જયારે એક દીકરી પોતાની દીકરીની મા બંને ત્યારે તેને પોતાની માની ચિંતાઓ સમજાય….

“અહેસાસ એક ‘મા’ નો”

આજ સવારથીજ ‘ગિની’ હોસ્પિટલમાં હતી. અસહ્ય પીડા વચ્ચે પણ એ ખુશ હતી. એના જીવનમાં આજે એક સ્વજનનું આગમન થવા જઈ રહ્યું હતું. થોડી જ વારમાં આખી હોસ્પિટલમાં એક નાનાં બાળકનાં રડવાનાં અવાજ સંભળાયો.એ અવાજ સાંભળતા ….જ… એ પીડામાંથી મુક્ત બની હોય એવો હાશ…..શ…….કારો….. થયો.

ત્યારે નર્સે કહયું,…,’અભિનંદન તમે એક દિકરીનાં મમ્મી બન્યા છો,.
ત્યારે એ એટલી ખૂશ હતી કે ખૂશીનું કેમ વર્ણન કેમ કરી શકાય એ જ નહોતું સમજાતું.

જ્યારે પોતાની જ રૂહને વાત્સલ્યનાં ખોળામાં લીધી કે તરત જ એનાં નાજુક કોમળ અંગો અને મુલાયમ હાથ પગનો સ્પર્શ થતાં જ માતૃત્વ જાગી ઉઠ્યું.

અહા……! કોમળ હાથ પર પંપાળતા પંપાળતા એ વિચારોમાં ખોવાઈ જાય છે.

આવી જ પીડા સાથે મને મારી મમ્મી એ પણ જન્મ આપ્યો હશે.આટલી જ એમને પણ ખુશી થઈ હશે.જ્યારે હું તેમનાં જીવનનું અંગ બની આ દુનિયામાં આવી હતી.આખી રાત જાગી,હાથ પકડી ચાલતા શિખવાડ્યું,‘ભુ’અને ‘પાણી’વચ્ચેનો ભેદ સમજાવ્યો.

મને યાદ છે ….,‘જ્યારે હું પાંચમાં ધોરણમાં ભણતી હતી. ત્યારે ‘હું’ પડી ગયેલી એટલે મને થોડું વાગ્યું પણ હતું. ત્યારે હું તો સુઇ ગઈ હતી.પણ….પણ એ રાત્રે મારી મમ્મી આખી રાત મારો હાથ પકડીને માર મારી બાજુંમાં જાગેલી’.

એ પણ યાદ છે મને કે જ્યારે હું પરીક્ષાની તૈયારી કરતી હતી.ત્યારે એ પણ એનાં જીવનની પરિક્ષા આપતી હોય એમ આખી રાત જાગતી.મને થોડી થોડી વારે પાણી,જ્યુસ,નાસ્તો આપ્યા જ કરતી.હું સુઈ જાવ ત્યારે એ વ્હાલ પુર્વક જગાડતી.

એ તો હું કેમ ભુલી શકું કે જ્યારે ‘હું’ કોલેજનાં લાસ્ટ યરમાં હતી. મારે હવે બહુ બધા મિત્રો બની ગયા હતા. સવારે કોલેજ,સાંજે બધાફ્રેન્ડસ ભેગા મળી ક્યાંક બહાર તો જવાનું જ.

એમાંય ક્યારેકમારા મિત્રો મારા ઘરે આવે ત્યારે હુ મમ્મીમે ખાસ કહેતી કે મારા દોસ્તો હોય ત્યારે ‘તુ’થોડી થોડી વારે મારા રૂમમાં ન આવ્યાકર. અમે લોકો તારા આવવાથી ડિસ્ટર્બ થઈએ છીએ. રજાનાં દિવસોમાં હુ મારા પપ્પા જોડે જ સમય પસાર કરતી.જ્યારે મમ્મી એનું બધું જ કામ પૂરૂ કરીનેઆવે ત્યાં તો ‘હું’ ને મારા પપ્પા અમારા અન્ય કામમાં લાગી ગયા હોઈએ.

જ્યારે મે વીરને જીવનસાથી તરીકે પસંદ કર્યો.ત્યારે મમ્મી એ મને સમજાવેલી કે જીવન ખુબ લાંબુ રહ્યું…,‘બેટા તું સમજણ પુર્વક વિચાર કરીને આગળ ડગ ભરજે ‘. અને મે મમ્મી શું કહેવા જઈ રહી છે એ સમજ્યા વગર જ કહેલું…,‘ કે તુ મારી મમ્મી છે કે બીજું કોઈ તું એક દિકરીની પણ ખુશી નથી જોઈ શકતી.તારાકરતા તો પપ્પા સારા છે.એમને આ વિશે ક્યારેય કોઈ પ્રશ્નો નથી કર્યા’.

થોડા અવાજ થવાથી વિચાર ભંગ થયો મારો.જોયું તો જેને હું ઝંખતી હત્તી એ મારી મમ્મી સામે જ હતી.પળનો પણ વિચાર ન કર્યો.
અને હુ એક શ્વાસે બોલવા લાગી …., “ જો આજે હું એક પરીની માં બની ગઈ.આજે મને સમજાયું કે માં એટલે શું ? તું આટ્લુ બધુ વ્હાલ કેમ મને કરતી હતી? ખરેખર “મા” ને સમજવા માટે પહેલાં “મા” બનવું જરૂરી છે.તારી એકલતા,તારો ત્યાગ, તારો પ્રેમ એ હું જો ‘મા’ ન બની હોત તો મને ક્યારેય ન સમજાત.’હુ’ મારા જીવનની બનેલી પહેલી સહેલીને કેમ ભુલી ગઈ?.

મમ્મી કશું જ ન બોલી ખાલી એટલું જ કહ્યું તું ભલે મા બની પણ મારા માટે તું આજેય મારી હસતી,રમતી,કુદતી,નટખટ,ચંચળ અને મારી મીઠડી નાનકડી મારી એ જ લાડું છે.

અને બસ……આટલા શબ્દો સાંભળતાં જ મારી આંખો વગર વાદળે હેલીની માફક મારી મમ્મીને ચોંટીને વરસી પડી…..

છેલ્લે એક જ શબ્દ નિકળ્યો….’મા’.

લેખક : તૃપ્તિ ત્રીવેદી

મિત્રો માતા પુત્રીની આ વાત શેર કરો તમારા મિત્રો સાથે, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી