વાંચો આખરે કયા કારણે થયું હતું દિવ્યા ભારતીનું નિધન…

દિવ્યા ભારતી બોલીવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં લાખો લોકોના હૃદય પર રાજ કરતી હતી. તેમની સુંદરતા અને તેમની એક્ટિંગે બધાનું મન જીતી લીધું હતું. દિવ્યા ભારતીના મૃત્યુ સાથે જોડાયેલી વાતો હંમેશા અફવાઓ બનીને સામે આવતી રહે છે, તેમનું મૃત્યુ આજ સુધી એક રહસ્ય જ રહ્યું છે કારણ કે કેટલાક લોકોનું કહેવું છે કે તેમણે આત્મહત્યા કરી હતી તો કેટલાકનું કહેવું છે કે તેમની હત્યા કરવામાં આવી હતી. તો ચાલે જાણીએ તે દુર્ઘટના વાળી રાત સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

તેમણે ઋષી કપૂર અને શાહરુખ ખાન સાથે દીવાના ફિલ્મમાં કામ કરી એવી નામના મેળવી લીધી હતી જેને પામવા માટે લોકોને 10-10 વર્ષ લાગી જતા હોય છે. આ દરમિયાન એક વાર એક ફ્રેન્ડ થકી દિવ્યાની મુલાકાત નિર્માતા નિર્દેશક સાજિદ નડિયાદવાલા સાથે થઈ હતી અને દિવ્યા તેમના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી.

દિવ્યા અને સાજીદ ખુબ નજીક આવી ગયા હતા, તેમણે માત્ર પોતાના 18 વર્ષ પુરા થવાની રાહ જોઈ અને સાજિદ સાથે લગ્ન કરી વર્સોવાના એક ફ્લેટમાં રહેવા લાગી અને બન્ને સાથે સુખમય સમય પસાર કરવા લાગ્યા.
જે દિવસે દિવ્યાનું મૃત્ય થયું તે દિવસ હતો 5 એપ્રિલ, હજું તેમના લગ્નને કંઈ ખાસ સમય નહોતો થયો. એવું કહેવામાં આવે છે કે દિવ્યાને એક ફિલ્મના શૂટ માટે હૈદરાબાદ માટે નીકળવાનું હતું પણ તેમણે શૂટ કેન્સલ કરાવી દીધું હતું કારણ કે તેમને પોતાના ફ્લેટનું રજિસ્ટ્રેશન કરાવવાનું હતું અને પોતાનું બધું જ કામ પતાવી તે ફ્લેટમાં પાછી આવી ગઈ હતી અને તેમણે પોતાના ડ્રેસીસના સિલેક્શન માટે ફેશન ડિઝાઈનર નીતા લુલ્લાને બોલાવી હતી.

નીતા તેમના પતિ સાથે રાત્રે લગભગ 10 વાગે તેમના ઘરે પહોંચી હતી. થોડી વાર વાત કર્યા બાદ દિવ્યા કીચનમાં નોકરાણીને જમવાનું બનાવવા માટે કહેવા ગઈ હતી અને જ્યારે તે પાછી આવી ત્યારે બધાએ દારુ પીવો શરૂ કરી દીધો. દિવ્યા વિન્ડોની દિવાલ પર બેસી હતી અચાનક તેનું બેલેન્સ ગયું અને તે નીચે પટકાઈ પડી. હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

આ ખબરે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુનકાર ફેલાવી દીધો હતો, કોઈ વિચારી પણ નહોતું શકતું કે પોતાની કળાથી બધાના હૃદય પર રાજ કરનારી અભિનેત્રી આટલી જલદી આ દુનિયામાંથી વિદાય લઈ લેશે. પાંચ વર્ષ સુધી ઇન્વેસ્ટીગેશન કરવા છતાં કોઈ નક્કર કારણ હાથ ન લાગ્યું.

સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી