શું સચિનનો ફરી જન્મ થયો ?

1476555_10151989918560380_1317099579_n

 

શું સચિનનો ફરી જન્મ થયો ? 15 વર્ષનો પૃથ્વી નવો ‘લિટલ માસ્ટર’, હેરિસ શિલ્ડ ટુર્નામેન્ટમાં ફટકારી દીધા રેકોર્ડ 546 રન !

આજે મુંબઈના આઝાદ મેદાન ખાતે યોજાયેલી હેરિસ શિલ્ડ ટુર્નામેન્ટમાં રિઝવી-સ્પ્રિન્ગફિલ્ડના ખેલાડી પૃથ્વી શોએ સેન્ટ ફ્રાન્સિસ ડી’અસીસી સ્કૂલ સામે રેકોર્ડ 546 રન ફટકારીને ધમાલ મચાવી દીધી હતી. મુંબઈની અન્ડર 16 ટીમનો કેપ્ટન પૃથ્વી તેના સાથીમિત્રોમાં રન મશીન તરીકે જાણીતો છે અને દબાણમાં સારું પર્ફોમન્સ આપવું તેની ખાસિયત છે.

પૃથ્વીએ 330 બોલ અને 367 મિનીટમાં આ ધમાકેદાર 546 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 85 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા અને હેરિસ શિલ્ડનો અરમાન જાફરનો 498 રનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પૃથ્વીની આ રમતથી અગાઉ જગજાણીતી સચિન અને વિનોદ કાંબલીની 664 રનની ભાગીદારી પણ આ જ ટુર્નામેન્ટમાં બની હતી તે યાદ આવી જાય છે. જેમાં ફેબ્રુઆરી 1988માં વિનોદ કાંબલી (349) અને સચિન તેંડુલકર (326) તેમની સ્કૂલ શારદાશ્રમ વિદ્યામંદિર તરફથી આ જ ગ્રાઉન્ડ પર રમ્યા હતાં. જોકે પૃથ્વીએ પોતાની શાનદાર રમતથી સચિન કરતા પણ વધારે રન બનાવ્યા છે. હવે જ્યારે સચિન નિવૃત થઈ ગયો છે ત્યારે પૃથ્વીને રૂપમાં નવો ‘લિટલ માસ્ટર’ મળ્યો છે એમ કહી શકાય.

નોંધનીય છે કે પૃથ્વી ઇંગ્લેન્ડની કાઉન્ટી ક્લબ વતી પણ ક્રિકેટ રમી ચૂક્યો છે અને ઇંગ્લેન્ડના ખેલાડી જુલિયન વુડે દાવો કર્યો છે કે પૃથ્વી આગામી પાંચ વર્ષમાં ભારતનો શ્રેષ્ઠ ક્રિકેટર બની જશે.

ટીપ્પણી