શું તમે અમેરિકા જવાનું વિચારો છો? તો લ્યો આ ટીપ્સ ! ટેગ કરો એવા મિત્રોને જેને જરૂર છે આવી માહિતીની …

શું તમે અમેરિકા જવાનું વિચારો છો? તો લ્યો આ ટીપ્સ !

1. જ્યારે પ્રવાસીઓના આકર્ષણની વાત આવે ત્યારે અમેરિકનો પર ભરોસો ન કરો

જે કોઈ ન્યૂ યોર્કમાં ક્યારેય નથી આવ્યું અને આવવાની ખુબ જ ઈચ્છા હોય તો અહીના સ્થાનિક લોકોની વાતો ન સાંભળતા. કારણ કે તે લાંબા સમયથી અહીં રહેલા છે એને લીધે એ લોકોને અહીના આકર્ષક સ્થળો પ્રત્યે ઉત્તેજના ન પણ હોઈ શકે, પરંતુ તે આઇકોનિક છે અને જો અહી નહી આવો તો તમને જરૂર દુખ થશે.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ટાઇમ્સ સ્ક્વેર, એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ … તે બધાનો આનંદ માણો. જોકે ‘પોર્ટ ઓથોરિટી’ને ટાળજો કારણ કે તે બહુજ ભીડભાડ વાળી જગ્ગ્યા છે.

2. સ્થાનિક લોકો મદદ રૂપ પણ હોય છે, અમુક સંજોગોમાં તેઓની મદદ લેવી અને સલાહ પણ માનવી બીજી બાજુ આ સ્થાનો વિશે સાવચેત રહેવા માટે સ્થાનિકોનો વિશ્વાસ કરો. ધ ટાઇમ્સ સ્ક્વેરના મોંઘા ખર્ચ, ન્યૂ યોર્ક વોટર ટેક્સીનો અતિશય ભાવ, જેએફકે એરપોર્ટ પર નકલી ટેક્સી, એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ અને રોકફેલર ટાવરની લાંબી લાઈનો .. . સ્થાનિકો અહીં લાંબા સમયથી રહે છે આથી તમને કઈ પણ શંકા હોય અથવા છેતરપીંડી જેવું લાગે તો સ્થાનિક લોકો પર વિશ્વાસ કરો અને તેમને તે વિશે પૂછો.

3. તમારા દેશને યુ.એસ. સાથે સરખાવો નહીં, ક્યારેય. યુએસએ, યુ.એસ.એ., યુએસએ – અમેરિકનોને લાગે છે કે તેમનો દેશ શ્રેષ્ઠ છે અને દરેક વસ્તુમાં શ્રેષ્ઠ છે. USA આ બાબતે ખુબ જ સંવેદનશીલ છે આથી તમારો મંતવ્ય તમારી પાસે જ રાખો. USA ફરવા માટે ખુબ જ સુંદર દેશ છે એટલે તમે ફક્ત એની સુંદરતા નિહાળો.

4. રમતો વિશે અભિપ્રાય દર્શાવશો નહીં – ખાસ કરીને “અમેરિકન” રમતો અમેરિકન્સ માટે તેમના દેશ પછી તેમની રાષ્ટ્રીય રમતો છે જેના વિષે એઓ ખુબ જ જુસ્સો ધરાવે છે. ક્યારેય પણ ‘SOCCER અને FOOTBALL એક સરખા જ છે’ એવું તો બોલતા જ નઈ. અમેરિકીઓ હોકી, બેઝબોલ, બાસ્કેટબોલ અથવા સુપર બાઉલ વિશે હરખપદુડા થઈને વાત કરતા હોય ત્યારે વિચિત્ર ચહેરો બતાવશો નહીં. આ ઉપરાંત, બ્રિટનની ગલીની રમતમાંથી મૂળ ડાયમંડ તરીકે ઓળખાતું બેઝબોલ, અમેરિકાના પ્રિય રમત છે એવો પણ ઉલ્લેખ ન કરતા.

5. ટીપ્સ વિશે નારાજ થશો નહીં‘હું મારા દેશમાં વેઈટરને કદીય ટીપ આપતો નથી, તો અહી પણ કેમ આપું !’. લોકો આવું જ વિચારતા હોય છે. પણ USA માં સંજોગો થોડા અલગ છે. કારણ કે અહી વેઇટરોને જોઈએ એવો પગાર નથી મળતો અને એ લોકોને ટીપ આપવી અનિવાર્ય બની જાય છે.

આ ઉપરાંત એ એવું પણ માને છે કે ટીપ આપવી એ સારા કામની નિશાની છે. ટીપ આપીને કસ્ટમર એવું સૂચવે છે કે તેઓ વેઇટરની સર્વિસથી ખુશ છે. એક પ્રવાસી તરીકે તમારે ૧૫ % જેટલી ટીપ આપવી જોઈએ.

6. જાતિ / લિંગના મુદ્દાઓ અથવા રાજનીતિ પર ચર્ચા કરશો નહીં અમેરિકનોને તેમના સમાજ અને ખાસ કરીને દેશની વિવિધતા પર ગર્વ છે. આથી આ મુદ્દે વાત કરવાનું ટાળજો. આ ઉપરાંત ટ્રમ્પ, વોલ, ક્રુઝ, મુસ્લિમ, સિરીયન જેવા શબ્દો પણ ન બોલો.

7. રાજકારણ, ખાસ કરીને ઇમિગ્રેશન, લશ્કરી ખર્ચ, હેલ્થકેર, બંદૂક નિયંત્રણ અને જાતિ / લિંગ વિશેની નીતિઓ વિષે વાત કરવાનું ટાળો. જ્યાં સુધી તમે જાણતા ન હોવ કે તમારો સાથીદાર ખુલ્લા દિમાગનો અને શાંતિપૂર્ણ વક્તા છે, ત્યાં સુધી રાજકારણ પર ચર્ચા ન કરતા. ફક્ત રાજકારણ જ નહિ, ઉપરોક્ત બધા મુદ્દાઓ. પાર્કસ અને રિક્રિએશન પર સુંદર અને સારી વાતો કરતા લોકો અમેરિકન રાજનીતિમાં અલગ અલગ રાજકીય અભિપ્રાયો ધરાવતા હોઈ શકે છે અને આ લોકોને એકબીજા પ્રત્યે નફરત છે-

અને જો તમે એમના કેટલાક મંતવ્યો પર તેમની સાથે સંમત થતા નથી તો તે તમને પણ ધિક્કારે છે. ઘણી વાર આ રીતની સમસ્યા મોટું સ્વરૂપ પણ લઇ શકે છે.

8. મેદસ્વી અમેરિકનો વિશે બહુ બોલો અથવા જુઓ નહીં તમારા દેશમાં, મેદસ્વી લોકોને દૂર રાખવામાં આવે છે, અને સ્થૂળતા વ્યાપક રીતે સ્વાસ્થ્ય સમસ્યા તરીકે સ્વીકારવામાં આવે છે. “તમે ફક્ત તમારી છબીને પ્રેમ કરો” અમેરિકામાં લોકોનું આવું માનવું છે. જો તમે ખુલ્લામાં કોઈ વિષે આવું કઈ બોલો છો તો લોકો તમને સાંકળી વિચારસરણીવાળા માને છે. એટલે દેખાવ બાબતે ચુપ રહેવામાં જ ભલાઈ છે.

9. “મૂર્ખ અમેરિકન” સ્ટીરીટાઇપ ન ધારો છેલ્લે, એવું ન જ માનવું કે અમેરિકન આપણા વિષે કશું જ જનતા નથી. તેઓ કદાચ તમારા દેશ વિષે તમારા કરતા પણ વધારે જાણતા હોઈ શકે છે.આ ઉપરાંત કોઈ પણ અમેરિકન જોડે વાત કરતી વખતે તેની ચતુરતા પારખવા પ્રયત્ન ન કરવો. મોટા ભાગના અમેરિકનનો વાત કરવી ખુબ જ ગમે છે અને એમના દ્વારા અઆપ્વામાં આવતી ભાઈબધી અને ઈજ્જતથી છક ન થઇ જવું. અને ઉપર લખેલી વાતો વિષે વાત ન કરાવી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક જાણી અજાણી વાતો અને માહિતી મેળવો ફક્ત અમારા પેજ પરથી..

ટીપ્પણી