ડાયનોસોર વિષે ચોંકાવનારી વાતો – તમે સપનામાં પણ નહિ વિચારી હોય !!

પ્રચલિત થિઅરી મુજબ આશરે ૬.૫ કરોડ વર્ષ અગાઉ ધૂમકેતુના કે લઘુગ્રહના પ્રહારે જો બધા ડાયનોસોરનો સફાયો કરી નાખ્યો હોય તો બીજા અનેક સજીવો તે હોનારતમાં કેમ બચી જવા પામ્યા ?

સંભવિત કારનો અનેક હતા ધરતી પર લગભગ ૧૬ કરોડ વર્ષ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી ચૂકેલા ડાયનોસોર જુરાસિક યુગ પછીના ક્રેટાશિયસ યુગમાં નાશ પામ્યા ત્યારે સ્તન્યવંશી જીવોની પણ જમાત ખીલી રહી હતી. (ડાયનોસોર સ્તન્યવંશી નહિ, પણ સરિસૃપો હતા). બહુમાન્ય અનુમાન મુજમ લઘુગ્રહે કે ધૂમકેતુએ વજ્રપાત જેવી પછડાટ ખાધા પછી ધૂળરાખનાં વાદળોનો અપારદર્શક ચંદરવો આકાશમાં ચડી તમામ પૃથ્વીને ઘેરી વળ્યો. મહિનાઓ સુધી તેને સૂર્યકિરણોને રોકી દીધા, એટલે પ્રકાશસંસ્લેશનની ક્રિયા અટકી જતા વનસ્પતિ મુરઝાવા લાગી. ધરતી પર બધે વનસ્પતિસૃષ્ટિને એકસરખો લુણો ન લાગ્યો હોય એ બનવાજોગ હતું, પણ માત્ર જંગલપ્રદેશોના આવાસમાં જીવતાં સુસ્ત અને સ્થૂળકાય વનસ્પત્યાહારી ડાયનોસોર ખોરાકની શોધ માટે તેમનું સ્થાનિક પર્યાવરણ છોડીને દુર સુધી ભટકી શકે તેમ ન હતા.

કહેવાનું તાત્પર્ય એ કે તેમની વસ્તી ચોમેર ફેલાયેલી ન હતી અને તેમના પર નભતાં માંસાહારી ડાયનોસોરની પણ નહી.આથી બંને જાતના ડાયનોસોર વારાફરતી મરી પરવાર્યા. બીજી તરફ સ્તન્યવંશી જીવો ધરતી પર ઘણી જાતના પર્યાવરણોમાં વ્યાપક રીતે પ્રસરેલા હતા, માટે અમુક જગ્યાએ તેમની વસ્તી સલામત રહી અને ત્યાં તેમનો વંશવેલો આગળ ચાલ્યો. ઉપરાંત નાના કદના આવા સજીવોનો ખોરાક પણ ડાયનોસોરના રોજિંદા આહાર જેટલો ન હતો. પૃથ્વીનું વાતાવરણ ફરી નોર્મલ બન્યું ત્યાં સુધીનો કસોટીજનક સમય તેમણે મામૂલી ખોરાક વડે ગુજારી નાખ્યો. ડાયનોસોરનો અંત લાવી દેનાર બીજું સંભવિત કારણ એ પણ ખરૂ કે ધૂળરાખનાં ચંદરવાએ સુર્યપ્રકાશ રોકીને પૃથ્વીનું તાપમાન અતિશય ઘટાડી નાખ્યાં પછી મહાકાય ડાયનોસોરને હુંફ લેવા માટે ક્યાંય આશરો મળી શકે તેમ ન હતો, જયારે સ્તન્યવંશી જીવોને (તેમજ નાના કદના બીજા સજીવોને પણ) ગુફામાં, બખોલમાં કે દરમાં તત્પુરતો ગરમાવો મળી રહ્યો. આ સજીવોનું ગરમ લોહી પણ તેમના શારીરિક ટેમ્પ્રેચરને નોર્મલ લેવલે જાળવતું હતું. સંભવિતપણે ઠંડા લોહીવાળા ડાયનાસોરના શરીરમાં એવા કુદરતી થર્મોસ્ટેટની સુવિધા ન હતી, એટલે તેમના શરીરનું તાપમાન વાતાવરણના તાપમાનને અનુસરી જીવલેણ હદે ઘટી જવા પામ્યું.

આ બધા માત્ર અનુમાનો છે. વાસ્તવમાં શું બન્યું હોય તે કહેવું મુશ્કેલ છે, કેમ કે આજે મળી આવતા ડાયનોસોરના નકરા હાડપિંજરો તેમના બાયોલોજિકલ ઢાંચા પર ઝાઝો પ્રકાશ નાખી શકતાં નથી. એક વાત જો કે ચોક્કસપણે કહી શકાય તેમ છે : પ્રાચીનકાળમાં કુદરતી આફતોએ સજીવસૃષ્ટીનો પોણો ડઝન વખત સંહાર કર્યા છતાં બધા સજીવો નાશ પામ્યા હોય એવું કદી બન્યું નથી. વિનાશનો મહત્તમ ફિગર ૯૦% છે, જે ૨૫ કરોડ વર્ષ પહેલા દર્જ થયો. બાકીના જે ૧૦% સજીવો ધરતી પર ટકી રહ્યા તેમના થકી જીવનનો ધબકાર ચાલુ રહ્યો.


www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે ફોન કરો 08000058004 પર અમારા કસ્ટમર કેરમાં.

ટીપ્પણી