જળને જરુરિયાત મુજબ જ વાપરો – જળને રિસાયકલ કરતા શીખો…

જળ એ જ જીવન

જળ એટલે જે પાણીને આપણે શુદ્ધ કરીને આપણા ઉપયોગિતા મા લાવી શકાય. જળને આપણે બનાવી શકતા નથી. પણ કુદરતી સ્ત્રોતમાંથી મેળવીએ છીએ. દરેક જીવના અસ્તિત્વ માટે જળ દૈનિક જરુરિયાત છે.

આજે આપણે જાણીયે છીએ કે સૃષ્ટિમાં રહેલા ૭૬% પાણી માંથી આપણે ઉપયોગમાં લઇ શકાય તેવો પાણીનો જથ્થો માત્ર ૩% થી ૪% જ છે.
આ પાણીનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ અને રીસાઇકલીંગ એ આપણા દરેક જીવના અસ્તિત્વ માટે અનિવાર્ય છે.

આજે આપણે જળને બચાવાના વિવિધ ઉપાયની જાણકારી મેળવીએ.


આપણા ઘરના વિવિધ નળફિટીંગ્સ ના નાના મામુલી લીકેજને અટકાવાથી ૧૦૦૦લી. પાણી દર મહિના માં બચત થશે.

બ્રસ કરતા સમયે નળ બંધ રાખવાથી ૭૦૦લી./ માસ.
શેવીંગ કરતા સમયે નળ બંધ રાખવાથી ૨૦૦લી./માસ પાણી ની બચત થાય.


શાવરમાં ન્હાવાને બદલે જો આપણા દેશના લોકો બાલટીમા પાણી લઇને સ્નાન કરેતો રોજ ૬૨૫કરોડ લી. પાણી બચે.વાસણ માંજતા સમયે ટબમાં પાણી લઇને વાસણો સાફ કરવાથી રોજ ૨૦લી. પાણીની બચત થશે.


ટોઇલેટના લિકેજ અટકાવાથી મહિનાનો ૫૦૦૦લી. પાણી નો બગાડ અટકે. ટોઇલેટને ફ્લશ કરવા બાલટી વાપરવાથી ૧૨૫લી. પાણી દૈનિક બચશે.કાર અને બાઇક વોશ માટે નળીના બદલે બાલટીમા પાણી લેશો તો ૧૩૦૦લી. પાણીની બચત થશે.


આર.ઓ.ના વેસ્ટ પાણીને છોડને આપવા, વાસણ-કપડા માટે કે કારવોશ માટે ઉપયોગમાં લેવાથી ૭૦લી. પાણી બચે.

અંતમાં હુ એટલી વિનંતી કરુ છું.

*જળનુ મુલ્ય સમજો.*
*જળને જરુરિયાત મુજબ જ વાપરો.*
*જળને રિસાયકલ કરો.*

*આજથી આ આપણો જીવનમંત્ર બનાવવામાં આવેતો આપણે જળસંચય કરીને જળસંકટનો સામનો કરી શકાય*

લેખક : ડો.નચિકેત એ. પંડ્યા

દરરોજ આવી અનેક ઉપયોગી અને જાણવા જેવી પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ-  જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી