જાણો રુદ્રાક્ષનાં પારા અને માળાનું મહત્વ, રુદ્રાક્ષ ધારણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

રુદ્રાક્ષ ભગવાન શંકરનું અભિન્ન અંગ છે. આપણા શાસ્ત્રોમાં પણ રુદ્રાક્ષના મહત્વનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે. શિવપુરાણ અને શ્રીમદ્દેવી ભાગવતમાં રૂદ્રાક્ષની માળા ધારણ કરવાના લાભ અને તેના નિયમો પણ દર્શાવાયા છે. આ નિયમાનુસાર રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો વ્યક્તિનું જીવન પણ બદલી શકે છે. રુદ્રાક્ષ અલગ અલગ પ્રકારના હોય છે અને તેની માળા પણ અલગ અલગ હોય છે તેથી તેને ધારણ કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે કેવી રીતે તેનો પ્રયોગ કરવો જોઈએ.

રુદ્રાક્ષ એકથી એકવીસ મુખી સુધીના રુદ્રાક્ષ ઉપલબ્ધ હોય છે. જે સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં હોય છે.

ગૌરી-શંકર રુદ્રાક્ષ  :

 

કુદરતી રીતે જોડાયેલા બે રુદ્રાક્ષ જે શિવ-શક્તિનું પ્રતિક છે.તે પ્રેમ, આકર્ષણ, શાંતિ, સંવાદ તથા પતિ પત્નિ અને પ્રેમીજનો વચ્ચે લાગણી વધારનાર છે.

એક મુખી (ચન્દ્રાકાર) રુદ્રાક્ષ :

ગોળાકાર એકમુખી રુદ્રાક્ષ અતિદુર્લભ અને કિંમતી હોય છે. તે શિવ સમાન મનાય છે. તે તમામ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ કરનાર, પાપોથી મૂક્તિ આપનાર અને સૌભાગ્યનું પ્રતિક મનાય છે. અત્યારે એકમુખી તરીકે ઓળખાતો ચન્દ્રાકાર રુદ્રાક્ષ ખરેખર તો ભદ્રાક્ષ પ્રકારનો હોય છે, જેમાં વચ્ચે કાણું હોતું નથી અને તે ફક્ત પૂજાવિધિમાં ઉપયોગી છે. આ રુદ્રાક્ષ સૂર્યનું પ્રતીક છે. ધ્યાન, યોગ કરનારા, પ્રગતિ પ્રાપ્ત કરનારા લોકો માટે ખૂબ જ ફળદાયી છે. સૂર્યના દુષ્પ્રભાવોને દૂર કરવા માટે તે પહેરી શકાય છે. આ રુદ્રાક્ષ યશ અને કિર્તી અપાવે છે.

બે મુખી રુદ્રાક્ષ :

આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વર(શિવ-શક્તિ) સ્વરૂપ મનાય છે. તે સમરૂધ્ધી વધારનાર અને પાપનાશક છે. એકતાનું પ્રતિક અને લગ્નસંબંધ ને દ્ર્ઢ બનાવનાર છે. તથા મગજને એ કાબુ કરનાર અને ચંદ્રસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વરનું પ્રતીક છે. સ્ત્રી-પુરુષના સંબંધોમાં આત્મીયતા લાવે છે. પારિવારિક સુખ અપાવે છે અને ચદ્રાના દુષ્પ્રભાવોને દૂર કરે છે.

ત્રણ મુખી રુદ્રાક્ષ : 

અગ્નિ સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમરૂધ્ધી વધારનાર તથા તાવ જેવી બિમારીઓથી મુક્ત કરનાર મનાય છે. મંગળસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. નિર્ભયતા અને સાહસનું તત્વ વ્યક્તિત્વમાં લાવે છે. તેને પહેરવાથી હીન ભાવનાઓથી મુક્તિ મળે છે, કોઈપણ મંગળદોષ હોય તો તેમાં પણ મદદરૂપ થાય છે. સારા સ્વાસ્થ માટે પણ સારું, જૂના પાપોનું પણ શમન કરે છે.

ચાર મુખી રુદ્રાક્ષ :

બ્રહ્મા સ્વરૂપ અને ધારણ કરનારને ધર્મ,અર્થ,કામ અને મોક્ષ પ્રદાન કરનાર છે. પાપનાશક,યાદશક્તિ તથા ચાતુર્ય વધારનાર અને બુધસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. વિદ્યાર્થીઓ માટે સર્વશ્રેષ્ઠ. બુદ્ધિમાં વિકાસ અને સ્મરણશક્તિ તંદુરસ્ત કરે છે. વૈજ્ઞાનિક કલાકારો અને લેખકોએ તેને ધારણ કરવાથી ખૂબ જ લાભ થાય છે. માનસિક રોગમાં સહાયક અને બુધના દોષોને દૂર કરે છે.

પંચમુખી રુદ્રાક્ષ : 

આ સર્વસુલભ રુદ્રાક્ષ કાલાગ્નિરુદ્ર (શિવ) સ્વરૂપ અને પાપનાશક છે. ગુરૂસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. માળા બનાવવામાં વપરાય છે. પંચમુખી રુદ્રાક્ષની માળા ધારણ કરનારને તન, મનની શાંતિ તથા આધ્યાત્મિક ઉંચાઇનો અનુભવ કરાવે છે. તે પ્રકૃતિમાં સૌથી વધુ જોવા મળે છે. તેના સ્વામી ગુરુ છે. માનસિક સ્વાસ્થ સારું રાખવાની સાથે જ અકાળ મૃત્યુથી બચાવે છે. જપ-તપમાં સૌથી વધુ તેનો પ્રયોગ આ રુદ્રાક્ષનો કરવામાં આવે છે.

છ મુખી રુદ્રાક્ષ  :

સન્મુખનાથ અથવા કાર્તિકેય(શિવપૂત્ર) સ્વરૂપ અને જમણા હાથમાં ધારણ કરનારને બ્રહ્મહત્યા જેવા પાપમાંથી પણ મૂક્તિ અપાવનાર મનાય છે. નીચા લોહીના દબાણમાં લાભકારી અને શૂક્રસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. છ મુખી રુદ્રાક્ષ, વિદ્યા તથા જ્ઞાનનું પ્રદાતા માનવામાં આવે છે. તે બાળકોમાં ધ્યાન અને હોશિયારી વધારે છે. તે માનસિક કાર્ય કરનારા લોકો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, જેમ કે શિક્ષક વર્ગ, વેપારી, પત્રકાર, લેખક, સંપાદક, આરુદ્રાક્ષનું સંચાલક ગ્રહ શુક્ર છે.

સાત મુખી રુદ્રાક્ષ :

અનંગ સ્વરૂપ અથવા લક્ષ્મી સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમરૂધ્ધી વધારનાર મનાય છે. શનિસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. જો તમે પોતાના ધનને વધારવા માગતા હોવ તો તેને પહેરો. તે શનિદોષને શાંત કરે છે. જો તમને વાત વ્યાધિ, જોડોનું દર્દ સંબંધી પરેશાનીઓ હોય, તો પણ તે કારગર રહે છે. આ રુદ્રાક્ષને રોકડા રૂપિયાની પેટીમાં રાખવામાં આવે છે.

આઠ મુખી રુદ્રાક્ષ :

ગણેશ સ્વરૂપ અને ધારણ કરનારને આઘાત તથા અકસ્માતથી રક્ષા કરનાર મનાય છે. રાહુ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. ગણેશજીની કૃપાવાળુ આ રુદ્રાક્ષ કોઈપણ પ્રકારના નવા કામ માટે સારું રહે છે. તે રાહુના દુષ્પ્રભાવો સામે રક્ષા કરે છે. ફેફસા સાથે સંબંધિત વિકાર, ત્વચા રોગ, કાળસર્પ દોષ અને ઈર્ષાના દુષ્પ્રભાવોથી મુક્ત કરે છે.

નવ મુખી રુદ્રાક્ષ : 

ભૈરવ સ્વરૂપ અને દેવી સ્વરૂપ મનાય છે. અતિ લાભકારી અને કેતુ તથા શૂક્ર સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. તેને પહેરવાથી આત્મબળ વધે છે. સહનશક્તિ, શૌર્ય અને સાહસ વધે છે. નામ અને યશ ચારેય તરફ ફેલાય છે. ભક્તિ ભાવ વધે છે. પેટસંબંધી રોગ અને શારીરિક પીડાને દૂર કરે છે. કાળસર્પના દોષને દૂર કરવામાં સહાયક છે.

તો ચાલો હવે જાણો કે કેટલા રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ અને તેનાથી જાતકને કેવા લાભ થાય છે

શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષની માળા શરીર પર અલગ અલગ રીતે ધારણ કરવાની હોય છે. 50 રુદ્રાક્ષની માળા હોય તો તેને હૃદય પર એટલે કે ગળામાં ધારણ કરવી જોઈએ. 20 રુદ્રાક્ષ હોય તો તેને માથા પર સ્થાન આપવામાં આવે છે. તમે ઘણા સાધુઓની જટા પર રુદ્રાક્ષ બાંધેલા જોયા હશે.

જો રુદ્રાક્ષ હાથ પર ધારણ કરવા હોય તો 16 મણકાની માળા બનાવવી જોઈએ. ઘણા લોકોને હાથના કાંડા પર રુદ્રાક્ષ ધારણ કરવા ગમે છે જો તમને પણ આમ કરવું હોય તો 12 રુદ્રાક્ષનો ઉપયોગ કરવો જોઈએ.

108 રુદ્રાક્ષની માળા મંત્રજાપ અને ગળામાં પહેરવા માટે ઉત્તમ ગણાય છે. આ માળા ધારણ કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યા સમાન ફળ મળે છે. રુદ્રાક્ષની માળા ધારણ કરવાથી મનોકામના પૂર્તિ થાય છે.

રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ …

રુદ્રાક્ષ ધારણ કરવાની શાસ્ત્રોમાં અનેક વિધિઓ બતાવવામાં આવી છે. એ તમામ વિધિઓમાં ઊંડા ન ઉતરતા રુદ્રાક્ષ ધારણ કરવાની સર્વસામાન્ય વિધિ વિશે જોઈએ.

૧. પ્રત્યેક રુદ્રાક્ષને સોમવારના દિવસે પ્રાતઃવિધિ પતાવીને શિવમંદિર અથવા ઘરના પવિત્ર સ્થળે બેસીને ગંગાજળ અને દૂધથી ધોઈ ઉપર્યુક્ત મંત્રોનો જાપ કરીને ધારણ કરવું.

૨. રુદ્રાક્ષને લાલ, કાળા અને સફેદ દોરા અથવા સોના કે ચાંદીની ચેઈનમાં પરોવીને ધારણ કરવું.

રુદ્રાક્ષ ધારણ કરનારાએ દારુ, નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.

માંસાહાર છોડી દેવો જોઈએ.

તામસી ખોરાક છોડી દેવો જોઈએ.

માનસિક પવિત્રતા જાળવવી

લેખન સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

જાણો આવી ઘણી મહત્વની માહિતી અમારા ફેસબુક પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ” પર 

 

 

 

ટીપ્પણી