કાળી યુવતી ટી-શર્ટ ઉતારતાં જ બની ગઇ ધોળી, પકડાઈ ડવની ‘ચીટિંગ’

- Advertisement -

ડવએ તેની લેટેસ્ટ જાહેરાતમાં ડાર્ક સ્કિનવાળી સ્ત્રીને ટીશર્ટ ઉતારતા જ વ્હાઇટ થઇ જાય છે તેવું દર્શાવ્યું છે
અમેરિકાની વોશિંગ્ટન પોસ્ટે પણ આ વિશે સવાલો ઉઠાવ્યા છે. જેનો જવાબ ડવ અથવા તેની સાથે જોડાયેલી કોઇ કંપની તરફથી નથી આપવામાં આવ્યો.
જાણીતી કોસ્મેટિક બ્રાન્ડ ડવએ તેની લેટેસ્ટ એડમાં કાળી યુવતીને ટીશર્ટ ઉતારતા જ ગોરી દર્શાવી છે. ડવની આ મૂરખ બનાવતી એડથી તેના ગ્રાહકો સહિત અન્ય પણ લોકો રોષે ભરાયા છે. સોશિયલ મીડિયામાં 4 ફોટોગ્રાફ્સ સાથે પોસ્ટ થયેલી આ એડનો વિરોધ થયો છે. ડવએ એકસાથે એવા ફોટોગ્રાફ્સ લૉન્ચ કર્યા છે જે સ્પષ્ટ રીતે જાતિવાદને પ્રોત્સાહન આપે છે. સૌથી વધારે વિવાદ જે કેમ્પેઇન પર થઇ રહ્યો છે તેમાં એક અશ્વેત મહિલા બાથરૂમમાં જોવા મળે છે. જેની બાજુમાં એક બોડીવોશ રાખેલું છે. મહિલા પોતાની ટીશર્ટ ઉપર કરે છે. ત્યારબાદ બીજી તસવીરમાં એક શ્વેત મહિલા હસતી જોવા મળે છે.

કેમ્પેઇન વિરોધ બાદ કંપનીએ માફી માંગી
– આ કેમ્પેઇનના વિરોધ બાદ કંપનીએ ટ્વીટર અને ફેસબુક પર પોસ્ટ કરીને માફી માગી છે. જોકે, કંપનીએ એ સ્પષ્ટતા નથી કરી કે શા માટે જાતિભેદ કેમ્પેઇન શરૂ કર્યુ.
– અમેરિકાની વોશિંગ્ટન પોસ્ટે પણ આ વિશે સવાલો ઉઠાવ્યા છે. જેનો જવાબ ડવ અથવા તેની સાથે જોડાયેલી કોઇ કંપની તરફથી નથી આપવામાં આવ્યો.
– કોઇ સાબુના ઉપયોગ બાદ અશ્વેત મહિલા શ્વેત સ્ત્રીમાં બદલાઇ જાય તે એક જાતિભેદનો સંદેશ આપે છે. એવું લાગી રહ્યું છે જાણે અશ્વેત હોવું અને ગંદા હોવું એક જેવું છે.
– આ પ્રકારનું એક કેમ્પેઇન નીવિયા બ્રાન્ડે શરૂ કર્યુ હતું, જેની ટેગ લાઇન ‘સફેદ પવિત્ર છે’ (white is pure) હતી.

જાતિવાદના વિરોધમાં લોકોએ કેમ્પેઇનની કરી ટીકા
– જાણીતી સોપ કંપની ડવએ તેની લેટેસ્ટ જાહેરાતમાં ડાર્ક સ્કિનવાળી સ્ત્રીને ટીશર્ટ ઉતારતા જ વ્હાઇટ થઇ જાય છે તેવું દર્શાવતા ટીકાનો ભોગ બનવું પડ્યું છે.
– આ કંપનીએ બાદમાં માફી માંગતી હતી. ‘જે ઇમેજ અમે હાલમાં જ ફેસબુક પર પોસ્ટ કરી છે, તેમાં સ્ત્રીના રંગને યોગ્ય રીતે દર્શાવવામાં ચૂક થઇ ગઇ છે. આના કારણે લોકોની લાગણીઓને જે ઠેસ પહોંચી છે તેનો અમને ખેદ છે.’
– ગણતરીની મિનિટોમાં જ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ફરતી થઇ ગઇ હતી. એક યુઝરે લખ્યું હતું કે, ‘શું તમને આ યોગ્ય લાગે છે? તમારી આખી ટીમ એક તરફ બેસીને આ વસ્તુને જોઇ રહી? કેવી રીતે?’
– વધુ એક યુઝરે લખ્યું હતું કે, ‘તમારી આ ઇમેજના કારણે હવે મને કપડાં બદલતા પણ ડર લાગે છે. વળી, હું વ્હાઇટ સ્કિન જ શ્રેષ્ઠ છે તેવું ક્યારેય નથી માનતી. શરમજનક!’
– જાહેરાતના આ ફોટોગ્રાફના વાઇરલ થયા બાદ કેટલાંક યૂઝર્સે ડવ કંપનીની જૂની એડવર્ટાઇઝમેન્ટ અને ટેગલાઇન પણ પોસ્ટ કરી હતી.
– આ સિવાય સોશિયલ મીડિયા પર 19મી સદીમાં પીઅર સોપ કંપનીની એડ્સના ફોટોગ્રાફ પણ વાઇરલ થયા હતા.

આ એડમાં વધુ એક સ્ત્રીઓની પેનલ પણ દર્શાવી હતી. પરંતુ આ ફોટોગ્રાફ ફરતો થયો બાદ તેઓએ આ એડવર્ટાઇઝમેન્ટને ઉતારી દીધી હતી. સૌથી પહેલાં મેકઅપ આર્ટિસ્ટ નાઓમી લેન બ્લેકએ આ ફોટોગ્રાફ સામે વાંધો દર્શાવીને તેને વાઇરલ કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર યૂઝર્સે તેની ટીકા કરવાનું શરૂ કરતાં કંપનીએ જાહેરમાં માફી માંગી હતી.

સૌજન્યઃ દિવ્યભાસ્કર

ટીપ્પણી