હિંમતના અભાવ અને અધૂરી જાણકારીનાં ગેરફાયદા

0295_joke-6

સાડા છ ફૂટ ઉંચો અને હટ્ટો કટ્ટો પહેલવાન બસમાં જતો હતો.

કન્ડક્ટરે એની પાસે આવીને કહ્યું, “ટિકીટ” ?

પહેલવાન : હું ટિકીટ નથી લેતો.

કન્ડક્ટરએ વિચારીને ગભરાઇ ગયો કે આ કંઇ કરી ના નાંખે !!

પણ આ વાત તેનાં દિલને અડી ગઇ એટલે એણે જિમ જોઇન કર્યું !

પેલો પહેલવાન દરરોજ બસમાં ચઢતો અને કન્ડક્ટરને કહેતો : હું ટિકિટ નથી લેતો.

આવી રીતે જ 6 મહિના નીકળી ગયા…

હવે કન્ડક્ટરે પણ પહેલવાન જેવી બોડી બનાવી લીધી હતી !

એક દિવસ કન્ડક્ટરે પહેલવાનને કહ્યું, “ભાઇ ટિકીટ લઇ લો”

પહેલવાન : હું ટિકીટ નથી લેતો….

કન્ડક્ટર (ગુસ્સામાં) : કેમ નથી લેતો લ્યા….???

.

.

.

પહેલવાન (શાંતિથી) : મારી પાસે તો પાસ છે, સાહેબ !!

 

ટીપ્પણી