Exercise પછી આટલી વસ્તુઓ ન ખાતા, નહીં તો થશે નુકસાન!

1725_thumb

 

આજકાલની વ્યસ્ત થઈ રહેલી જિંદગીમાં સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. એવી વખતે દરેક વ્યક્તિ એવી સલાહ આપે છે કે જેટલુ બની શકે એટલુ વ્યાયામ કરો. તેનાથી એક્ટ્રા કેલેરી ઓછી થઈ જાય છે. યોગ્ય રીતે વ્યાયામ કરવામાં આપણે ખૂબ જ સલાહ મળી જાય છે પરંતુ વ્યાયામ પછી સૌથી વધુ જરૂરી છે યોગ્ય ડાય’ લેવું. તેના વગર વ્યાયામ નકામો છે.

યોગ્ય ડાયટ અને વ્યાયામના મિશ્રણથી તમે સ્વસ્થ રહી શકો છો. મોટાભાગે લોકો વ્યાયામ કર્યા પછી જાણતા અજાણતા એવી વસ્તુઓ ખાઈ લે છે જે ન ખાવી જોઈએ. એટલા માટે જાણો એ વસ્તુઓ વિશે જેને વ્યાયામ કર્યા પછી લેવી ખતરનાક હોય છે.

ચીઝઃ-

ઉચ્ચ વસાયુક્ત ચીઝને તમે વ્યાયામ કરતી વખતે ખાસ કરીને દોડતા દોડતા તો બિલકુલ ન ખાઓ. તેનું કારણ એ છે કે ચીઝમાં ખૂબ મોટી માત્રામાં સેચુરેટેડ ફેટ હોય છે અને તેમાં મીઠું પણ વધુ હોય છે. એટલા માટે તે વ્યાયામ કરતી વખતે અને ત્યારબાદ બીલકુલ ન ખાઓ. જો તમારે ખાવું જ કરવું જ હોય તો ચીઝ ફ્લેવરવાળા સોયાચિપ્સ ખાઓ.

 

પ્રોસેસ્ડ મીટ-

જો તમે એરોબિક્સ કર્યા પછી સલામી સેન્ડવિચ મળી જાય તો શું કહવું પરંતુ અત્યધિક વાસા અને મીઠાથી ભરપૂર કે સલામી સેન્ડવીચ તમારા ડાયજેશનને સ્લો કરશે. એટલા માટે સ્વાદ પછી સ્વસ્થ પહેલા છે એટલા માટે બિલકુલ નજરઅંદાજ કરો.

 

બ્રેડઃ-

બ્રેડ સૌથી કોમન મળી જતું હાથવગુ ફૂડ છે. જે આપણા ઘરમાં ફ્રિઝમાં જ મળી જાય છે. બ્રેડમાં સ્ટાર્ચ હોય છે જે શુગરમાં તરત જ બદલાઈ જાય છે. વ્યાયામ પછી તમારા શરીરના જે પોષક તત્વોની જરૂરિયાત હોય છે તે બ્રેડમાં નથી હોતા. એટલા માટે સાદા મેદાથી બનેલ બ્રેડની જગ્યાએ તમે બ્રેડ ખાવા માગતા હોવ તો ઘઉંની બનેલ બ્રેડનો ઉપયોગ નાસ્તામાં કરો. અથવા આજકાલ બજારમાં વિવિધ ટેસ્ટના મલ્ટિગ્રેઈન બ્રેડ પણ મળતા હોય છે જે પૌષ્ટિક હોય છે.

 

ફ્રૂટ ડ્રિન્કસઃ-

બજારમાં આજકાલ અનેક પ્રકારના ફ્રુટ ડ્રિન્ક મળે છે. જેમાં શુગરની માત્રા વધુ હોય છે. તેને લીધે શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધી જાય છે. ફ્રુટ ડ્રિન્ક્સની જગ્યાએ તમે સાદુ પાણી પીવો જો કંઈક પીવા જ માગતા હોવ તો હર્બલ ટી પીવો. બંને ફ્રુટ ડ્રિન્કસથી વધુ ફાયદો પહોંચાડે છે.

 

મિલ્ક શેકઃ-

મિલ્કશેક જો ફળોથી બનાવવામાં આવ્યો હોય તો તેમાં શુગરની માત્રા વધુ રહેશે. તેની જગ્યાએ તમે બદામવાળુ દૂધ કે પછી ગ્રીન ટી પીવો. જે હેલ્થની દ્રષ્ટિએ સારું રહે છે.

 

કાચા શાકભાજીઃ-કાચા શાકભાજી આમ તો આપણા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ તે તરત જ આપણા શરીરને ઊર્જા પ્રદાન નથી કરતા. વ્યાયામ પછી કંઈક એવું ખાવું જોઈએ જે મસલ્સને રિકવર કરે અર્થાત્ આપણા શરીરને ઊર્જા પ્રદાન કરે. એટલા માટે દહીં જેવું હાઈ પ્રોટીન ડાયટ લો.

 

ઈંડાઃ-

વ્યાયામ કર્યા પછી ઈંડા ખાવા સ્વાસ્થ્ય વર્ધક છે કારણ કે તે પ્રોટીનથી ભરેલ હોય છે. પરંતુ તેને તળીને ન ખાઓ કારણ કે તેનાથી ફેટ વધુ વધી જશે જે હૃહય માટે સારું નથી. એટલા માટે ઈંડા હંમેશા ઉકાલીને ખાઓ તો વધુ લાભદાયક રહે છે.

 

યોગીના બનો તો કઈ નહિ પણ માહિતી શેર કરી બીજાને ઉપયોગી અચૂક બનીએ !

ટીપ્પણી