ધ્રુજવતો બંગલો – ભાગ :- 3, A Suspense-Thriller Story…..

ભાગ – ૧ અને ભાગ – ૨ વાંચવા અહી ક્લિક કરજો : ધ્રુજાવતો બંગલો ભાગ – ૧ધ્રુજાવતો બંગલો બાગ – ૨

=====================================================================

“દિવ્યા આ અંધારી કોટડીમાં મને ખુબ જ ડર લાગે છે. હજુ એ ભયાનક ચહેરો મને ભુલાતો નથી. બહુ પ્રયત્નો કર્યા છતા પણ સતત તેના જ વિચારો મને આવે જાય રાખે છે.” વૃદાએ કહ્યુ “હા વૃદા બીજા બધાનુ તો શું થયુ હશે???? મને પણ ખુબ ડર લાગે છે આપણે મોટી મુસીબતમાં ફસાઇ ગયા છીએ. મને હજુ પહેલા યાદ આવી ખુબ ડર લાગી રહ્યો છે. યાદ છે આપણે પાંચ વાગ્યે પિકચર જોઇને નીકળ્યા હતા ત્યારે……………….

ફલેશબેક: બે દિવસ પહેલા બધા પિકચર જોઇંને હોટેલ પરથી બધો સામાન લઇને નીકળી ગયા. નીકળતા પહેલા મયુરે કશ્યપને કોલ કરી દીધો કે તેઓ જંગલમાં જાય છે.

તેઓ એ એક કાર ભાડે કરી લીધી અને તે કાર તેમને જંગલ તરફ મુકી ગઇ. રસ્તામાં વૃંદાએ કહ્યુ, : દોસ્તો જંગલ અને ત્યાંના રસ્તા આપણા માટે અજાણ્યા છે. ચાલો ને આપણે એક ગાઇડ કરી લઇએ.”

“ વન્દાડી તુ એકદમ ડરપોક છે.આપણે ચેલેન્જ લીધો છે કોઇ પિકનિક માટે આવ્યા નથી. કોઇની પણ મદદ લેવાની નથી આપણે યાદ છે ને? હવે આ ગાઇડનો વિચાર છોડી દે અને આપણી ટીમ પર ભરોસો રાખ.” વિનયે કહ્યુ.

“હા વૃંદા આપણે આટલા બધા છીએ પછી ડર શેનો? અને આપણે સાયન્સ સ્ટુડન્ટસ છીએ અને સાઇન્સ પણ એમ જ કહે છે કે ભુત પ્રેત જેવુ કાંઇ હોતુ જ નથી અને આપણી ટીમે એ પ્રુફ કરી બતાવવાનુ છે.”

“ઓ.કે.બાબા હુ તો જસ્ટ સજેસ્ટ કરતી હતી, હું કાંઇ ડરતી નથી આ તો જસ્ટ મને મગજમાં આવ્યુ તો મે કહ્યુ અને મને આપણી ટીમ પર પૂરો ભરોસો છે.” “તો પછી ચહેરા પર પસીનો કેમ છુટવા લાગ્યો વૃંદા?” દિવ્યાએ કમેન્ટ કરી એટલે બધા મોટે મોટેથી હસવા લાગ્યા

થોડી જ વારમાં તેઓ જંગલમાં પહોંચી ગયા. બધાએ એક કોલેજ બેગ લીધી હતી જેમાં તેઓનો જરૂરી સામાન હતો સાથે પીવા માટેનુ ઘણુ બધુ પાણી લીધુ હતુ.. બે દિવસ ચાલે તેટલુ પાણી તેઓએ સાથે લઇ લીધુ હતુ. જંગલમાં ક્યાંય પીવાલાયક પાણી ન મળે તો? વળી તેઓ બે દિવસ બાદ તો પરત જવાના હતા.

થોડોક નાસ્તો અને રસોઇનો સામાન લીધો હતો. જંગલમાં તો ભરપુર લાકડા મળી રહે આથી ત્યાં જ રસોઇ બનાવી પિકનીક મનાવી શકાય અને કાંઇક ન્યુ અનભવ પણ સાથે મળી રહે તેથી ત્યાં જ લંચ ડિનર બનાવવાનુ નક્કી કર્યુ હતુ.

તેઓ જયારે જંગલમાં પહોંચ્યા ત્યારે અંધારુ થવાની તૈયારી હતી. તેઓ સીધા સીધા ચાલ્યા જતા હતા કશ્યપના કહેવા મુજબની દિશામાં તેઓ જતા હતા પરંતુ દુર દુર સુધી કયાંય બંગલા જેવુ કાંઇ દેખાતુ ન હતુ. છતાંય તેઓ થોડે દુર સુધી તપાસ કરવા લાગ્યા. તેઓ બધા બંગલામાં રહેવાનુ હતુ તેથી તંબુ કે કાંઇ પણ લીધુ ન હતુ અને હવે તેઓને બંગલો તો કયાંય દેખાતો જ ન હતો.

“મને લાગે છે પેલા ચંબુએ આપણને બનાવી લીધા અને આપણે પણ ચંબુ દ્વારા મુર્ખ બની ગયા” મયુરે કહ્યુ. “હા મને પણ એવુ જ લાગે છે કે દોસ્તો આપણે મુર્ખ બની ગયા છીએ. આવા જંગલમાં બંગલો હોય તેવા અણસાર મને તો દેખાતા નથી.” વિનયે પણ કહ્યુ. “હૈ ગાયઝ મને ખુબ જ ભુખ લાગી રહી છે એન્ડ આઇ એમ સો ટાયર્ડ, આઇ કાન્ટ વોલ્ક એનીમોર નાઉ. ચાલો કયાંય આરામ કરી નાસ્તો કરી લઇએ” દિવ્યાએ કહ્યુ.

“હેય ફ્રેન્ડ્સ બી ક્વાઇટ. મને લાગે પાણીનો અવાજ આવી રહ્યો છે. કશ્યપે કહ્યુ હતુ તે મુજબ પાણીના તળાવ નજીક બંગલો આવેલો છે. આપણે હજુ થોડે દુર તે દિશામાં તપાસ કરવી જોઇએ.” સમીરે કહ્યુ. “હવે બસ અમે ખુબ જ થાકી ગયા. હવે કયાંય જવુ નથી” સોનાક્ષીએ કહ્યુ. “તમે ગર્લ્સ અહીં થોડીવાર રહો. અમે થોડે આગળ તપાસ કરી આવીએ” મયુરે કહ્યુ.

“નો નો નો… અમે અહી નહી રહીએ. અમે પણ તમારી સાથે જ આવીએ છીએ.” વૃન્દાએ કહ્યુ. “એ ડરપોક ડોન્ટ વરી. તમને એકલી નહી રાખીએ અમે. સમીરને અહી તમારી સાથે રાખીએ છીએ અને અમે જરા આગળ તપાસ કરી આવીએ, સમજી ડફ્ફર?” મયુરે કહ્યુ.

“ઓ.કે. ડન, હુ અહીં ગર્લ્સ સાથે રહુ છુ તમે બંન્ને તપાસ કરી લાવો.” સમીરે કહ્યુ. “ઓ.કે. યાર તુ તેમનુ ધ્યાન રાખ અમે થોડે દુર તપાસ કરી કરી આવીએ.”

દસેક મિનિટ બાદ મયુર અને વિનય તપાસ કરીને પાછા આવ્યા અને બોલ્યા, “હે ગાઇઝ ગુડ ન્યુઝ. આપણુ ડેસ્ટીનેશન મળી ગયુ છે. અહીથી થોડે દૂર જતા જ બંગલો છે. લેટ્સ ગો ફ્રેન્ડસ.” “હાસ…બંગલો છે તો ખરા નહી તો મને તો એમ જ હતુ કે આપણે મુર્ખ બનાવવાની કશ્યપની ચાલમાં તે સફળ થઇ ગયો..” દિવ્યાએ કહ્યુ બધા ચીઅર અપ કરતા ખુશ થઇ ગયા.

પછી બધા સાથે નીકળી ગયા. તળાવથી સાવ નજીક જ એક નાનકડુ જુનવાણી વિશાળ મકાન આવેલુ હતુ જેની પ્રાકૃતિક સુંદરતા ગજબની હતી. આસપાસ ઘનઘોર જંગલ અને વચ્ચે આ બંગલા જેવુ મકાન. તેઓ જંગલમાં કારમાંથી ઉતર્યા બાદ લગભગ દોઢેક કલાક ચાલ્યા બાદ આ બંગલો આવ્યો હતો.

તેઓ ત્યાં પહોચ્યા ત્યારે ખાસ્સુ એવુ અંધારુ થઇ ચુક્યુ હતુ. બધાને ખુબ જ ભુખ લાગી હતી પરંતુ તેઓ બંગલો જોવાની ઇચ્છા ટાળી ન શક્યા સાથે રહેલી બેટરીઓ ચાલુ કરીને તેઓ બંગલાની અંદર જોવા ગયા. મેઇન ડોર સડી ગયેલુ હતુ જરાક હાથ અડાડતા જ તે પડી ગયુ અને શાંત વાતાવરણમાં ધડામ અવાજ પડઘા સાથે સંભળાયો. બધા ખુબ જ ગભરાય ગયા.

અંદર એકદમ અંધારુ હતુ. જંગલ વચ્ચે આવેલા આવા વેરાન બંગલામાં ઝેરી અને જંગલી જનાવર હોવાની બીક હતી આથી બધા બેટરીના ફુલ પ્રકાશ વચ્ચે સાવચેતીપુર્વક આગળ વધતા હતા. એક મોટો રૂમ હતો જેમાં ચાર મોટી મોટી બારીઓ હતી. પછી બે રૂમ હતા અને પાછળ ખુલ્લો વરંડો હતો.

એક જોરદાર વસ્તુ જેવુ કાંઇક વિનયના હાથ સાથે અથડાયુ અને તેના હાથમાંથી બેટરી નીચે પડી ગઇ. તે મોટેથી બુમો પાડી ઉઠયો. સમીરે બેટરી મારીને જોયુ તો જંગલી ગરોળી હતી. થોડી વાર થઇ ત્યાં સોનાક્ષી બુમ પાડતી નીચે પડી ગઇ અને મોટે મોટેથી રડવા લાગી. બધાએ બેટરી તેના તરફ મારી તો તે દર્દથી કણસતી હતી અને મોટે મોટેથી રડતા રડતા બોલી, “મારા પગ મારા પગમાં બહુ જ દર્દ થઇ રહ્યુ છે”

સમીરે તેના પગ તરફ બેટરી મારી તો તેના પગમાંથી ખુબ જ લોહી વહી જઇ રહ્યુ હતુ. દિવ્યાએ સોનાક્ષીને પોતાના ખોળામાં સુવડાવી દીધી. મયુર અને વિનય બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. સમીરે પાણી નાખીને સોનાક્ષીનો ઘાવ સાફ કરી નાખ્યો. કોઇક તીક્ષ્ણ વસ્તુ જેવો ઘાવ હતો. તેઓ એંટીસેફ્ટીક થોડી દવાઓ લાવ્યા હતા. વૃંદાએ થેલામાંથી દવા અને પટ્ટી કાઢીને આપી એટલે સમીરે ઘાવ સાફ કરીને દવા તથા પટ્ટી લગાવી દીધી એટલે સોનાક્ષીને થોડી રાહત થઇ.

બધાને ચાલીને ખુબ જ થાક તથા ભુખ લાગી હતી આથી તેઓએ જમવાનુ નક્કી કર્યું. આખો બંગલો (કહેવાનો, ખરેખર હતો નહિ) ખુબ જ ખરાબ રીતે ગંદો હતો. બારીઓ પણ તુટેલી ફુટેલી હતી. આથી તેઓએ એક ખુણો વ્યવસ્થિત રીતે સાફ કરીને ત્યાં બેસી નાસ્તો કરવાનુ નક્કી કર્યું. સોનાક્ષી હવે બેસી શકતી હતી તેને પગમાં દવાની અસર થતા સારુ લાગતુ હતુ. આથી સમીર, સોનાક્ષી. વૃંદા ત્યાં સફાઇ માટે રહ્યા અને મયુર વિનય અને દિવ્યા આસપાસથી થોડા લાકડાં શોધવા ગયા.

લાકડા શોધીને તેઓએ કેમ્પ ફાયર કર્યું અને આસપાસ બધા બેસીને નાસ્તો કરતા કરતા વાતો કરવા લાગ્યા. “ચંબુ ખરેખર મુર્ખ છે દોસ્તો. સાયન્સનો સ્ટુડન્ટ થઇને આ બધા સામાન્ય લોકોની વાતોમાં આવી ગયો અને ભુત પ્રેતના ચક્કરમાં ફસાય ગયો.” સમીરે કહ્યુ. હજુ તે બોલ્યો ત્યાં જ જોરદાર પવન ફુંકાવા લાગ્યો અને બારીઓ એકબીજા સાથે અથડાવા લાગી. પવન અંદર જોરદારથી આવ્યો અને ડમરી ઉડવા લાગી અને આગ ઠરી ગઇ. સર્વત્ર અંધકાર છવાય ગયો અને બધુ શાંત થઇ ગયુ.

બધા બેટરી ચાલુ કરવા લાગ્યા પણ ન જાણે કેમ બેટરી ચાલુ થતી ન હતી. દિવ્યાની બેટરી ધીમો ધીમો પ્રકાશ આપતી હતી તેના વડે સામે પ્રકાશ ફેંકયો તો કોઇ ડરામણી આકૃતિ આવીને ઉભી હોય તેવુ લાગ્યુ. તે ગભરાયને ચીસ પાડી ઉઠી તે ડરના મારી કાંઇ બોલી શકતી ન હતી તેના હાથમાંથી બેટરી પડી ગઇ.

થોડીવાર થઇ એટલે બધાની બેટરીઓ એકસાથે પ્રકાશિત થઇ ઉઠી અને દિવ્યા ફરી ચીસ પાડી ઉઠી, “ભુત ભુત ભાગો.” એમ કહી ઉભી થઇ ગઇ. બધાએ આખા રૂમમાં બેટરીનો પ્રકાશ ફેંકયો પરંતુ કાંઇ પણ દેખાતુ ન હતુ. કોઇ પણ ત્યાં હતુ જ નહી. બધા દિવ્યા પાસે ગયા તે મોટે મોટેથી રડી રડીને. “ભુત હતુ ત્યાં ભયાનક ડરાવતો ચહેરો.” આટલુ બોલી તે બહાર દોડવા લાગી. બધા તેની પાછળ ગયા. બંગલા(ખાલી કહેવાનો) બહાર ઓટલા પર દિવ્યાને બેસાડી વૃંદાએ પાણી આપ્યુ. “શુ થયુ ડિયર કેમ આટલી બધી ગભરાય ગઇ?” “અંદર ભુત છે આપણે ભાગી જવુ જોઇએ”

“અલ્યા દિવુ તુ કેમ આટલી ગભરાઇ છે. અંધારામાં તને ભ્રમ થયો લાગે છે” સોનાક્ષીએ કહ્યુ. “ના ભ્રમ નથી એ મારો એ ભયાવહ આકૃતિ જોઇ હજુ મારુ શરીર ધ્રુજે છે.”

“દિવ્યા, તુ શાંત થા. તુ એક એજ્યુકેટેડ બહાદુર ગર્લ થઇને આવી વાત કરે છે. સમજવાની કોશિષ કર કે અત્યારે આવા વાતાવરણમાં આપણા મનમાં ભુતપ્રેતની શંકા વિષેના વિચારો વચ્ચે મનના તરંગોમાં ફેરફાર થતા ભ્રમ થાય છે અને જેને આપણે સત્ય માની લઇએ છીએ. જે ખરેખર સત્ય હોતુ જ નથી. તુ થોડી શાંત થઇ જા અને સમજવાની કોશિષ કર.” વિનયે કહ્યુ.

“લે દિવુ થોડુ પાણી પી લે.” વૃંદાએ પાણી આપતા કહ્યુ. વિનયની વાત સાંભળી થોડુ પાણી પી ને દિવ્યા શાંત પછી મીણબત્તીઓ અને બેટરીઓનો પ્રકાશ કરીને આખા રૂમમાં પ્રકાશ કરીને રૂમને પ્રકાશિત કરી દીધો. પછી દિવ્યા અંદર આવી. અંદર કશુ જ નહ્તુ વળી જોરદાર પવન ફુંકાયો અને મીણબત્તીઓ બધી બુઝાઇ ગઇ પરંતુ બેટરીઓના પ્રકાશે ધુંધળુ ધુંધળુ થોડુ થોડુ દેખાતુ હતુ.

રાત્રિનો અંધકાર વધવા લાગ્યો તેમ ઠંડીનુ પ્રમાણ પણ વધવા લાગ્યુ. મયુર અને સમીરે ફરીથી તાપણુ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો પવન વચ્ચે માંડ તાપણુ સળગ્યુ. સોનાક્ષીએ નાસ્તો બધાનો વ્યસ્થિત ભરી લીધો હવે કોઇ ખાવાના મુડમાં ન હતુ. વૃંદા દિવ્યા પાસે બેઠી અને વિનય પવનથી બચવા બધી જ બારીઓ બંધ કરવા લાગ્યો જેથી ઠંડીથી પણ રાહત મેળવી શકાય.

એક મોટુ તાપણુ બનાવી એક સાઇડ બધા બોયસ અને એક સાઇડ ગર્લસ સુઇ જાય એવુ નક્કી કર્યુ. તેઓને કયાં ખબર હતી કે આ રાત્રિ તેઓને સુવા દેવાની નહતી.

હજુ બધા ગોઠવાયા પણ ન હતા ત્યાં ઝાંઝરનો મધુર રણકાર ધીમો ધીમો આવવા લાગ્યો. ધ્યાનથી સાંભળતા બાજુના રૂમમાંથી આવતો હોય તેવુ લાગ્યુ. દિવ્યાનો ફફડાટ વધવા લાગ્યો. તેને વૃંદાનો હાથ મજબુતીથી પકડી લીધો. અવાજ સાંભળીને વૃંદા અને સોનાક્ષી પણ ગભરાયા. ત્રણેય એકબીજાનો હાથ પકડીને ઉભા રહ્યા.

વિનય, મયુર અને સમીર પણ અંદરથી ગભરાય ઉઠયા. તેઓને લાગ્યુ કે કાંઇક જરૂર છે તો ખરુ? છતાંય તેઓ બહાદુરી બતાવતા બીજા રૂમમાં જોવા માટે જવા લાગ્યા.

“હે પ્લીઝ તમે ત્યાં જાઓ નહિ. આપણે બધા જ આ ભુતિયા બંગલાથી દુર જતા રહીએ.” દિવ્યાએ બુમ પાડીને કહ્યુ. “કમ ઓન દિવ્યા કોઇ પણ વાતની સાબિતી વગર માની લેવી તે મુર્ખામી છે. કાંઇ પણ નહિ હોય ત્યા અમે હમણા જોઇ આવીએ છીએ” આટલુ બોલી તેઓ ત્રણેય બીજા રૂમમાં જોવા માટે ગયા.

બીજા રૂમમાં તેઓ ગયા ત્યારે અજીબ વસ્તુ જોવા મળી. પાંદડાથી એક રંગોળી બનાવેલી હતી. ત્રણેય દિગ્મુઢ બની ગયા. જંગલમાં રહેલા અવાવરૂ મકાનમાં આટલા પવન વચ્ચે આવી રંગોળી કેમ બનાવી હશે? આટલી વાર સુધી કેમ ટકી રહી હશે? તેઓ પણ અંદરથી એકદમ ગભરાય ઉઠયા.

“ગાયસ જયાં સુધી પુરતી ખબર ન પડે ત્યાં સુધી ગર્લ્સને કાંઇ પણ કહેજો નહિ.” મયુરે કહ્યુ. “હા, મયુર સાચી વાત છે. તે નાહક પોતે પણ ડરી જશે અને રાડારાડ કરીને આપણને પણ ગભરાવી મુકશે.” સમીરે પણ કહ્યુ.

“પણ મને તો આ રહ્સ્ય કાંઇ સમજાતુ જ નથી.?” “વિનય અત્યારે કોઇ ચર્ચા નહિ આપણે ધીરે ધીરે બધી તપાસ કરી લઇએ છીએ. ચાલ પહેલા ગર્લ્સ પાસે જઇએ નહિ તો ગભરાઇને મરી જશે.”

બધા ધીરે ધીરે હોલમાં ગયા. બધી ગર્લ્સ એકબીજાનો હાથ પકડીને ગભરાયને ઉભી હતી.

“અરે કાંઇ પણ નથી. હવાને કારણે સુકા પાંદડા અને જીવ જંતુઓના અવાજમાં ભ્રમ પેદા થઇ રહ્યો છે.” સમીરે કહ્યુ. બધાએ ત્યારબાદ એક મોટુ તાપણું સળગાવ્યુ અને બારણુ તુટેલુ હતુ તે ઉભુ કરીને દરવાજા આડુ રાખી દીધુ. પછી બધાએ આરામ કરવાનુ નક્કી કર્યુ. તાપણાની એક બાજુ વિનય, મયુર અને સમીર સુઇ ગયા અને બીજી બાજુ સોનાક્ષી અને વૃંદાની વચ્ચે દિવ્યા સુઇ ગઇ. કોઇને જરા પણ ઉંઘ આવતી ન હતી. પરંતુ જરાક આરામ કરવાના વિચાર સાથે તેઓ આડા પડયા.

થોડીવાર તેઓએ કોલેજની વાતો કરી પરંતુ ભયના ઓથાર વચ્ચે તેઓ વધારે વખત વાતો ન કરી શક્યા અને સૌ કોઇ વિચારમગ્ન બની વિચારવા લાગ્યા કે આખરે અહીં છે શું? અને તેઓ સલામત છે અહીં? થોડીવાર પછી અચાનક એક જોરદાર અવાજ આવ્યો અને બધા સફાળા બેઠા થઇ ગયા. તાપણું ઠરી ગયુ હતુ અને સર્વત્ર અંધકાર હતો. રૂમમાં કોઇ જંગલી હિંસક પ્રાણી આવ્યુ હોય તેવુ લાગ્યુ અને ડરામણી ત્રાડ પરથી દીપડો હોય તેવુ લાગ્યુ. રૂમમાં સર્વત્ર અંધારુ હતુ એટલે દીપડો રૂમમાંથી પસાર થઇ બીજી બાજુથી જતો રહ્યો.

અંધારાના કારણે તે કાંઇ જોઇ શક્યો નહિ અને બધા બચી ગયા. બધા સાવધ બનીને શાંત રહ્યા એટલે દીપડાને અંદાજો પણ ન આવ્યો કે રૂમમાં કોઇ છે.

ઓંચિતા દીપડો આવ્યો એટલે બધા એકદમ ગભરાય ગયા. ભુત પ્રેત સિવાય અનેક મુશ્કેલીઓ જંગલમાં હતી. “હાશ, બચી ગયા નહિતર ભુત તો નહિ આ દીપડાના શિકાર બની જાત.” મયુરે કહ્યુ. “હા, હવે આપણે આડા પડવુ નથી અને તાપણુ પણ સળગાવવુ નથી. જેથી પ્રકાશમાં કોઇ આપણે જોઇ શકે નહિ અને ઉંઘમાં કોઇનો શિકાર પણ ન બનીએ. આપણે હવે બેસીને વાતો કરીશું.” વૃંદાએ કહ્યુ.

“હા, વૃંદા તારી વાત સાવ સાચી છે. જંગલમાં સુઇ જવુ એટલે સાવ સુઇ જવુ. સલામતી ખાતર આપણે જાગવુ પડશે. પરંતુ તમે લેડીઝ સુઇ જાઓ અમે જાગીશુ. બધાએ જાગવાની જરૂર નથી.” વિનયે કહ્યુ. “અરે ના, અમે પણ તમારી સાથે જાગીશુ. રાત્રિના પાછલા પહોરમાં જાગવુ ખુબ જ અઘરુ છે. બધા સાથે જાગીશુ તો વાતોમાં સવાર પડી જશે.” સોનાક્ષીએ કહ્યુ.

બધા થોડીવાર સુધી અંધારામાં ટાઢના ઠુંઠવાતા વાતો કરવા લાગ્યા. ધીરે ધીરે ઠંડીનુ પ્રમાણ ખુબ જ વધવા લાગ્યુ. તેથી તેઓ સ્વેટર પહેરી માથે સાલ ઓઢીને બેસી ગયા અને હુંફમાં અને હુંફમાં એક પછી એક સુઇ ગયા. અને કોઇને કાંઇ ખબર ન પડી.

પક્ષીઓના કલરવ અને હુંફના કારણે તેમની ઉંઘ ઉડી ગઇ ત્યારે જોયુ તો સવારના બદલે બપોર થવાની તૈયારી હતી. સમીરે ઘડિયાળમાં જોયુ તો સવારના દસ વાગી ચુક્યા હતા. જાગવાનુ નક્કી કરીને બધા જ સુઇ ગયા હતા. સમીરે એક પછી એક બધાને ઉઠાડયા. સારું કે બધા જ સલામત હતા. રાત્રે તો તેઓ બચી ગયા પરંતુ તેઓને જરા પણ અંદાજો ન હતો કે તેઓ ભયાનક મુશ્કેલીમાં ફસાય ચુક્યા છે, “વાઉ, વી આર લાઇવ. એંજોય.” ઉઠીને મોટેથી ચીસ પાડીને સોનાક્ષી બોલી. તેના પગના ઘાવમાં પણ હવે સારું થવા લાગ્યુ હતુ.

“યા, સોનુ એવરીંથીગ ઇઝ ઓલ રાઇટ. અહીં કાંઇ પણ નથી. ચંબુએ આપણને મુર્ખ બનાવ્યા. આપણે ખોટા ખોટા ડરી ડરીને નાની મુશ્કેલીને મોટી માની ડરી ગયા. પરંતુ હવે ડર્યા વિના આપણે હવે ફોરેસ્ટ ટુર એંજોય કરીશું. આવ્યા છીએ તો મસ્તી કરીને જ જઇશુ.” મયુરે પણ ઉભા થઇને કહ્યુ.

“ના, ફ્રેન્ડસ અહીં કાંઇક તો જરૂર છે. મને લાગે છે કે બહુ મોટો ભેદ છે. આપણે અહીંથી હવે જતુ રહેવુ જોઇએ. ઇશ્વરનો આભાર કે આપણે બધા હજુ સુરક્ષિત છીએ.” દિવ્યાએ કહ્યુ.

“દિવુ, આ બધો આભાસ છે. આપણે ચંબુએ ભુતપ્રેતની વાતો કરીને અહીં મોક્લ્યા અને આપણે ભુત બુત જેવુ વિચારીને અહીં આવ્યા. વળી, જંગલનુ સુમસાન વાતાવરણ, અવાવરુ જગ્યા અને રાત્રિના અંધકારે આપણા બધાના મનમાં ભ્રમ પેદા કર્યો. બીજુ કાંઇ પણ નથી.” સોનાક્ષીએ દિવ્યાને સમજાવતા કહ્યુ.

“હા, દિવ્યા બધુ ભુલી જવાથી સરસ થઇ જશે. આવા કુદરતી વાતાવરણને ચાલો એંજોય કરીએ. બીજી વાર આવો મોકો નહી મળે.” સમીરે પણ સાથે પુરાવતા કહ્યુ.

“ચાલો નદીમાં જઇ ફ્રેશ થઇ સ્વિંમિગનો આનંદ લઇએ.”
બધાએ નદીકાંઠે જઇ પાણીમાં ખુબ જ મસ્તી કરી અને ગઇકાલ રાત્રિના બધા બનાવો ભુલવાનો પ્રયત્ન કર્યો. તેઓને આગળ શુ બનશે તેનો જરા પણ અંદાજો ન હતો.

સમીર અને સોનાક્ષીની હાલતમાં 24 કલાક થયા હોવા છતાંય કાંઇ ફરક પડયો ન હતો. કશ્યપને ખુબ જ ડર લાગી રહ્યો હતો. જગદીશભાઇ અને લાલજીભાઇને એકબીજા સાથે આ હોસ્પિટલમાં રહેવુ ખુબ જ આકરું બની રહ્યુ હતુ.

“આકાંક્ષા, આવડી મોટી આપણા પરિવાર વચ્ચે શેની દુશ્મની છે? તને કાંઇ ખબર છે. હુ ત્યારે ખુબ જ નાનો હતો અને અમારા પરિવારમાં કયારેય આ બાબતની ચર્ચા પણ થઇ નથી.” સોનાક્ષીના ભાઇ સુરજે હોસ્પિટલથી થોડે દુર આવેલી કેન્ટિનમાં બેસતા કહ્યુ. “મને પણ બહુ ખબર નથી. હુ ભી બહુ નાની હતી પરંતુ મારી માતાએ મને થોડી ઘણી વાતો કરી છે.”

“કંઇ વાતો?”
“આજથી 30 વર્ષ પહેલા ઓઘાવદર ગામે આપણા બંન્નેના પરિવાર એક જ ફળિયામાં સાથે રહેતા હતા. તારા પિતાજીની મોટી પેઢીમાં મારા પિતા મહેતાજી તરીકે કામ કરતા હતા અને બધા સાથે મળીને એક ફળિયામાં રહેતા હતા. બંન્ને અલગ અલગ પરિવાર હોવા છતાંય તેઓ વચ્ચે એક કુટુંબ જેવો પ્રેમ હતો.

બધા એકબીજા સાથે હળી મળીને પ્રેમથી રહેતા હતા. પરંતુ એક દિવસ તારા પિતાજી જગદીશભાઇની પેઢીમાં મોટી ઉચાપત થઇ અને આળ બધો મારા પિતા લાલજીભાઇ પર આવ્યો. ત્યારે આપણો જન્મ પણ થયો ન હતો. વર્ષોથી સાથે હળીમળીને પ્રેમથી રહેતા બે પરિવારોનો સંબંધ પળમાં ટુટી ગયો.

બંને વચ્ચે આજીવન ખટરાગના બીજ રોપાય ગયા. ત્યારથી બંન્ને એકબીજાનુ મોઢુ પણ જોવા માંગતા નથી.” “આકાંક્ષા, પણ ઉચાપત કરી હતી કોણે?”

“પેઢીના ખાસ વિશ્વાસુ માણસ મહેન્દ્રએ. તેને એવી રીતે બધુ છટકુ ગોઠવ્યુ કે આળ બધો મારા પિતાજી લાલજીભાઇ પર આવ્યો. આજ સુધી તારા પિતાજી જગદીશભાઇ સમક્ષ સત્ય કયારેય આવ્યુ જ નથી.” “મહેન્દ્ર કાકા તો અમારા ખાસ વિશ્વાસુ માણસ છે. તેને આવુ શા માટે કર્યુ?”

“ઇર્ષા, દુનિયાનુ મોટામાં મોટુ વિષ. ઇર્ષાને વશ થઇને મહેન્દ્રએ દગો કર્યો અને બધો આરોપ મારા પિતાજી માથે નાખી દીધો અને તેઓ હમેંશા વિશ્વાસ પાત્ર બની રહ્યા અને સત્ય કયારેય સામે આવ્યુ જ નહીં”

દિવસની મસ્તીમાં રાત્રીનો બધો ડર ભુલાય ગયો. તેઓ બધા ફ્રેશ બની ગયા. મધ્યાહનનો સુરજ તપ્યો ત્યાં સુધી બધાએ નદીમાં સ્નાનનો આનંદ લીધો. “ફ્રેન્ડસ, હવે ખુબ જ ભુખ લાગી છે. કાલનુ કાંઇ ખાધુ નથી. લેટસ ટેઇકસ લંચ નાઉ.” વૃંદાએ નદીકાંઠે ઉભા થતા કહ્યુ. “હા યાર, બિલાડા અને ઉંદર બંન્ને સાથે સાથે પેટમાં દોડી રહ્યાએ છે.” મયુરે પણ હસતા હસતા કહ્યુ.

“ચાલો કુંવરો, આલીશાન મહેલમાં રાજાશાહી લંચ લેવા.” દિવ્યાએ મજાક કરતા કહ્યુ. બધા હસતા હસતા મજાક મસ્તી કરતા કરતા અંદર ગયા અને નાસ્તો કરવા લાગ્યા અને અને અચાનક જ………………………………. “ડોકટર સાહેબ મારી દીકરીને હોશ આવે છે. પ્લીઝ કમ ફાસ્ટ.” જગદીશભાઇએ દોડતા આવીને ડોકટર બત્રાને કહ્યુ.

ડોકટર બત્રા પોતાની ટીમ સાથે સોનાક્ષીના વોર્ડમાં આવ્યા. નર્સ પુજા તેને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનો પ્રયત્ન કરી રહી હતી. સોનાક્ષીને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડી રહી હતી. તેની આંખો ખુલી હતી. ડોકટર બત્રાની ટીમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. જગદીશભાઇ અને તેના પુરા પરિવારને નર્સે સોનાક્ષીના વોર્ડમાંથી બહાર જવા કહ્યુ. તે બધા બહાર જતા રહ્યા. બહાર બાંકડા પર બેસી સોનાક્ષીના પિતા જગદીશભાઇ અને માતા ગીતાબહેન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા.

અડધો કલાક બાદ ડોકટર બત્રા બહાર આવ્યા અને બોલ્યા, “ઇન્ટરનલ બિલ્ડિંગ વધી રહ્યુ છે અને તેના શોકના કારણે જ હોશ આવ્યો છે. હવે જલ્દીથી ઓપરેશન કરવુ પડશે. પ્લીઝ તમે આ કાગળ પર સહીઓ કરી ફોર્માલિર્ટી પુરી કરો. હુ ઓપરેશનની તૈયારી કરુ છુ.” “ડોકટર સાહેબ કોઇ પ્રોબ્લેબ તો નહી થાય ને મારી દીકરીને.” ગળગળા સ્વરે જગદીશભાઇએ કહ્યુ.

“અત્યારે કાંઇ કહી શકાય તેમ નથી. વી વિંલ ટ્રાય અવર બેસ્ટ્સ. જલ્દી ફોર્માલિર્ટી પુરી કરો આપણી પાસે સમય જરા પણ નથી.” “હા, હા,…” કહી જગદીશભાઇએ બધા કાગળો પર સહી કરી નાખીને ડોકટર અને તેની ટીમ ઓપરેશન થિયેટરમાં જઇ સોનાક્ષીનો જીવ બચાવવા મહેનત કરવા લાગ્યા.

લેખક:- ગોકાણી ભાવીષાબેન આર.

આગળ નો  અંતિમભાગ આવતી કાલ ૨૧ સપ્ટેમ્બર, સાંજે ૫ ૪૪ વાગે આપણા પેઈજ પર અપલોડ કરીશું !!!! હેપી રીડીંગ !!! 

ટીપ્પણી