શું તમે જાણતા હતા કે મધુબાલાના પિતાએ કર્યો હતો દિલીપ કુમાર પર કેસ…

પોતાની સુંદરતા અને એક્ટિંગને કારણે તમામ ફિલ્મી ચાહકોના દિલો પર રાજ કરતી મધુબાલા એટલે કે મુમતાઝ જહાન બેગમ દેહલાવીનો જન્મ 14 ફેબ્યુઆરી 1933ના રોજ દિલ્હીના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. નવ વર્ષની ઉંમરમાં મધુબાલાએ બોલિવૂડમાં એન્ટ્રી મારી હતી. મધુબાલા જેટલી સુંદર હતી, તેનું જીવન પણ એટલું જ દર્દોથી ભરેલું હતું. મધુબાલાનું સાચુ નામ મુમતાઝ હતું પરંતુ ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે પોતાનું નામ બદલી લીધું હતું.

14 વર્ષની ઉંમરમાં મધુબાલાને રાજ કપૂર સાથે પ્રથમવાર લીડ એક્ટ્રેસ તરીકે કામ કરવાની તક મળી હતી. નીલ કમલ ફિલ્મ બાદ તેણે પોતાનું નામ બદલીને મધુબાલા રાખ્યું હતું. મધુબાલાની પ્રથમ ફિલ્મ બસંત હતી. મધુબાલાએ 70 ફિલ્મોમાં જ કામ કર્યું હતું પરંતુ તેમાંથી ફક્ત 15 ફિલ્મો જ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. તેમ છતાં મધુબાલા આજે પણ ફિલ્મોની ઓળખ તરીકે જાણીતી છે. દિલીપ કુમાર અને મધુબાલાની લવ સ્ટોરી કોઇથી અજાણ નથી.

‘જ્વાર ભાટા’ ફિલ્મના સેટ પર દિલીપ કુમાર અને મધુબાલા વચ્ચે પ્રથમ મુલાકાત થઇ હતી. બંન્ને વચ્ચે નવ વર્ષ સુધી પ્રેમ સંબંધ રહ્યો હતો. એક સમય એવી ચર્ચા હતી કે બંન્ને લગ્ન કરી લેશે પરંતુ તેઓ લગ્ન કરી શક્યા નહોતા. મધુબાલા દિલીપ કુમાર સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ તેમણે બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. જેનાથી મધુબાલાનું દિલ તૂટી ગયું હતું. બાદમાં મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કરી લીધા હતા.

દિલીપ કુમારે પોતાની બાયોગ્રાફીમાં જણાવ્યું હતું કે, મધુબાલાના પિતા ઇચ્છતા હતા કે દિલીપ અને મધુબાલા ફક્ત તેમની પ્રોડક્શન હાઉસ માટે ફિલ્મો કરે, પરંતુ દિલીપ કુમાર આ માટે રાજી નહોતા. તેમણે વધુમાં કહ્યું કે, દિલીપ કુમારને મધુબાલાના પિતાની હસ્તક્ષેપ પસંદ નહોતી. તેઓ ઇચ્છતા હતા કે મધુબાલાને લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દેવું પડશે અને પોતાના પિતા સાથેના સંબંધો પણ તોડવા પડશે પરંતુ મધુબાલા પોતાના પિતાને ખૂબ પ્રેમ કરતી હતી અને દિલીપ કુમાર માટે તેઓ પિતાને છોડવા ઇચ્છતા નહોતા.

બાદમાં આ વાત કોર્ટ સુધી પહોંચી હતી. મધુબાલાના પિતા દિલીપ કુમારને કોર્ટમાં લઇ ગયા હતા. મધુબાલાના પિતાએ પોતાની દીકરીને લગ્નનું વચન આપીને પાછળથી તોડી દેવાના આરોપમાં કોર્ટમાં કેસ કરી દીધો હતો. કોર્ટમાં દિલીપ કુમારે કહ્યું હતું કે, હું મધુબાલાને ખૂબ પ્રેમ કરું છું અને જ્યાં સુધી તેઓ જીવિત રહેશે ત્યાં સુધી તેઓ પ્રેમ કરશે.

દિલીપ કુમાર સાથે અલગ થયા બાદ મધુબાલાએ 1960માં કિશોર કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. તે સમયે મધુબાલા 27 વર્ષની હતી. લગ્ન બાદ મધુબાલાની તબિયત ખરાબ રહેતી હતી. 36 વર્ષની ઉંમરમાં મધુબાલાએ દુનિયાને અલવિદા કરી દીધી હતી. તેમને હાર્ટની બિમારી હતી.

દરરોજ બોલીવુડની આવી અનેક જાણી અજાણી વાતો માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી