ગર્ભમાં રહેલા બે બાળકોનો સંવાદ – A Must Read Post !!!

ભગવાનમાં માનનારા અને ભગવાનમાં ન માનનારા બંને માટે આ પોસ્ટ તેનો દ્રષ્ટિકોણ બદલી શકે !  જો તમે ખરેખર બુધ્ધિનિષ્ઠ હશો અને તમારી અંદર સત્યને સ્વીકારવાની નિખાલસતા હશે તો આ પોસ્ટ વાંચીને તમારો દ્રષ્ટિકોણ જરૂર વ્યાપક થશે એમાં કોઈ શંકા નથી !!

god-001

માં ના ગર્ભ માં બે બાળકો આકાર લઇ ચુક્યા હતા. ડીલીવરી ના થોડાક જ દિવસો બાકી રહ્યા હતા અને બંને વાતો કરી રહ્યા હતા. એક બાળકે બીજાને પૂછ્યું, તું “ડીલીવરી પછીની દુનિયામાં” માને છે?

બીજાએ જવાબ આપ્યો, “કેમ નઈ? બિલકુલ માનું છું.” આપણી ડીલીવરી થયા બાદ બહાર ચોક્કસ કઈક હોવું જોઈએ. કદાચ આપણે અહિયાં બહારની દુનિયામાં જવા માટે જ આવ્યા હોય અને અહી આકાર લઇ રહ્યા હોય.

પહેલા એ કહ્યું: પાગલ ડીલીવરી પછી કશુંજ ના હોય. અને આકાર તો આપણે ક્યારનોય લઇ ચુક્યા છીએ. હવે તો આપણો અંત થશે. તને બહાર કેવી દુનિયા હોય એવું લાગે છે? બીજાએ જવાબ આપ્યો: મને ખબર નથી.! કદાચ અહિયાં થી વધારે અજવાળું હશે. કદાચ બહાર આપણે આપણા પગ વડે ચાલી શકીશું, કે પછી કદાચ મોઢાથી ખાઈ શકીશું. કદાચ એવું પણ બને કે આપણી પાસે બીજી ઘણી ઇન્દ્રિયો અને શક્તિ હોય કે જે આપણે અત્યારે નથી સમજી શકતા.

પહેલો બોલ્યો: સાવ ફેકી દીધા જેવી વાતો ના કર. ચાલવું તો અસંભવ છે અને મોઢા વડે ખાવાનું? તું ગાંડો થઇ ગયો છે. એવું હોત તો આપણે અત્યારેજ મોઢેથી ખાતા થઇ ગયા હોત. ખાવા માટે નાભી માં મળ જોઈએ જે આપણને પોષણ પૂરું પાડે. અને નાડ તો ખુબ ટૂંકી હોય. માટે ડીલીવરી બાદ કોઈ દુનિયા કે જીવન લોજીકલી શક્યજ નથી…

બીજો જોર દેતા બોલ્યો: બની શકે કે બહાર અહી છે એનાથી કઈક અલગ હોય. કદાચ આપણ ને નભી-નાળ ની જરુરજ નાં પડે.

પહેલે કહ્યું: ના લોજીકલી એ શક્ય નથી. અને ચાલો કદાચ માન્યું કે ડીલીવરી બાદ જીવન છે તો પછી, જેની ડીલીવરી થઇ ગઈ છે એમાંથી અત્યાર સુધી કોઈ પાછું કેમ નથી આવ્યું? ડીલીવરી એ ફક્ત અંત છે, અને એના પછી અંધકાર અને ગુમનામી શીવાય બીજું કશું નથી. ડીલીવરી બાદ આપણું કોઈ અસ્તિત્વ અને હસ્તી નહિ રહે.

બીજો બોલ્યો: જો ભાઈ મને ખબર નથી. પણ એક વાત ચોક્કસ છે કે ડીલીવરી બાદ આપણે આપણી માતાને મળીશું અને એ આપણી સંભાળ રાખશે.

પહેલો હસીને બોલ્યો: માતા? તું ખરેખર માતામાં માને છે? તું જરા વિચાર તો ખરા. જો માતા હોય તો અત્યારે એ ક્યાં છે? કેમ આપણી સામે નથી આવતી.?

બીજાએ જવાબ આપ્યો: એ આપણી આસ-પાસ જ છે. આપણે એનીજ ઉત્પત્તિ છીએ. એ છે તોજ આપણે અત્યારે જીવીએ છીએ. એના વગર આપણી આ દુનીયાજ ના હોત.

પહેલો: વેલ, મેં માતાને નથી જોઈ. માટે લોજીકલી તો હું એને નથી માનતો. બીજાએ કહ્યું: કોઈવાર જયારે તું શાંત હોય ત્યારે એકાંતમાં એને સંભાળવાનો પ્રયત્ન કરજે. તને એની હયારી નો અનુભવ થશે અને તને એના મધુર અવાજની ગુંજ સંભાળશે.

કદાચ આ “મૃત્યું પછીની દુનિયા નું” અને “ઈશ્વર” ની સંભાવનાનું શ્રેષ્ટ ઉદાહરણ હોય જે આજે મને મહેસુસ થઇ રહ્યું છે !

આપના પ્રતિભાવ અને ભગવાનના અસ્તિત્વ વિશેના ખ્યાલો અચૂક કોમેન્ટમાં લખજો અને જેથી બીજા મિત્રોને પણ ખ્યાલ આવે !

ટીપ્પણી