શું તમે જાણો છો તમારા મૃત્યુ પછી શું થશે તમારા ફેસબુક કે પછી બીજા સોશિયલ મીડિયા એકાઉન્ટનું ? વાંચો અને શેર કરો…

આજકાલ બધા જ લોકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બહુ જ જરૂરી બની ગયુ છે. દુનિયામાં બહુ ઓછા લોકો એવા હશે જેમના સોશિયલ મીડિયા પર કોઈ એકાઉન્ટ ન હોય. પણ, શું તમે જાણો છો, કે તમારા મર્યા બાદ તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટનું શુ થાય છે. કોણ તેને ચલાવે છે.

અનેક પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય છે, તેથી આ સવાલનો જવાબ તેની પ્રાઈવસી પોલિસી પર નિર્ભર કરે છે. તો ચાલો જાણીએ, ટ્વિટરથી લઈને ફેસબુક સુધીની માહિતી.

ફેસબુક

આજે સૌથી વધુ ઉપયોગ ફેસબુકનો થાય છે. મૃત લોકો માટે ફેસબુકે કેટલાક નિયમો બનાવ્યા છે. તમે ચાહો તો તમારું એકાઉન્ટ ડિલીટ કરી શકો છો, અથવા તેને યાદગીરી રૂપે રાખી શકો છો. જો તમે તેને યાદસ્વરૂપે રાખવા માગો છો તો ફેસબુક એકાઉન્ટ પર તમારા નામની એકદમ બાજુમાં રિમેમ્બરનુ ઓપ્શન દેખાશે. આ ઉપરાંત તમારે ફેસબુકને લિગલ કોન્ટ્રાક્ટ મોકલવાનો રહે છે, જેમાં તમને જણાવવાનું રહેશે કે તમારા મૃત્યુ બાદ તમારુ એકાઉન્ટ કોણ હેન્ડલ કરશે. મૃત્યુનુ પ્રમાણપત્ર મળ્યા બાદ ફેસબુક કોન્ટ્રાક્ટમાં આપવામાં આવેલ નિયમોનું પાલન કરવાનુ શરૂ કરી દેશે.

યુટ્યુબ

યુટ્યુબમાં પણ યુઝરને આ સુવિધા આપવામાં આવે છે. આ માટે તમારે યુટયુબ પર એક લિગલ કોન્ટ્રાક્ટ મોકલવાનો હોય છે, જેમાં તમારે જણાવવાનું હોય છે કે, મૃત્યુ બાદ તમારું એકાઉન્ટ કોણ હેન્ડલ કરશે. તમે આવું નહિ કરો તો યુટયુબ એક નક્કી કરેલા સમય સુધી એકાઉન્ટનો ઉપયોગ ન થવા પર તેને બંધ કરી દેશે.

ઈન્સ્ટાગ્રામ

ઈન્સ્ટાગ્રામની પોલિસી ઘણીખરી ફેસબુક જેવી જ છે. અહી પણ તમારું એકાઉન્ટ તમારી યાદગીરી માટે રાખી શકાય છે. પરંતુ તેનો નિર્ણય તમે નથી લઈ શક્તા. જે વ્યક્તિ તમારા મૃત્યુ પ્રમાણપત્રની સાથે ઈન્સ્ટાગ્રામની સૂચના આપશે, તે આ વાતનો નિર્ણય પણ લઈ શકશે.

ટ્વિટર

ટ્વિટર પર મર્યા બાદ એકાઉન્ટ ચલાવવાની કોઈ પોલિસી નથી. પરંતુ તમારા પરિવારનુ કોઈ સદસ્ય ટ્વિટર પર તમારું એકાઉન્ટ ડિલીટ કરવાની રિકવેસ્ટ મોકલી શકે છે. તમારા કોઈ વેરિફાઈડ ફેમિલી મેમ્બરની રિકવેસ્ટ પર તમારી પોસ્ટ, તસવીરો અને એકાઉન્ટને ડિલીટ કરી દેવામાં આવશે. તેના માટે મૃત્યુનું પ્રમાણપત્ર પણ આપવાનુ રહેશે.

મર્યા બાદ કેટલા સમય સુધી એકાઉન્ટ એક્ટિવ રહે છે

ફેસબુક પર ત્યાર સુધી એકાઉન્ટ એક્ટિવ રહે છે, જ્યાં સુધી તમારા મૃત્યુની કોઈ સૂચના ન આપે. લિંક્ડ ઈન પર પણ મૃત્યુની સૂચના પહોંચાડયા બાદ એકાઉન્ટ બંધ કરાય છે. પિનસ્ટ્રેસ્ટ એકાઉન્ટને ક્યારેય બંધ કરી શકાતું નથી, જ્યારે કે ટ્વિટર એકાઉન્ટ ૬ મહિના બાદ બંધ થાય છે. મૃત્યુની જાણ કરાતા ગૂગલ એકાઉન્ટ પણ બંધ થઈ જાય છે.

લેખન સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ રસપ્રદ અને માહિતીસભર લેખ દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી