે અને આ તમામને જાળવવા અબજો રુપયાનો ખર્ચ સતત રહે છે. માટે જ આપણે જાગૃત રહીને જો આ વ્યવસ્થા જળવાઇ તેમ આપણી જીવનપધ્ધતિ રાખવાથી આપણે પોતે અનેક પાણીજન્ય રોગોથી બચી શકાય. પાણી ની તંગીથી બચી શકાય.

હા આ અનેક આયોજનો રાતોરાત તૈયાર ન થાઇ. આ આયોજનોમાં કયારેક કોઇ ભુલ રહે. તો તે ભુલ સુધારો કરવાનો આપણી પાસે ઉપાયો હોય તો તે જે તે સંબંધિત વિભાગમા યોગ્ય રિતે રજુ કરવાથી નિરાકરણ નો માર્ગ નિકળે. માત્ર ટિકા કરવાથી પ્રશ્નો નુ નિરાકરણ થવાનુ નથી.

આજે કેટલાક રાજ્ય માં વહેતી નદી ના પાણી ના વિતરને લઇને હિંસક જગડા સુધી વાત પહોચે છે. પણ શુ આવી રિતે નિરાકરણ આવશે ?!
આપણે જે રીતે પાણીનો વેડફાટ કરીએ છીએ તે રિતે શુ નર્મદા યોજના જેવી ૧૦ યોજના બાદ પણ પાણીની જરુરિયાત પુરી થઇ શકે ?!

વિચારીએ અને આજથી જ આપણે પાણી નુ મુલ્ય સમજીને તેને બચાવવા ની પધ્ધતિઓ, દુષિત પાણીના નિકાલની યોગ્ય યોજનાઅોને અપનાવીએ. આપણી આજની જિંદગીને આ સુધારા વડે યોગ્ય કરીને. આપણર આપણા સંતાનો માટે પણ યોગ્ય પર્યાવરણ અને જિંદગી ને જીવવાનો અભિગમ ભેટ અને સંસ્કારો રુપે આપશુ તો તેનાથી ઉતમ બીજુ શુ હોઇ શકે !

આપના અંદર બિરાજતા પરમાત્માના અંશને મારા વંદન.

લેખક : ડો. નચિકેત એ. પંડયા

દરરોજ આવા માહિતીસભર લેખ અને અનેક વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી