શુ છે જિંદગી ? અને શું છે સમયનું મહત્વ વાંચો અને જાણો…

શુ છે જિંદગી?!

આપણે દરેકના જીવનમાં અનેક વાર ઉદ્દભવતો પ્રશ્ન.

આખરે છે શું આ જિંદગી ?!
શું મતલબ છે આ યાત્રા નો !

આ સવાલનો જવાબ અનેક રીતે વિવિધ માધ્યમથી અગણિત લોકોએ આપવાનો પ્રયાસ સદિઓ થી કરેલો છે.
અને આજે પણ આ સવાલનો જવાબ દરેક પોતાની સમજ મુજબ વિવિધ રુપે કલાકારો, સાહિત્યકારો, એક્ટરો, રમતવિરો, સાહસિકો, વિચારકો, વૈજ્ઞાનિકો અને શિક્ષકો થી શરુ કરીને દરેક વ્યક્તિ તેનો જવાબ આપે છે.

દરેક ની દ્વષ્ટિએ જિંદગી ના અલગ રુપ છે અને તે દરેક સત્ય પણ છે. અમુક જવાબ વ્યક્તિગત રિતે સાચા છે, અમુક જવાબ નિશ્ચિત સમુહ માટે સાચા છે.
તો નિશ્ચિત જવાબ સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ જેવા વિચારકોએ આપેલા છે તે ઘણા આયામ થી સત્ય છે.
દરેક સમયે થયેલા અવતારોએ આ પ્રશ્ન નો જવાબ તેમના સમગ્ર જીવન થી આપેલો છે. તે કૃષ્ણ, રામ, શિવ, મહમદ પૈગંમ્બર, ઇશુ, ગુરુનાનક, બુદ્ધ , મહાવીર ….. અનેકે આપેલો છે.

પરમાત્મા ના અંશ નો વિવિધ દેહ રુપે જન્મથી ફરી પરમાત્મા માં વિલિન થવા સુધી ની યાત્રા ને મોક્ષકહિ શકાય. અને આ યાત્રા માટે દરેક જિવે વિવિધ દેહ રુપે સમગ્ર જીવન દરમ્યાન કરેલા પ્રયાસને જીવન કહી શકાય.

આપણો માનવ દેહે જન્મ થયો તેનુ અંતિમ લક્ષ્ય પણ એજ છે. જે દરેક ક્ષણે આપણને સમજાતું નથી. એ સહજ વાત છે.
આપણે જીવનમા દરેક પડાવ પર જેમ પોતાની સમજણ મુજબ આગળ વધતા રહેશું તેમ તે વાત સમજણ માં આવતી જશે. અને જીવનમાં આપણને સતત સર્જન કરતા તે રસ્તા પર આગળ લઇ જશે.

જેમ એક નાના બિજમાં સમગ્ર વૃક્ષ વિકસિત થવાની પુરે પુરી સંભાવનાઓ રહેલી છે. પરંતુ દરેક બીજમાંથી વિશાળ વૃક્ષ નુ સર્જન થતુ નથી. તેમ દરેક માનવને નિશ્ચિત લક્ષ્ય માટે પરમાત્મા તરફથી મળેલી ભેટ છે. નિશ્ચિત સમય માટે નિશ્ચિત રિતે જિંદગી વ્યતિત કરીને નિશ્ચિત કાર્યો કરીને જવાની અમુલ્ય તક એટલે જીવન.

જેમ યોગ્ય માટીમાં બીજને રોપવું પડે છે. તેમ આપણી કાળજી આપણા માતાપિતા એ રાખેલી તેવીજ કાળજી આપણે પોતાની રાખવાની, આપણા પોતાના સંતાનની રાખવાની. અને વડીલની પણ રાખવાની.

જેમ બીજ માંથી વૃક્ષ થવાની સફર પણ સમય લે છે તેમ આપણા પોતાના સર્વાગી વિકાસ ની પ્રકિયા પણ સમયાંતરે થાય છે. તે ના માટે કોઇજ શોર્ટકટ કે રસ્તા કે રેડીમેઈડ પ્લાન નથી. પરંતુ જેમ જેમ જીવન માં આગળ પ્રગતિ કરતા જશું, સમજવાનો સતત પ્રયાસ કરતા રહેશુ તેમ સમજાતું જશે.

અને એક સમયે વિવિધ ઉપલબ્ધિઓ ના ફળો અને પ્રયાસોની ડાળોથી ઘેઘુર વૃક્ષ સમાન જીવન જીવંત બની જશે. અનેતેનો આનંદ સાથે માણવાનો અને અન્યોને પણ તેમાથી અર્પણ કરતા રહેવાનુ સરળ બનતુ જશે. કારણકે ત્યારે તે અર્પણ કરવાની ભાવના આપણા માં સહજ સ્વભાવ રુપે આત્મસાથ થઇ ગઇ હશે.

માટે જીવંત રહીને જિંદગી માં હમેશા કોઇ પણ પરિસ્થિતિ માં પોતાનામાં રહેલી સારુ સર્જન કરવાની શક્તિ ને જિવંત રાખવાથી કયારેય પાછા પડવાનો કે નિસ્ફળજવોનો પ્રસંગ આવશે નહિ.
હા બની શકે કે દરેક કરેલો પ્રયાસ સફલ ના બને. પણ જો યોગ્ય જતન અનેધીરજ થી પ્રયાસો ચાલુ રહેતો તેનુ પરિણામ સફળતા અચુક છે.

આપના જિવન માટેના અભિગમ અને પ્રયાસ માટે આપને શુભેચ્છા. આપના માટે જિંદગી હમેશા ઉત્સાહી રહે.

ચિંતન ઝરુખે: સમય


સમજીને સરળતાથી બની સહજ.

મનથી કરીએ મનન સ્વને જાણવા.

યોગ્યતા ને પામવા કરીએ યાત્રાજીવન રુપીનાવમાં.

રાખી હલેસા પુરુષાર્થ ને સાહસના. કરશે સંચાર અંદર બિરાજતા પરમાત્મા નો અંશ.
કરતવ્ય પાલન કરશુ કર્મ રુપે અકર્મણ્ય ભાવથી. આ સૃષ્ટિ રુપી સાગરમાં નિશ્ચિત છે યાત્રા આપણી. તો શાંત ચિતે કરીએ કર્મ જે મળે છે અંતરે બિરાજતા કૃષ્ણ ના નિર્દેશ રુપે.
યોગ્ય સમયે મળશે અંતિમ પડાવ. થશું એકાકાર થઇ વિલિન પરમ તત્વમાં.

કહો મોક્ષ કે બુદ્ધત્વ છે.
છે તો પરમ થી પરમાત્મા ની યાત્રાજીવન ની છે.

મનજી કરે નિત યાત્રાભિતરની,
મેળવેકેવુ નિત નુતન અંતરથી !

મનજી કરે જત જાત્રા ઉતરની,
મેળવેકેવુઉતમ માત્ર ઉદયની!
મનજી કરેસત જાત્રા દક્ષિણની,
મેળવેકેવુ પુણ્યમાત્ર દર્શનથી!
મનજી કરે પદ યાત્રાપુરબની,
મેળવેકેવુ પરમ માત્રપ્રસ્વેદથી!
મનજી કરે પુર્ણ યાત્રા પશ્ર્ચીમની,
મેળવેકેવુ સત માત્રઅનંતથી!

મનજી કરે સંપૂર્ણ યાત્રા અગમથી,
મેળવે કેવુ સંપૂર્ણસત્ય/ગાત્ર અંતરથી!

(અછંદાશ રચના.)

આપના અંતરમાં બિરાજમાન પરમાત્મા ના અંશને મારા વંદન

લેખક : ડો. નચિકેત એ.પંડ્યા, રાજકોટ

દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી