“સંજોગ પણ કેવાં થયાં. ના હું કશું જાણી શક્યો, ના એ કશું મને જણાવી શકી !” ખુબ સુંદર વાર્તા….

દોસ્તીની પરિભાષા

અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં આવેલપ્રમુખનગરમાં આવેલ ‘દિવ્ય-કુંજ’ નામનાંબેમાળના આલેશાન ઘરમાં રીતેશમાસાનોપરિવાર સુખેથી વસવાટ કરતો હતો. હજી મને યાદ છે એ ઘરની એક એક વાત. હા, આ એ જ ઘર છે. આ ઘરને હું કેમ ભૂલી શકું!

મારા મમ્મી અને પ્રીયામાસી નાનપણની સખીઓ. અમારા ઘરની પરિસ્થિતિ એકદમ નાજૂક.સવારનું જમવાનું નક્કી હોય પણ,સાંજનું શું જમવા મળશે એ પણ ખબર ના હોય એવી પરિસ્થિતિ અમારી. ને માસીની તો વાત જ ના કરી શકાય. એમનાં પરિવાર પર તો લક્ષ્મીદેવીના ચાર હાથ નહિ પણ, આઠ હાથ હોય તેવી તેમના ઘરની સુખ સાયબી. હવેલી જેવું એમનું ઘર. ને એ ઉપરાંત તમામ ભૌતિક સુખ ભોગવવાના સાધનો.

આ એ વખતની વાત છે જ્યારે હું મારી માના ખોલે ને નિશી એની માના ખોળે આળોટતા હતાં. ધીરે ધીરે અમે બંને મોટાં ને સમજદાર બની ગયાં. જેવી મિત્રતા અમારી માતાઓને હતી. એવી જ મિત્રતા મારી અને નિશી વચ્ચે. અમારો ઉછેર ખુબ અલગ અલગ વાતાવરણમાં થયો.

મારું ઘર સાવ સામાન્ય ને નીશિનું એકદમ અમીર. મારા ઘરે બે ટંક જમવાના પણ સા સા પડે, તો નીશીનાં ઘરે એ પાણી માંગે ત્યાં દૂધ હાજર થઈ જતું. હું સરકારી શાળામાં ભણ્યો, તો એ અમદાવાદની સારામાં સારી ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં. પણ હા, અમારી દોસ્તીમાં કોઈ ફર્ક નહિ. અમે બંને એક્બીજાને જેટલાં સમજી શકતા તેટલું અમને બન્નેને કોઈ જ ના સમજી શકે.

હજી મને યાદ છે એ દિવસો જ્યારે હું કોલેજનાં અભ્યાસ અર્થે અમદાવાદ આવ્યો હતો. ત્યારેમારે પ્રિયામાસીના જ ઘરે રહેવાનું નક્કી થયેલ. જ્યારે હું મારા બિસ્તરા પોટલાં લઈને ત્યાં પહોચ્યો હતો. ત્યારે નિશી એટલી ખુશ થઈ હતી કે એને મને આવતો જોઇને કુદકા મારતી, બૂમાબૂમ કરતી મને સામે લેવા આવેલી.

અમારા બનેની કોલેજનાં ટાઈમ અલગ હતાં.ને હું પણ પાર્ટટાઈમ જોબ કરતો હોવાથી અમે બહુ ઓછા મળી શકતાં. પણ એકબીજાના મનની મૂઝવણ કહ્યાં વગર જ સમજી શકતા હતાં.

એ જ્યારે રડેલી હોય તો મારી આંખોમાં આંસુ આવી જતાં. મારું મન બેચેન બેચેન રહ્યા કરે! મને ક્યાય ચેન જ ના પડે. તો સામે નીશિને પણ સેમ ફીલ થાય. જો મારે કોઈ પ્રોબ્લમ હોય તો.

અમારી દોસ્તીથી અમારા બંનેના ઘરનાં પણ ખુબ હેપ્પી હતાં. અમારી દોસ્તીથી અમે ક્યારેય અમારી ફેમિલીને તકલીફ નહોતી પડવા દીધેલ.

જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સંજોગ આપોઆપ બદલાતાં ગયાં. નીશીના મેરેજ ફોરેનમાં રહેતાં કેનિન જોડે કરવામાં આવ્યાં. મેંમેરેજ કરવાનું વિચારવાને બદલે મારા બીઝનેસ પર વધારે ધ્યાન આપ્યું. ચા નાસ્તાની લારીથી મારો ધંધો ચાલુ કરેલો. આજે મારી મહેનત અને લગનથી આખા ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં તેની દસ બ્રાંચ ઉભી કરી છે.

હું મારા ધંધામાં જ એટલો વ્યસ્ત હતો કે મેં ક્યારેક નિશી વિષે વિચાર્યું જ નહિ. એની યાદ તો ખૂબ આવતી. અને આવે જ ને મારી બચપણની સાથી જો હતી. પણ મને એમ કે એ એની લાઈફમાં ખુબ હેપ્પી હશે! એટલે મેં ક્યારેય કોઈ કોન્ટેક કરવાની ટ્રાય ના કરી.

પણ એક દિવસ બન્યું એવું કે, મારા એક મિત્રના ઘરે મારે જમવા જવાનું થયું. હું જમવા પણ ગયો. બત્રીસ જાતના ભોજનથી શણગારેલ થાળી મારી સામે મૂકવામાં આવી. ખુબ પ્રેમથી ને આગ્રહ સાથે મને જમાડવામાં આવ્યો. હું પણ મન મૂકીને જમ્યો.
હવે આગ્રહ કરવાનો વારો આવ્યો.

“ આ રસગુલ્લાં ઘરે બનાવ્યાં છે. હજી બે ચાર ખવડાવીદો.”, મારા મિત્રનાં પત્નીએ આગ્રહ કરવા મારા મિત્રને કહ્યું.

“અરે! ના…..ના, નહિ ચાલે”

“ના તો પડાય જ નહિ! નાલો તો તમારી પ્રિય વ્યક્તિનાં સમ”

“બસ, આ શબ્દ કાનમાં પડતાં જ મને નિશી યાદ આવી ગઈ, મારી આંખોમાં પાણી આવી ગયાં. ને મેં બે ચાર નહિ પણ જેટલાં બનાવ્યાંહતાં એ બધા જ રસગુલ્લાં આરોગી લીધા.”

છેલ્લા સમ સાંભળી ફરી વાર ભૂખ્યો થઈ ગયો હોય એવું લાગ્યું.જેમ જેમ રસગુલ્લાં ખવાતાં ગયાં તેમ તેમ મારી નસેનસમાં, શ્વાસે શ્વાસમાં નીશીની યાદ વહેવાં લાગી.

મેં જલ્દી જલ્દી જમીને વિદાય લીધી. મારા પગ એ જ શાહીબાગ સોસાયટીના એ વેરાન અવાવરું ઘર પાસે આવીને થંભી ગયાં.
વર્ષો પહેલાનું ક્યાં એ ઘર ને ક્યા આજનું આ ખંઢેર જેવું ઘર!

મને જોઈ બાજૂમાં રહેતાં મીનાબેને બૂમ મારીને બોલાવ્યો. હુંકશું પૂછું એ પહેલાં જ એમણે મને નિશીની અથ થી ઇતિ સુધીની તમામ વાત કરી. સાંભળી ખૂબ દુખ થયું.

નીશીના કેનીન સાથે લગ્ન થયાં બાદ, નિશી ઓસ્ટ્રેલીયાના સિડનીમાં સ્થાયી વસવાટ કરવા લાગી હતી. નિશી અને કેનિન પણ ખુબ ખુશ હતા એકબીજાથી. બંનેની લાઈફમાંબંને એકબીજાથી સંતુષ્ટ હતાં. લગ્નનાં બે જ વર્ષમાં નીશીના ઘરેપારણું પણ બંધાયું. બાર્બી ડોલ જેવી ઢીંગલી એનાં આંગણાનાં બાગમાં કળીમાંથી ફુલ ખીલે એમ તાજા ખીલેલાં ફૂલની માફક ખીલી રહી હતી.

એનું નામ પણ નીશિએ પરી પાડ્યું. જે મને ખુબ ગમતું હતું. એ સાંભળી મને થયું કે મારી અને નીશીની વાતો ભૂલી ન હતી. મેં એકવાર એને વાતવાતમાં કહ્યું હતું કે, જ્યારેતારા ઘરે દીકરી જન્મશે ત્યારે હું એનું નામ પરી પાડીશ! આખરે હું તારો મિત્ર છું. તો હું એક મિત્રનો હક્ક ત્યાં અદા કરીશ. અને નીશિએ પણ એ જ નામ રાખ્યું. એ જાણી મને ખુબ આનંદ થયો. હુંઆગળ કઈ પૂછું એ પહેલાં જ એ માસી નિસાસો નાખીને બોલ્યાં.

“પણ અફસોસ! ભગવાનથી પણ આ સુખી અને પ્રેમાળ દંપતિનો પ્રેમ ના જોવાયો!”
“એટલે? મારાથી એકદમ પૂછાઈ ગયું.”

“કહું છું, મને થોડો વિસામો તો લેવાદે, ભારે ઉતાવળો!” , મને છણકો કરતાં વાતનો દોર આગળ વધારો.

“લગ્ન પછી એક સંતાનની માતા બની ચૂકેલી નિશી એકવાર પણ ઇન્ડિયા આવી ન હતી. પરી થોડી મોટી કે તરત જ એ અહિયાં આવવાની હતી. જ્યારે અહિયાં આવવા માટે પોતાનાં ઘરેથી એરપોર્ટ જવા માટે કારમાં નીકળી ત્યારે રસ્તામાં જ એ લોકોનું ભયંકર કાર એકસીડન્ટ થયું. એરપોર્ટ પહોચવાની જગ્યાએ બિચારીને હોસ્પિટલ પહોચવું પડ્યું!”

કેનિન અને નિશીનાં એ અકસ્માતથી કેનીનાનું ત્યારે જ મૃત્યુ થયું. ને નિશી કોમામાં સપડાઈ પડી. આ સમાચાર સાંભળીને પ્રિયા બહેન અને ભાઈ ઓસ્ટ્રેલિયા પહોચી ગયાં. અમને એમ કે થોડાં જ મહિનામાં આવશે, પણ. ગયાં એ ગયાં હજી સુધી પાછા આવ્યાં નથી.

“દીકરા! આજે દસ વર્ષ થયાં નિશી હજૂ સુધી કોમામાંથી બહાર આવી નથી! તો જો એ લોકો અહિયાં આવી જાય તો પરીનો ખ્યાલ પણ કોણ રાખે?”

“આ સાંભળીને જ મારા હાથ પગ ધ્રુજવા લાગ્યાં. હું તો એમ સમજતો હતો કે મારી મિત્ર ખુબ સુખી છે.એટલે મને ભૂલી ગઈ છે. પણ આજે ખબર પડી કે,એને એની જ ખબર નથી. તો એને મારી શું યાદ આવે?”

“સંજોગ પણ કેવાં થયાં. ના હું કશું જાણી શક્યો, ના એ કશું મને જણાવી શકી !”

“માસી પાસેથી ત્યાનું સરનામું લીધું ને હું પણ કાયમ માટે ઓસ્ટ્રેલીયા આવી ગયો. આજે નિશી તો આ દુનિયામાં નથી પણ હું આજે મારી વ્હાલી પરીનો મા ને બાપ બની ચૂક્યો છું.”

લેખિકા: તૃપ્તિ ત્રિવેદી

ટીપ્પણી