કરોડોની કમાણી કરનાર ”બાહુબલી” ના અભિનેતાના પ્રથમ પાંચ વર્ષ હતા બહુ કપરા, જાણી લો તમે.

પરીન્દો કો મંઝિલ મિલેગી યકીનન, યે ઉનકે પર બોલતે હૈ,
વો લોગ રહતે હૈ ખામોશ અક્ષ્સર, જમાને મેં જિનકે હુનર બોલતે હૈ.

એકદમ આવું જ બાહુબલી-૨ ની સફળતામાં જોવા મળી રહ્યું છે. એક એવી સફળતા જે નવા વિક્રમો રચી રહી છે. સિનેમાજગતમાં ભાગ્યે જ કોઇ ક્ષેત્ર રહ્યું હશે જ્યાં બાહુબલીએ તેની સફળતાનો ધ્વજ નથી લહેરાવ્યો. આજે, આખી દુનિયા તેની સફળતા માણી રહી છે.

પણ કહેવાય છે ને કંઈક મેળવવા માટે કઈક ગુમાવું પડે છે. અને કદાચ તે જ કારણ હતું કે બાહુબલી જેવી મોટા બજેટવાળી ફિલ્મ કરનારા અભિનેતા પ્રભાસને પોતાના જીવનમાં ઘણા બધા ફેરફાર કરવા પડ્યા. તેમણે મિત્રો તેમજ પરિવારનો સમય પણ બાહુબલીના પાત્રને સશક્ત બનાવામાં આપ્યો.
ફિલ્મના ડિરેક્ટર એસ.એસ. રાજમૌલીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પ્રભાસ અને તેમના કાસ્ટ અને ક્રૂએ પોતાનાં પાંચ વર્ષ બાહુબલી ફિલ્મને આપ્યા છે.

ફિલ્મના મુખ્ય અભિનેતા પ્રભાસને એસ.એસ. રાજમૌલીએ પાંચ વર્ષ માટે કોઈ અન્ય ફિલ્મમાં કામ ન કરવાની સલાહ આપી હતી અને પ્રભાસે ખુશીથી તે સ્વીકાર્યુ હતું કારણ કે કદાચ પ્રભાસને આભાસ થઇ ગયો હશે કે જ્યારે બાહુબલીનો ઉલ્લેખ થશે ત્યારે તેમનું નામ પણ સોનેરી શબ્દોમાં યાદ કરાશે.

એક સમય હતો જ્યારે પ્રભાસને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બાહુબલી જેવી મોટા બજેટની ફિલ્મ માટે આ તેમની વફાદારી અને સમર્પણ જ હતું કે તેમણે ડિરેક્ટરની પાસે પૈસાની વાત પણ ન કરી. પૈસા ન હોવાને કારણે મુશ્કેલીઓ તો પડે જ, અને પ્રભાસની સાથે કંઈક આવું જ બન્યું. આ મુશ્કેલીમાં, પ્રભાસને ૧૦ કરોડ રૂપિયાની જાહેરાતની ઓફર પણ મળી હતી, પરંતુ તેઓં આ ફિલ્મ વિશે એટલા ગંભીર હતા ને કે તેમણે જાહેરાતને ફગાવી દીધી હતી.

ડિરેક્ટર રાજમૌલીના જણાવ્યા મુજબ, પ્રભાસની પાસે જાહેરાતો અને ફિલ્મોની અસંખ્ય ઓફર્સ હતી, પરંતુ પ્રભાસનું ધ્યાન તે સમયે બાહુબલી પર જ હતું.

અને પ્રભાસ જાણતા હતા કે તેમની કામ પ્રત્યે સખત મહેનત અને સમર્પણ જ તેમને સફળતાની ચરમસીમાએ લઈ જશે અને આજે બાહુબલીને જે સફળતા મળી છે, તેનું પરિણામ દરેકની સામે છે. આજે, જ્યારે બાહુબલી કરોડો રૂપિયાની કમાણી કરીને પોતાનું નામ સુવર્ણાક્ષરોમાં લખાવી રહી છે, ત્યાં જ બીજી બાજુ ફિલ્મજગત પ્રભાસ જેવા નિષ્ઠાવાન અભિનેતાને મેળવીને પોતાને ધન્ય ગણાવી રહી છે.

મિત્રો, તમને આ પોસ્ટ વાંચીને થયું જ હશે કે REEL પર દેખાયેલો બાહુબલી પોતાની REAL લાઈફમાં પણ બાહુબલી કરતાં ઉતરતો નથી. ખરું ને? તમારું મંતવ્ય કોમેન્ટમાં જણાવજો.

લેખન અને સંકલન – રાજ પટેલ

ટીપ્પણી