દીવાળીમા કંઈક અનોખુ અને ફેન્સી બનાવું છે ?…તો આ વખતે બનાવો ચકરીની નવી વેરાયટી !

- Advertisement -

ડિસ્કો ચકરી (Disco Chakri)

સામગ્રી :

2 વાટકી ચોખાનો લોટ
1/2 વાટકી ચણાનો લોટ
1 નંગ બાફેલું બીટ
1/2 વાટકી ગ્રીન ચટણી
2 ટી સ્પૂન જીરૂ
2 ટી સ્પૂન હળદર
2 ટી સ્પૂન તલ
2 ટી સ્પૂન ચાટ મસાલો
1-1/2 ટે સ્પૂન બટર અથવા ઘી
મીઠુ
તેલ

રીત :

-એક બાઉલમા ચોખા અને ચણાનો લોટ ભેગો કરીને તેમાં જીરૂ, તલ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્ષ કરીલો .
-હવે તેના ત્રણ ભાગ કરીલો.
-બાફેલા બીટને થોડું પાણી નાખીને પેસ્ટ બનાવીલો .
-આ બીટ પેસ્ટને લોટના એક ભાગમા મિક્ષ કરો અને સાથે થોડું બટર એડ કરી સોફ્ટ લોટ બનાવો.
-લોટના બીજા ભાગમા ગ્રીન ચટણી મિક્ષ કરી,સાથે બટર એડ કરીને સોફ્ટ લોટ બનાવો.(પાણી જરૂર પુરતુ ઉમેરવું)
-હવે લોટના ત્રીજા ભાગમા હળદર ઉમેરીને તેમાં બટર એડ કરીને પાણી ઉમેરીને સોફ્ટ લોટ તૈયાર કરો.
-એક કડાઇમા તળવા માટે તેલ ગરમ મુકો.
-હવે સેવ પાડવાના સંચામા ચકરીની જાળી લગાડીને તેલ વડે ગ્રીસ કરીલો .
-ત્રણે લોટમાંથી લામ્બા લુવા લઇને સંચામા ઊભા મુકો .
-તેમાથી ચકરી પાડો અને તેને ગરમ તેલમા ક્રીસ્પ તળીલો .
-ગરમ ચકરી ઉપર ચાટ મસાલો ભભરાવીને ઠંડી થાય પછી એર ટાઇટ ડબ્બામા ભરીલો.

#આ માપથી 30-35 નંગ ચકરી બનશે.
#ગ્રીન ચટણી અને હળદરનુ પ્રમાણ વધારે રાખવું જેથી કલર ડાર્ક આવે.
-ચકરી તળાય ગયા પછી પણ કલર જળવાઇ રેહશે

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

ખુબ જ નવીન રેસીપી છે ચકરીની, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી