ધ્રુજવતો બંગલો ભાગ :- 4, A Suspense-Thriller Story…..

(આપણે અગાઉના પ્રકરણોમાં જોયુ કે છ મિત્રો જંગલમાં ગયા તો ખરી પરંતુ તે ખુબ જ બુરી રીતે ફસાય ચુકયા છે. સમીર અને સોનાક્ષી ઘાયલ હાલતમાં જંગલમાંથી મળ્યા. વૃંદા અને દિવ્યાને કોઇએ અંધારી કોટડીમાં પુર્યા છે. મયુર અને વિનય કયાં હશે? જીવિત હશે? શું બંગલામાં ભુત છે? જાણવા માટે વાંચો આગળ….)

દિવસના સમયે મોટેભાગે ડર ઓછો લાગે છે. રાત્રિનો કાળો અંધકાર જ ભય પ્રેરક હોય છે. પરંતુ આ તો જંગલ છે. જયાં ભય ચોવીસ કલાસ સાથે જ રહે છે. જરાક સાવધાની ચુકયા એટલે પુરુ.

કડકડતી ભુખ બધાને લાગી હતી આથી તેઓ વધારે કાંઇ વિચાર્યા વિના બંગલામાં અંદર બેસીને નાસ્તો કરવા લાગ્યા. થોડી જ વાર થઇ ત્યાં તો ખુબ મોટે મોટેથી અવાજ આવવા લાગ્યો. પંખીઓની મોટે મોટેથી ચીખો અને પશુઓની દર્દેભરી ચીસોથી વાતાવરણ બિહામણુ બની ગયુ.

ભય ઓથાર વચ્ચે કોળિયો ગળેથી ઉતારવો શકય નથી. બધા જમવાનુ છોડી એક સાઇડ ખુણામાં આવી ગયા. તેઓ નદીકાંઠે હતા. જયાં શિકાર સૌથી વધારે થાય છે. પાણી પીવા આવેલા નાના પ્રાણીઓને જંગલી હિંસક પ્રાણીઓ શિકાર કરવા આવ્યા હતા. જેમાં એક હરણ વાઘના હાથે ફસાય ગયુ હતુ. હરણનો બચવા માટેનો પ્રયાસ અને વાઘનો શિકાર કરવાનો પ્રયાસ જોવાનો અનોખો નજારો તેઓ બધા જરાય જોવાની સ્થિતિમાં ન હતા. બસ ખુણામાં લપાય અને અવાજ સાંભળી પરિસ્થિતિ મહેસુસ કરી શકતા હતા.

થોડી વાર સુધી આ ખેલ ચાલ્યા કર્યો. વાઘ પોતાની પેટની ભુખ શાંત કરીને ચાલ્યો ગયો. બધા મિત્રો બારીમાંથી જોવા ગયા. વાઘના ગયા બાદ અન્ય માંસ બક્ષીઓ બચેલો શિકાર ખાવા આવી ગયા. થોડી વાર માટે તો બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા. હવે બધુ શાંત થઇ ગયુ હતુ. શું ખરેખર?

“ડોકટર સાહેબ મારા દીકરાને હુ બીજી હોસ્પિટલમાં લઇ જઇ શકુ?” લાલજીભાઇએ ડોકટર પંડયાના રૂમમાં જઇને કહ્યુ.

“કેમ તમને અહીંની ટ્રીટમેન્ટ પર શંકા છે? આ વડોદરાનુ ખ્યાતનામ દવાખાનુ છે.” ડોકટર પંડયાએ કહ્યુ. “ના સાહેબ એવુ નથી. ધંધા પાણી ખોટી થાય છે. વડોદરા રાજકોટથી ઘણું દુર પડે છે. રાજકોટ હોસ્પિટલ હોય તો ધંધા પર અને બાળકો અભ્યાસમાં ધ્યાન આપી શકે. સાહેબ ત્યાં પણ ઘણા મોટા દવાખાના છે.”

“હા, રાજકોટ પણ ઘણી મોટી હોસ્પિટલો છે. પરંતુ આ પોલીસ કેસ છે એટલે પહેલા તમારે તેની પરમિશન લેવી પડશે. અને મારા મતે તમે અહીં રહો તો પોલીસ કાર્યવાહીમાં સરળતા પડશે. તમે ઇચ્છતા નથી કે તમારા પુત્રને ન્યાય મળે અને ગુનેહગારોને સજા મળે.” “સાહેબ તમારી વાત સાચી છે. જવામાં ઉતાવળ કરવા જેવી નથી. અહીં જ રહીએ છીએ. સાહેબ મારા દીકરાની તબિયત.”

“તેના વિશે અત્યારે કાંઇ કહી શકાય એમ નથી. કોમા પેશંટ વિશે કોઇ પુર્વાનુમાન શક્ય નથી.” “સાહેબ બીજા કોઇ દવાખાને કે ડોકટરની જરુરિયાત હોય તો જરૂર પ્રયાસ કરજો.” “અમે અમારી રીતે પુરતા પ્રયત્નો કરી રહ્યા છીએ.”

લાલજીભાઇએ કેબિનમાંથી નીકળીને કહ્યુ, “કુસુમ, અહીં જગદીશ સાથે રહેવુ મુશ્કેલ છે અને બીજો કોઇ રસ્તો પણ નથી.” “હવે અત્યારે બધુ ભુલીને દીકરા વિશે વિચારો.” “કેમ ભુલી જાવ બધુ તને ખબર તો છે બધી.”

“તેઓ પણ મુશકેલીમાં છે. અત્યારે જુનુ ભુલીને આપણા સંતાનોના સ્વાસ્થ્ય વિશે વિચારવામાં ભલાઇ છે. સાથે મળીને પ્રયત્નો કરીશુ તો જ ગુનેગારોને સજા મળી શકશે. તમને ખબર છે. સોનાક્ષીને હોંશ આવ્યો હતો અને તેનુ અત્યારે ઓપરેશન ચાલી રહ્યુ છે.” “ઓપરેશન?”

“હા, કોઇ ક્રિટિકલ પ્રોબ્લેમ છે.”
“ઓહ” બધાએ થોડી વાર બાદ ફટાફટ નાસ્તો કરી લીધો. ન જાને પછી શુ નવુ બની જાય. જેમ બપોર પડવા લાગી હતી તેમ ગરમી વધવા લાગી હતી. શિકારની ઘટનાનો નજારો માણ્યા બાદ હવે જંગલમાં અનુભવ વગર દુર જવાની કોઇની હિંમ્મત ન હતી. તેઓએ થોડીવાર બહાર ચક્કર મારી, ગપ્પા માર્યા, મોબાઇલમાં ગેઇમ્સ રમી. પછી વાતાવરણની ઘામને કારણે તેઓએ સુવાનુ નક્કી કર્યુ જેથી રાત્રે જાગી શકાય. બધા આરામથી ઉંઘી ગયા.

સંધ્યા ઢળવા લાગી એટલે પ્રેમી પંખીડા સમીર અને સોનાક્ષી વોકિંગ માટે નીકળ્યા. અને અચાનક…………
“સર, હવે સોનાક્ષી બેનની તબિયત કેવી છે?” પેઢીના મુખ્ય માણસ મહેન્દ્રએ હોસ્પિટલમાં આવીને જગદીશભાઇને પુછ્યુ. “આ ત્રીજુ ઓપરેશન ચાલુ છે. કાલથી ડોકટર બસ ઓપરેશનો જ કરી રહ્યા છે. ભગવાન જાણે મારી દીકરીને શુ થશે?”

“ભગવાન જરૂર સારું કરશે. આપણે કયાં કોઇનુ બુરુ કર્યુ છે. ઇશ્વર પર ભરોસો રાખો. સૌ સારા વાના થઇ જશે.” “હા, મારી ભોળી સોનાક્ષી સાથે ઇશ્વર કયારેય બુરુ ન કરી શકે. શુ થયુ મિટિંગમાં? કાલે હતી તેમાં?”

“ખુબ જ સરસ રહી મિટિંગ. આપણને કોંટ્રાકટ મળી ગયો છે. બસ આ ફાઇલમાં સહી કરી દો એટલે કામ ચાલુ થઇ શકે.” “હા, લાઓ” ફાઇલમાં સહી થઇ ગઇ એટલે મહેન્દ્ર હોસ્પિટલની બહાર જવા નીકળ્યો. ત્યાં થોડે આગળ પોર્ચમાં “મહેન્દ્ર અંકલ, પ્લીઝ મારી સાથે બહાર આવશો. મારે થોડુ કામ છે.”

“સુરજ બેટા મારે મોડુ થઇ રહ્યુ. જલ્દી જઇને માલનો ઓર્ડર આપવાનો છે અને જરૂરી મિટિંગ લેવાની છે.” “અંકલ થોડુ જ કામ છે. જરાક બહાર આવોને” “ઓ.કે. બેટા” મહેન્દ્રને ખુબ ઉતાવળ હતી પરંતુ સુરજની વાત તે ટાળી ન શક્યો. આખરે મુત્સદી ગીરીમાં તે માસ્ટર હતો.

“હા, બેટા બોલો એવુ શુ કામ છે?” બહાર આવતા જ મહેન્દ્રએ કહ્યુ. “અંકલ, મારે તમારી થોડી હેલ્પની જરૂર છે.” “હા, બેટા હુ તારી બધી મદદ કરીશ. પરંતુ અત્યારે મારે બહુ કામ છે. સર અહીં હોસ્પિટલમાં છે. આખી ઓફિસ મારી માથે છે અને અત્યારે નવો કોંટ્રાકટ મળ્યો છે. હુ ખુબ જ વ્યસ્ત છુ. થોડા દિવસ બાદ તમને જરૂરથી મદદ કરીશ. હવે હુ નીકળુ છુ.” ઉતાવળે આટલુ બોલીને મહેન્દ્ર જવા નીકળી ગયો.

“અરે સાંભળો છો?” કુસુમબહેને હોસ્પિટલની લોબીમાં બેસીને લાલજીભાઇને કહ્યુ. લાલજીભાઇ ચિંતાગ્રસ્ત બેઠેલા હતા અને તેની પાસે આંકાક્ષા કોઇ પુસ્તક વાંચી રહી હતી. માતાની અવાજ સાંભળી તે પણ ધ્યાનથી સાંભળવા લાગી.

“દેવી બહેનનો ફોન હતો. તે કહેતી હતી કે પરબ વાળા દેબુ બાબા પાસે આખા લઇ આવ્યા એ તો સમીરની હાલતમાં જરૂર ફાયદો થશે. “વોટ નોનસેન્સ મમ્મી તુ પણ શુ આવી ફાલતુ વાતોમાં વિશ્વાસ કરે છે.” આકાંક્ષાએ ચીડાઇને કહ્યુ. “બેટા તુ નાનકડી હતી ત્યારે તને એકવાર સાપ કરડી ગયો હતો અને આમ બાબાના આખાથી જ તને ફેર પડયો હતો.” “મમ્મી પ્લીઝ એવો બકવાસ બંધ કર. ડોકટરો તેનો પ્રયાસ કરે છે.”

“તમે આ અકુની વાત પર ધ્યાન ન આપો. મારી બહેન દેવી કહેતી હતી કે તેના ચીકુડાના એકસિડંટ પછી પરબના બાબાના આખા પછી ફરક પડી ગયો હતો. તમે જરાક જઇ આવોને.”

“કુસુમ, મહેરબાની કરીને અંધશ્રધ્ધાની વાતો રહેવા દે. અકુ નાનકડી હતી ત્યારે પણ તને ના પાડી હતી. પરંતુ તુ તારી મમ્મી સાથે કોઇ ભુવા પાસે ગઇ હતી અને તેને ફરક કોઇ ભુવાથી નહીં. ડોકટરની દવાથી પડયો હતો. હવે આવુ વિચારવાનુ છોડી દઇ. પરમ શક્તિ પાસે પ્રાર્થના કર તો કાંઇક ફાયદો થશે.” “પણ” “બસ હવે હુ જમવાની વ્યવસ્થા કરવા જાઉ છુ. અકુ તુ આ દવા લઇ આવ.” “મહેન્દ્રકાકા” બસ સ્ટોપ પર બસની વેઇટ કરતા મહેન્દ્રએ અચાનક સુરજને જોતા આશ્ચર્ય પામતા કહ્યુ, “સુરજ બેટા, તુ અહીં” “મારે તમારુ કામ છે.”

“એવુ શું કામ છે કે તુ પાછળ જ પડી ગયો છે અને અહીં સુધી પહોંચી ગયો.” પક્ષીઓના કલરવ સાંભળીને બધા ઉઠી ગયા. ઉઠીને જોયુ કે સમીર અને સોનાક્ષી ત્યાં હતા નહિ.

“હે ગાઇસ આ લોકો કયાં ગયા?” મયુરે પુછ્યુ. “કયાંક બહાર ગયા હશે” વૃંદાએ કહ્યુ. “તેઓ સલામત તો હશે ને? આપણે તેઓને શોધવા જોઇએ.” દિવ્યાએ કહ્યુ. “હા, દિવુ સાચુ કહે છે. આપણે તેને શોધવા જવુ જોઇએ.” “ઓ.કે. તમે બંન્ને અહીં બંગલાની આસપાસ રહો. અમે તેઓને શોધી લાવીએ છીએ.”

“હા, પણ જલ્દી કરજો. અમને અહીં ખુબ જ ડર લાગી રહ્યો છે.” “અમે હમણાં જ તેઓને શોધીને લાવીએ છે. તમે અહીં હિમ્મતથી રહેજો.” મયુર અને વિનય સમીર અને સોનાક્ષીને શોધવા જતા રહ્યા અને પાછળથી……………………….

“અંકલ, મારે એક સવાલનો જવાબ જોઇએ છીએ” “હા, જલ્દી બોલ બેટા. મારી બસ હમણાં આવી જશે અને આ છેલ્લી બસ છે.” “અંકલ, જાની પરિવાર અને પંડયા પરિવાર વચ્ચેની દુશ્મનીનુ કારણ શુ છે?” “સુરજ બેટા, અત્યારે આવી ક્રિટિકલ પરિસ્થિતિમાં તમને આવા ફાલતુ સવાલ કેમ યાદ આવે છે. તે બધુ જગ જાહેર છે.”

“પણ શું?” “જગદીશભાઇને સાહેબે પરિવારની જેમ રાખ્યા અને તેને આટલુ સન્માન આપ્યુ તો પણ તેને આપણી પેઢીમાંથી મોટી ઉચાપત કરી. વળી આજ સુધી તેને ગુનો કબુલ પણ નથી કર્યો અને સાહેબ સાથે મોટો ઝઘડો કર્યો.”

“ખરેખર તેઓએ જ ઉચાપત કરી કે બીજા કોઇએ તેનુ નામ ચડાવી દીધુ.” “બીજુ કોણ એવુ કરે. આજે જે તેની પાસે જમીન અને દુકાન છે તે કયાંથી આવી?” મહેન્દ્રએ જરા થોથવાતા કહ્યુ. “પણ પિતાજી કે તમે પુરતી તપાસ કરી કે એમ જ કોઇના કહેવાથી તેઓને ગુનેગાર માની લીધા.”

“બેટા તપાસ તો કરી જ હોયને. પણ અત્યારે આ પરિસ્થિતિમાં તુ મારી આમ ઉલટ તપાસ કેમ કરે છે? મારે મોડુ થાય છે. તારે જે જાણવુ હોય તે તારા પિતા પાસે જાણી લે જે. મને હવે જવા બસ હમણાં આવે જ છે.” “મારે તમારુ જ કામ છે. તમારો મુંબઇનો બંગલો અને ગાડીને બધુ કયાંથી આવ્યુ?”

“બંગલો-ગાડી!” “હા, અંકલ મે બધી તપાસ કરી લીધી છે. તમે હવે આ વાત ફેરવવાની રહેવા દો અને પિતાજી પાસે તમારો ગુનો કબુલી લો.” “કેવો ગુનો?” “મારી પાસે બધા સબુત પણ છે. હુ પિતાજીને બધી વાત કહીશને તો તમારી ખેર નહિ રહે. સારપ તેમાં જ છે તમે ગુનો કબુલી લો અને નોકરી છોડીને જતા રહો.” સુરજનુ અંધારામાં છોડેલુ તીર કામ લાગવા લાગ્યુ.

મહેન્દ્ર પાસે કાંઇ કહેવા જેવુ રહ્યુ નહિ. તેની પાસે લાલજીભાઇનો સામનો કરવાની હિંમ્મત પણ ન હતી આથી એક કાગળમાં પોતાનો ગુનો કબુલી તે નોકરી છોડી જતો રહ્યો.

“લાલજીભાઇ તમારી દીકરી સોનાક્ષી હવે ખતરાની બહાર છે.” ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળી ડો. બત્રાએ કહ્યુ. “ખુબ ખુબ આભાર ડોકટર સાહેબ. હુ મારી દીકરીને મળવા જઇ શકુ.” હરખઘેલા થઇ લાલજીભાઇએ કહ્યુ. “ના, હજુ તેને 48 કલાક આરામ અને ફુલ ઓબઝર્વેશનમાં રાખવાની છે. તમે કોઇ તેને મળી નહિ શકો. અમારો સ્ટાફ 24 કલાક તેની સાથે રહેશે.”

“સાહેબ, અમે ખાલી અમારી દીકરીને જોઇ શકીએ છીએ?” “ના, અંદર રૂમમાં કોઇને જવા દેવામાં આવશે નહિ. માજી હવે શુ ચિંતા કરો છો. 48 કલાકમાં તે ભાનમાં આવી જશે અને પછી નિરાંતે મળજો.” “તમારે લોકોએ આરામ કરવો હોય કે જવુ હોય તો જઇ શકો છો. સોનાક્ષીનુ પુરુ ધ્યાન અમે રાખીશુ.” ડો. બત્રાએ જતા જતા કહ્યુ. ડોકટર ગમે તે કહે. જયારે આપણુ સ્વજન પીડામાં દવાખાને હોય ત્યારે આરામ ચેન બધુ ભુલાય જાય છે. કોઇને થાકની ખબર પડતી નથી. બધા દવાખાને જ રહ્યા કોઇ કયાંય પણ ગયુ નહિ.

“કુસુમ, મારાથી એક મોટી ભુલ થઇ ગઇ છે.” મહેન્દ્રની ચિઠ્ઠિ વાંચીને લાલજીભાઇએ કહ્યુ. “શું થયુ અને કોની ચિઠ્ઠિ છે?” “મહેન્દ્રની, તેને પોતાનો ગુનો કબુલી લીધો છે. વર્ષો પહેલા તેનો ભોગ મારો મિત્ર જગદીશ બન્યો હતો. ખુબ જ મોટી ભુલ થઇ ગઇ હતી. હુ માફી માંગવા માટે જાઉ છુ.” હાથમાં રહેલી ચિઠ્ઠિ તેની પત્ની કુસુમને આપીને લાલજીભાઇ તેના મિત્ર જગદીશભાઇ પાસે જતા કહ્યુ.

“જગા” વર્ષો પહેલા સાંભળેલુ નામ સાંભળીને જગદીશભાઇ ચમકી ગયા. તેને પીઠ ફેરવીને જોયુ તો લાલજીભાઇને ઉભેલા જોઇ તેનુ મોં બગડી ગયુ. “મારી નજર સામેથી દુર થઇ જાવ નહિતર પરિણામ સારું નહિ આવે.” જગદીશભાઇએ ગુસ્સાથી કરડાઇને કહ્યુ. “જગા, હુ માફી માંગવા આવ્યો છું.” “માફી! હવે બધા નાટક રહેવા દે અને ચાલ્યો જા.” “હુ તારો ગુસ્સો સમજી શકુ છુ મે ખુબ જ મોટી ભુલ કરી છે. તારે મને જે સજા આપવી હોય તે આપી શકે છે. પરંતુ મહેરબાની કરીને મને માફ કરી દે. મે કાંઇ પણ સમજ્યા વિચારીયા વિના તારા પર આરોપ લગાવી દીધો.

સમીર અને સોનાક્ષી તો જતા રહ્યા અને મયુર અને વિનયને તેને શોધવા ગયેલા પણ ઘણો સમય થઇ ચુકયો હતો. હજુ સુધી તેઓ આવ્યા ન હતા. અંધારુ ખુબ જ વધવા લાગ્યુ હતુ. દિવ્યા અને વૃંદા ભગવાનનુ નામ લેતા લેતા એકબીજાને પકડીને દરવાજા પાસે ઉભા હતા. ત્યાં એક મોટી ચીસ સંભળાયી. બંન્ને ખુબ જ ગભરાઇ ગઇ. “સુરજ, થેન્ક્યુ સો મચ.” આકાંક્ષાએ સુરજને કોલ કરીને કહ્યુ. “કેમ? મે શુ કર્યુ?” “તારા કારણે આજે બંન્ને પરિવાર એક બની ગયા છે.” “સાચે જ” “હા, તારા પિતા લાલજીભાઇએ માફી માંગીને બધુ ઠીક કરી દીધુ છે.” “વાહ, મારો તુક્કો કામ લાગી ગયો.” “તુક્કો!”

“હા, મને મહેન્દ્ર કાકાના મુબંઇના બંગલા અને ગાડી વિશે ખબર હતી. બીજા થોડા હવામાં તુક્કા લગાવ્યા અને તે ડરી ગયા અને બધુ સત્ય સામે આવી ગયુ.” “થેન્ક ગોડ કે બધુ ઠીક થઇ ગયુ.”

48 કલાક વિતી ગયા અને ધીરે ધીરે સોનાક્ષીને હોશ આવવા લાગ્યો. તે હવે ખતરાની બહાર હતી. તેને બહુ બોલવાની મનાઇ હતી. તે પોતાના પરિવારને જોઇ શકતી. “બેટા, હવે કેવુ લાગે છે? કોણે તારા પર હુમલો કર્યો? શું થયુ હતુ?” કુસુમબહેને સોનાક્ષીના ખાટલે બેસીને કહ્યુ.

“માજી, તમે તેને વાતો ન કરાવો. હજુ તેની હાલત સાવ સારી બની નથી.” નર્સે કુસુમ બહેનને કહ્યુ. “હવે તમે લોકો બહાર પણ જાવ. સોનાક્ષીના ડ્રેસિંગનો સમય થઇ ચુક્યો છે. ત્યાર બાદ દવા આપી તેને આરામ કરાવવાનો છે.”

થોડી વાર બાદ સોનાક્ષીને ડ્રેસિંગ થઇ ગયુ. તેને કોઇ સાથે વાતચીત કરવાની મનાઇ હતી. આથી તે પોતે વિચાર મગ્ન બની ગઇ.
સમીર અને સોનાક્ષી બંન્ને મોકાનો લાભ લઇ ફરવા નીકળી ગયા. જંગલમાં રાત્રિ ખુબ જ વહેલી પડે છે. તેઓ થોડે દુર ગયા તો અંધારુ ઘેરાવા લાગ્યુ.

“સમીર, આપણે આ રીતે આમ ન આવવુ જોઇએ.” “કેમ તને ડર લાગી રહ્યો છે? કમ ઓન ફરી કયારે આવો મોકો મળશે આવી રીતે એકલા એક્લા ફરવા જવાનો” “આવા ભયાનક જંગલમાં આવી રીતે બધાએ અલગ ફરવા જવુ તે મુશ્કેલીનુ કારણ બની શકે છે.”

“સોનુ, ડરવા જેવુ કાંઇ નથી. ખોટી ચિંતા છોડી દે.” “હવે અંધારુ વધવા લાગ્યુ છે. બધા જાગી ગયા હશે અને આપણને શોધતા હશે. આપણે હવે જવુ જોઇએ.” “હા ચાલો” સમીર અને સોનાક્ષી બંન્ને બંગલા તરફ જવા લાગ્યા. અંધારુ અને પ્રાણીઓના બિહામણા અવાજો વાતાવરણને ભયભીત બનાવી રહ્યા હતા. તેઓની બેટરીના સેલ પણ ડીમ પડવા લાગ્યા હતા. તેઓ થોડે જ દુર ગયા હતા. પરંતુ પરત ફરતા બંગલો દેખાતો જ ન હતો. તેઓ ચાલતા જ રહ્યા હતા પરંતુ રસ્તો પુરો થતો જ ન હતો. “સમીર, આપણે રસ્તો ભુલી ગયા લાગીએ છીએ.”

“હા, સોનુ મને પણ લાગે છે પરંતુ હવે મને લાગે છે કે આપણે નજીકમાં જ છીએ.” “આ……………આ” એક દર્દેભરીચીસ પાડી સોનાક્ષી નીચે બેસી ગઇ. “સોનુ, શુ થયુ?” હાંફળો ફાંફળો સમીર તેની પાસે આવીને બેસી ગયો.

“વીંછી, વીંછીએ દંશ માર્યો. ઓહ્હ માં બહુ જ દુ:ખે છે.” સોનાક્ષીએ રડતા રડતા કહ્યુ. સમીરે પોતાના થેલામાંથી એક શીશીમાંથી થોડી દવા લગાવી દીધી અને સોનાક્ષીને પોતાના ખોળામાં સુવડાવતા કહ્યુ, “મેં આ ઝેર અને પીડાનાશક દવા લગાવી દીધી. ડોન્ટ વરી હમણા પીડા શાંત થઇ જશે.” “બહુ જ દુ:ખી રહ્યુ છે.” તેઓ વાતો કરી રહ્યા હતા ત્યાં કોઇ તેને પાછળથી ખેંચવા લાગ્યુ.

“કોણ છે?” સમીરે પોતાની પકડ છોડાવીને કહ્યુ. ડરાવણી આકૃતિ જોઇને સોનાક્ષી એકદમ ઘભરાય ઉઠી. કાળી લાંબી આકૃતિ ખુબ જ બિહામણી હતી. જેની આંખો મોટી હતી અને ચહેરો વિકરાળ અને ડરામણો હતો. તેના નખ ખુબ જ મોટા હતા. અંધારામાં આ વિકરાળ આકૃતિ વાતાવરણને ભયજનક બનાવી રહી હતી. સોનાક્ષી ડરના માર્યી બેભાન બની ગઇ.

“કોણ છે?” સમીરને અંદરથી ડર લાગી રહ્યો હતો પરંતુ તે હિમ્મત રાખીને પુછ્યુ. તે વિકરાળ આકૃતિ કાંઇ બોલી નહિ અને સમીર પર હુમલો કરવા લાગી. સમીરે પોતાની બધી હિમ્મત બતાવી લડવાનો પ્રયાસ કર્યો અને સોનાક્ષીને બચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેને ચાકુથી ઉપરાઉપરી ઘાવ કરીને તેને લાગ્યુ કે બંન્ને મરી ગયા છે એટલે જતી રહી. કિસ્મત જોગે તેઓ બચી ગયા. સોનાક્ષી આજે જીવિત હતી. પરંતુ એ વિકરાળ ચહેરો યાદ આવતા તે ખુબ જ મોટેથી ચીસ પાડી ઉઠી. તે સાંભળી નર્સ અને લાલજીભાઇ કુસુમ બહેન બધા દોડીને અંદર આવી ગયા.

“શું થયુ? કાંઇ પ્રોબ્લેમ થયો?” નર્સે બધુ ચેક કરતા કહ્યુ. “બચાવો, બચાવો, તે મારી નાખશે અમને. સમીર કયાં છે?” સોનાક્ષી ફરી ચીસ પાડતા કહ્યુ. “કોણ મારી નાખશે? સોનુ અહીં કોઇ નથી.” સુરજે કહ્યુ. “ભુત, તે પ્રેત અમને મારી નાખશે.” સોનાક્ષીએ ગભરાયને સંકોચાતા કહ્યુ.

“સોનાક્ષી બેટા, અહીં કોઇ નથી. શાંત થા.” કુસુમબહેને તેનો હાથ પકડતા કહ્યુ.
સોનાક્ષી હજુ કાંપી રહી હતી. નર્સે તેને આરામ કરવાનુ કહ્યુ. તે ખુબ જ ગભરાયેલી હતી. લાલજીભાઇ ડો.બત્રાને બોલાવી લાવ્યા.

“બેટા, પ્લીઝ તુ આરામ કર. અહીં કંઇ નથી?” ડો.બત્રાએ કહ્યુ. “હવે અમે નિવેદન લઇ શકીએ છીએ?” ઇન્સ્પેકટરે પાછળથી આવીને પુછ્યુ. “ઇન્સપેકટર, પ્લીઝ હજુ તેને આરામની જરૂર છે. થોડા સમય બાદ નિવેદન લઇ લેજો. નર્સ પ્લીઝ તેને માઇલ્ડ સ્લિંપિગ ડોઝ આપી દો.” ડો. બત્રાએ કહ્યુ. નર્સે ડોકટર બત્રાની સુચના મુજબ કર્યુ. થોડીવારમાં સોનાક્ષી સુઇ ગઇ. બધા બહાર જતા રહ્યા. “સર, મારા પુત્રને કયારે હોંશ આવશે” સોનાક્ષીને હોંશ આવતા આશાભેંર ડો. બત્રા સમીરને ચેક કરવા આવ્યા ત્યારે જગદીશભાઇએ પુછ્યુ. “કોમા પેશ્ંટ માટે નો આઇડિયા. હુ અત્યારે કાંઇ ન કહી શકુ.” “સર…………”

“જગદીશભાઇ ચિંતા ન કરો ધીરે ધીરે બધુ સારુ થઇ જશે. ઘાવ રુઝાઇ જશે એટલે કદાચ જલ્દી હોંશ આવી જશે.” ડોકટરની વાત સાંભળીને જગદીશભાઇ અને ગીતાબહેનના ચહેરા પર થોડી ખુશી આવી.

મયુર અને વિનય ઘણાં સમયથી ગયા હતા. દરવાજા પાસે ઉભેલી દિવ્યા અને વૃંદાને કોઇની ચીસ સંભળાઇ. તેઓ બંન્ને ખુબ જ ગભરાય ગઇ. કોણ હશે? દિવ્યાને આખા શરીરમાં પરસેવો વળવા લાગ્યો અને તેને ચક્કર આવી ગયા અને તે બેભાન બની ગઇ.

“દિવુ, ઉઠ જલ્દી ઉઠ.” વૃંદા નીચે બેસીને દિવ્યાને ઢંઢોળવા લાગી. તેને એકલા એકલા ખુબ જ ભય લાગી રહ્યો હતો. દિવ્યાને હોંશ આવે તે પહેલા જ ફરીથી તે ચીસ સંભળાઇ અને તે વિકરાળ આકૃતિ આવીને ઉભી રહી. વૃંદા, “બચાઓ, બચાઓ, મયુર વિનય” તેમ ચીસો પાડવા લાગી. તેને કાંઇ સુઝતુ ન હતુ આથી તે આકૃતિ ધીરે ધીરે અંદર આવતી હતી. તેમ વૃંદા રૂમમાં અંદર જવા લાગી. તે વિકરાળ પ્રેતાકૃતિ દિવ્યાને ઢસડીને લઇ ગઇ. વૃંદાના હોશકોશ ઉડી ગયા. તે પાછળના દરવાજાથી, “બચાઓ, બચાઓ” ચીસો પાડતી ભાગવા લાગી ત્યાં ફરીથી તે વિકરાળ આકૃતિ તેની સામે આવી ગઇ અને વૃંદાના હ્રદયના ધબકારા વધી ગયા અને તે બેભાન થઇ ગઇ અને જયારે તે બંન્ને ભાનમાં આવી ત્યારે અંધારી કોટડીમાં પુરાયેલી હતી.

“દિવુ, મને ખુબ જ ડર લાગી રહ્યો છે? આપણે કયાં છીએ? હવે શું થશે આપણી સાથે?” “વંદા, બીજા બધા સાથે શુ બન્યુ હશે? તેઓ બચાવવા નહિ આવે તો આપણે હિમ્મતથી અહીંથી નીકળવુ જોઇશે.” “પરંતુ કેવી રીતે અહીંથી નીકળીશુ?” “કોઇ આપણને ખાવાનુ અને પાણી આપવા આવે છે તેના પર હમલો કરીને અથવા અહીંથી કયાંય બાકોરુ પાડીને નીકળી જઇશુ.” “બાકોરુ!!!!!!!!!!! બહાર કોઇ હશે તો?”

“કંઇક તો કરવુ જ જોઇશે.”
“પાણી, પાણી” કોઇનો દર્દભર્યો અવાજ સાંભળીને માંડ માંડ મયુરની આંખ ઉઘડી. ચારે બાજુ સાવ અંધારુ હતુ તેને કાંઇ પણ દેખાતુ ન હતુ. “પાણી, પાણી” કોઇ અવિરત રીતે ઝંખી રહ્યુ હતુ. “કોણ?” મયુરથી માંડ માંડ બોલાયુ. તેને આખુ શરીર દર્દ કરી રહ્યુ હતુ. તે ચત્તો સુતેલો હતો. તેણે ઉઠવાનો પ્રયાસ કર્યો. પરંતુ દર્દના કારણે તેનાથી ઉઠાતુ પણ ન હતુ. તેને ચારેબાજુ હાથ ફેરવીને જોયુ તો કોઇના શરીર પર ભીના ભીનામાં હાથ તેના આવ્યા. અને હાથ અડતા જ તેને કોઇની ચીસ સંભળાયી.

“ઓય માં.” અરે આ તો વિનયનો અવાજ છે. આટલો પરિશ્રમ તો તેનાથી માંડ થયો અને તે બેભાન થઇ ગયો. વિનય પણ પાણી પાણી ઝંખતો બેહોશ બની ગયો. બંન્ને લોહી લુહાણ ઘાયલ હાલતમાં એક અંધારી ગુફામાં પડેલા હતા.

સોનાક્ષીનો ડર જતો ન હતો છતાંય પોલીસના આગ્રહવશ તેનુ નિવેદન લેવાયુ અને પોલીસે તે વિકરાળ વ્યક્તિનો સ્કેચ બનાવ્યો અને તેને જંગલમાં સર્ચ કરતી ટીમને સોંપ્યો અને ખુબ જ ઝડપથી તેની તપાસ આગળ વધારી.

દિવ્યા અને વૃંદાને એક અંધારી ઓરડીમાં પુરવામાં આવી હતી. તેની પાસે તેના મોબાઇલ કે બેટરી કાંઇ ન હતી. દિવસમાં એક વાર કોઇ કાળા કપડાં પહેરેલુ આવતુ અને તેને ખાવાનુ અને પાણી આપી જતુ. તેનો ચહેરો પણ આખો ઢંકાયેલો રહેતો. આથી તે કોણ છે તે ખબર પડતી ન હતી. એટલી વાર દરવાજો ખુલતો બાકી સાવ અંધારામાં તે નીરવ શાંતિમાં રહેતા. આજુબાજુ જંગલી જાનવર સિવાય કોઇનો અવાજ સંભળાતો હતો નહિ. તે બંન્ને એ આખો દિવસ ખુબ જ તપાસ કરી પરંતુ કયાંયથી બાકોરુ પડે તેમ ન હતુ. તેઓ નિરાશ થઇ ગયા.

પરંતુ માણસના કિસ્મત કામ કરતા હોય ત્યારે અચાનક ચમત્કારો પણ બની જતા હોય છે. એમ વિશાળ જંગલી પ્રાણી દરવાજા સાથે અથડાયુ હોય કે શું થયુ. દરવાજો ટુટી ગયો. વળી તે પ્રાણી પણ ગભરાયને જતુ રહ્યુ અને વૃંદા અને દિવ્યા ભાગી નીકળી ગાઢ જંગલમાં રાત્રિ ઢળવા લાગી હતી. છતાંય તેઓ હિમ્મત કરીને એક દિશામાં ભાગવા લાગ્યા થોડી વાર બાદ તેને લાગ્યુ કે કોઇ તેનો પીછો કરી રહ્યુ છે. પરંતુ રાતના અંધારામાં તે લપાઇ ગયા આથી તેને કોઇ શોધી શક્યુ નહિ. તેને શોધનાર દુર ગયુ એટલે ફરી તેઓ ભાગવા લાગ્યા અને કિસ્મત જોગ સવાર પડતા પહેલા તે પોલીસને મળી ગયા.

પોલીસ ટુકડી તેને શહેરમાં હોસ્પિટલમાં લઇ આવી. તેને શોધનાર વિકરાળ આકૃતિ પણ પોલીસને હાથ આવી ગઇ. તેની પુછતાછ કરીને વિનય અને મયુરનો પત્તો પણ મેળવી લીધો. તેને એક ગુફામાં પુરવામાં આવ્યા હતા. વિકરાળ આકૃતિએ તે બંન્નેને ખુબ જ માર માર્યો હતા.
ઇન્સ્પેક્ટરે તે આકૃતિ જે એક જંગલી આદિવાસી હતો તેને ખુબ મારીને તેનુ નિવેદન લીધુ ત્યારે તેણે જે આદિવાસી ભાષામાં કહ્યુ તે સાંભળી બધા આશ્ચર્ય ચકિત થઇ ગયા. પોલીસ સ્ટેશને છ મિત્રો અને તેના પરિવાર અને કશ્યપ સામે તે આદિવાસી વ્યક્તિનુ નિવેદન લેવામાં આવ્યુ. તેની ભાષા આદિવાસી જેવી હતી આથી પોલીસે ટ્રાંસ્લેટરની મદદ લીધી.

“મારુ નામ મારુત છે અને હુ જંગલમાં જ જન્મયો અને ત્યાં જ મોટો થયો. અમે જંગલી લોકો ગુફાઓમાં રહીએ છીએ અને જે મળે તે ખાઇને ભટકતા રહીએ છીએ. જંગલી અને હિંસક પ્રાણીઓના ભય વચ્ચે અમારુ જીવન સલામત નથી. અમે ટોળામાં જ રહીએ છીએ. અમારા ટોળામાં મારા માતા પિતા અને પરિવારના અન્ય સભ્યો બધા સાથે રહેતા હતા. એક દિવસ પાગલ બનેલા હાથીના ટોળાએ મારા આખા પરિવારનો ભોગ લઇ લીધો. હુ થોડો દુર હતો આથી નસીબ જોગ બચી ગયો. તે આખો સંહાર મે મારી નજરે જોયો. હુ કાંઇ જ ન કરી શક્યો.

તે દિવસથી મને જંગલમાં ખુબ જ ડર લાગવા લાગ્યો આથી મેં જંગલ બહાર શહેરની ઘણી વાતો મેં મારા માતા પિતા પાસે સાંભળી હતી. મારી માતા કહેતા કે શહેરમાં લોકો સુરક્ષિત હોય છે. તેથી મેં જંગલમાંથી બહાર શહેરમાં આવીને રહેવાનુ નક્કી કર્યુ. હુ ખુશ થતો શહેરમાં આવી ગયો. પરંતુ હુ તદન જંગલી છુ. શહેરી માણસોએ મારો તિરસ્કાર કર્યો. લોકો મને ઘુત્કારતા અને બાળકો મને પથ્થર મારતા.

ફરી હુ જંગલમાં આવી ગયો. વળી પાછો ભય અને જીવવા માટેનો સંઘર્ષથી કંટાળીને શહેરમાં આવ્યો. પરંતુ લોકોના તિરસ્કાર અને મારથી મને શહેરી લોકો પ્રત્યે નફરત અને ઘૃણા પેદા થઇ ગઇ અને પછી હુ બદલો લેવા માટે જંગલમાં આવતા લોકોને મારવા લાગ્યો અને તેના માંસની મિજબાની માણતો.”

તેની વાત સાંભળી બધા સડક થઇ ગયા. એક નિર્દોષ આદિવાસીને ભયાનક રાક્ષક બનાવનાર કોણ હતુ? ભલે તે જન્મથી આદીવાસી હતો પણ તેમાં તેનો કાંઇ વાંક ન હતો, શહેરના લોકોએ જ્યારે તેને હુંફ અને પ્રેમ ન આપ્યા ત્યારે તેને શહેરી લોકો પ્રત્યે નફરત જાગી અને તેણે ગુન્હાખોરીનો રસ્તો અપનાવ્યો.

મારૂતે કરેલા ગુના અક્ષમ્ય હતા અને તે બદલ તેને મૃત્યુદંડની સજા કરવામાં આવી. તેણે કરેલા ગુનાની સજા તેને મળી ગઇ અને કોલેજીયન ટોળકી હેમખેમ તેના પરિવાર સાથે પરત પોતાને ઘરે પહોંચી ગયા.

 લેખક :-   ગોકાણી ભાવીષાબેન આર.

આપ સૌ ને આખી સ્ટોરી કેવી લાગી ? અચૂક જણાવજો !!!

ટીપ્પણી