દિકરીની જાત કેહવાય !! – એકવાર ફરી વિચારવા મજબૂર કરશે આ વાત !!

કાલે રાતે આ શબ્દ અેક વડીલ પોતાની દિકરી ને કહી રહયા હતા..વાત અેવી થય કે દિકરી ને ગરબા રમવા માં રાતે થોડું મોડું થય ગયું …અે વડીલ દિકરી ને લેવા આવ્યા હતા…અેમનુ પેહલુ જ વાક્ય આજ હતું …
“”પોરી (છોકરી) ની જાત થય ને આટલી રાતે બહાર રેહવાનુ ની શોભે..””
જોયું તો લાગ્યું કે વડીલ ને દિકરી ની ચિંતા જરૂર હતી પણ ……..પણ સાથે સાથે બિક હતી સમાજ ની…. મને અે હજું પણ નથી સમજાયુ કે અેક છોકરી રાતે થોડું મોડે સુધી ….ગરબા રમે તો ખોટું શું છે?????

નવરાત્રી ના નવ દિવસ તો આખું દેશ ગરબે ઝૂમતૂ હોય….અરે વિશ્વમાં પણ કેટલાય દેશો મા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે…..તો તેમા સમાજ ની બિક કેવી???? આ તો આરાધના કેહવાય…….

કદાચ અેમને દિકરી ના રાત્રે મોડે સૂધી ગરબા રમવા મા કોઇ વાધો ના હતો……પણ વડીલ ને અહી સમાજ ની બિક વધારે હતી….અેવુ લાગ્યું …..
આ બિક નું પણ કારણ છે ….અને અે છે સમાજ નું આ વિચિત્ર વલણ…. છોકરીઓ અે રાત્રે મોડે સુધી બહાર ના રોકાવાનુ….આવા કપડા નઇ પેહરવાના….આમ ના કરાય તેમ ના કરાય……

હા માન્યું કે દિકરી ની સુરક્ષા મહત્વની છે …..અને અે સાચું પણ છે….પણ શુ …દિકરી ને બંધન મા રાખીને જ અેને સુરક્ષિત કરી શકાય ???????? અેના કરતા તમારી સમાજ મા જે લોકો દિકરી ને લાછંન લગાવે છે અેમને સુધારો ……અેમને બંધન મા રાખીને પણ દિકરી ને સુરક્ષા આપી શકાય …….

દિકરી અે તો પતગિંયૂ કેહવાય જો અેને પકડી ને બંધન મા રાખશો તો અે તમારા હાથ તો રેહશે જ પણ જતા જતા પોતાનાં રંગ ની સાથે સાથે પોતાનું અસ્તિત્વ પણ છોડી દેશે…

દિકરી પર રોકટોક લગાવવા કરતા …દિકરી પોતે જ પોતાની રક્ષા કરવા સક્ષમ બને અેવા પ્રયત્નો કરવા જોઇઅે…..

આજે લોકો દિકરી ને સુરક્ષિત કરવા કરતા દિકરી ને જ બંધન માં રાખી મુકે છે…પણ દિકરી ના સપના અેની ઈચ્છા અો નું શું ???? અેને સપના જોવા નો કોઈ જ હક્ક નથી ????? .અેક વડીલ સાથે આજ વાત પર થોડો વિવાદ થયો…”વિવાદ” કદાચ ખોટો શબ્દ કહી શકાય ..કારણ કે વડીલ પોતાની રીતે સાચા જ હતા …

અેમના કેહવાનો મતલબ પોતાની દિકરી ને સુરક્ષા આપવાનો હતો પણ દિકરી ની આઝાદી છીનવી ને….અેમના મતે દિકરી ની સુરક્ષા આજ રીતે થઈ શકે …મને સાચે જ લાગ્યું કે શું દિકરી ને પોતાની આઝાદી અને સુરક્ષા અેક સાથે ના મળી શકે ????????

આજે લોકો દિકરી ને સુરક્ષિત કરવા કરતા દિકરી ને જ બંધન માં રાખી મુકે છે..જેથી અે સુરક્ષિત્ રહે અેને કોઈ દાગ ના લાગે…..પણ દિકરી ના સપના અેની ઈચ્છા અો નું શું ???? અેને સપના જોવા નો કોઈ જ હક્ક નથી ????? લોકો શું કામ સુરક્ષા ના નામ પર દિકરી ના ભવિષ્ય સાથે રમત રમતા હોય છે……..

કોઇ છોકરી ની છેડતી થાય…કોઇ છોકરી પર બળાત્કાર થાય તો પણ અે છોકરી ની જ ભૂલ દેખાય …..અેના કપડા થી તો અેના કેરેક્ટર નું પણ અનુમાન લગાવી લે છે…..પણ અે લોકો ને કેમ સમજાવીઅે કે …ભાઇ અ‍ાજકાલ તો ૩’૬’૧૨ વર્ષ ની છોકરીઓ પણ સુરક્ષિત નથી…આજ ના સમય નાં રાવણ ને તો કોઇ નોજ ડર નથી ….કપડા ને બળાત્કાર થવાનું કારણ બતાવવા વાળા મહાનુભાવો ને અેક જ સવાલ….

૩ વર્ષ ની છોકરી ને કેવી રિતે સાડી પેહરાવીઅે????? અેને કઇ રીતે સમજાવીઅે કે બળાત્કાર અેટલે શું ?????

લેખક : દિપ્તી રાઠોડ

તમારા વિચારો કોમેન્ટ માં આવકાર્ય !!

ટીપ્પણી